________________
૫૮
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
હોય તો છોકરા સામા શી રીતે થાય તે ? માટે એવી આબરૂ જ ના ઊઘાડશો.
આ તમારે ઘેર સત્સંગમાં સો-બસો માણસ આવે જાય, પણ કશું કોઈની જોડે સામું બોલ્યું જ નથી. બોલ્યું છે કંઈ કોઈ ?
પ્રશ્નકર્તા : ના.. દાદાશ્રી : ના બોલે એ ! પછી જૂઠું બોલે છે ? પ્રશ્નકર્તા : કોઈ વાર.
દાદાશ્રી : કો'ક જ વાર. તો પછી એનો શો ગુનો પાછો તેમાં ? તમે એને મોંઢે ચઢાવી છે, એટલે એવું બોલે છે. એકની એક છોડી એટલે શું થાય ?!
જૂઠું બોલબોલ કરતી હોય, ચોરી કરતી હોય કે હિંસક થઈને જીવડાં માર માર કરતી હોય, ત્યારે ખોટું કહેવાય. અને જરા સામું બોલી જાય તેમાં ખોટું ના કહેવાય. સામું તો, માસ્તરને સામું ક્યારે બોલે છોકરા ? માસ્તરમાં બરકત જરા ઓછી હોય ત્યારે એ બોલે. એટલે આપણે સમજી જવું કે આપણામાં બરકત જરા ઓછી છે !
અને છોકરાંને વઢવઢ કરીએ તો બગડી જાય. એને સુધારવા હોય તો અમારી પાસે બોલાવડાવી અડધો કલાક વાતચીત કરાવડાવીએ એટલે સુધરી જાય !
પ્રશ્નકર્તા : મા-બાપ તરીકે આપણા જે એસ્પેક્ટશન (અપેક્ષાઓ) હોય, એ પ્રમાણે ચાઈલ્ડ બીહેવ (બાળક વર્તન) ના કરતું હોય અને એને આપણે એ પ્રમાણે કરવાનું કહેવા છતાં ય ના કરતું હોય, તો કઈ રીતે એને કંટ્રોલ કરીએ ?
દાદાશ્રી : કોઈને કહેવું નહીં આવું. જો આપણે કહીએ કે અમારા છોકરા આવું કરે છે તો એ લોકો સમજે કે આને બાપ થતાં નહીં આવડતું ! એટલે આબરૂ જાય, એના કરતાં કોઈને કહેવું નહીં !
પ્રશ્નકર્તા : બરાબર છે.
દાદાશ્રી : બાપ થતાં ના આવડે ત્યારે આવી ભાંજગડ પડે. મા થતા ના આવડે ત્યારે આવી ભાંજગડ પડે.
પ્રશ્નકર્તા : છોકરા આપણું સાંભળે નહીં, તેનું શું કરવું ?
દાદાશ્રી : તો બાપ જોતું થવું. બાપ થવાની લાયકાત ધરાવતા નથી એટલે છોકરા સાંભળતા નથી. આપણે લાયકાત કેળવીને બાપ થવું હતું પહેલેથી. એ ભણવું ના જોઈએ, ભઈ ?
પ્રશ્નકર્તા : ભણવું જોઈએ ને. દાદાશ્રી : એ જવાબદારી નહીં ?! પ્રશ્નકર્તા : જવાબદારી ને.
દાદાશ્રી : એટલે છોકરાઓ તો સાચવવા બહુ મુશ્કેલી છે, આ છોકરાની જવાબદારી તો બહુ મોટી છે. પણ લોકો આમાં ક્વૉલિફાઈડ થતા નથી ને, એમને ય છોકરાઓ થઈ જાય છે. ક્વૉલિફિકેશન લીધા પછી બાપ થવું જોઈએ. આ ડૉકટરે ય ક્વૉલિફાઈડ હોય છે કે અનુક્વૉલિફાઈડ હોય ?
પ્રશ્નકર્તા : ક્વૉલિફાઈડ ? દાદાશ્રી : તો ફાધર થવામાં અનૂક્વૉલિફાઈડ ?! પ્રશ્નકર્તા : ક્વૉલિફાઈડ છે કે નહીં, એ નક્કી કોણ કરે ?
દાદાશ્રી : છોકરાંની જોડે આવું વર્તન થાય એટલે ક્વૉલિફાઈડ નહીં જ ને ?! છોકરાંને સાચવતા ના આવડે, છોકરાં બગડી જાય, તો આપણે ક્વૉલિફાઈડ નથી. એ વાત નક્કી થઈ ગઈને ? તમને કેમ લાગે છે ? બોલતાં નથી ?! કંઈક લિફિકેશન જોઈએ કે ના જોઈએ ?
એટલે મેં પુસ્તકમાં લખ્યું છે કે ‘અનુક્વૉલિફાઈડ ફાધર્સ એન્ડ અનુક્વૉલિફાઈડ મધર્સ.” પછી છોકરાઓ આવાં જ થઈ જાય ને ! એટલે મારે કહેવું પડ્યું, ફાધર થવાની લાયકાતનું સર્ટિફિકેટ લેવું ને પછી પૈણવું જોઈએ.
આ બંધનમાં કંટાળો નથી આવતો ?