________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
દાદાશ્રી : ઘ૨માં સ્ત્રીઓનો સાચો ધર્મ ક્યો ? કે આજુબાજુની બધી સ્ત્રીઓ, આજુબાજુના બધા પુરૂષો એમ કહે કે કહેવું પડે આ બઈ ! એવી ફરજો બજાવે કે આજુબાજુના લોકો ખુશ થઈ જાય. એટલે સ્ત્રીનો સાચો ધર્મ છે તે છોકરાંને મોટા કરવાં, છોકરાંને સંસ્કાર આપવા, ધણીમાં સંસ્કાર ઓછા હોય તો સંસ્કાર રેડવા. બધું સુધારવું આપણું, એનું નામ ધર્મ. ના સુધારવું પડે ?
ધણી-બાળકોતી સેવા કરતી; અણજાણે થાય પ્રભુતી ભક્તિ!
૪૧
કેટલાક તો શું કરે છે ? ભગવાનની ભક્તિમાં તન્મયાકાર રહે અને છોકરાં દેખે ને ચીઢ ચઢે. જેમાં ભગવાન પ્રગટ થયાં એવાં છોકરાં દેખે ને ચીઢ ચઢે અને ત્યાં પેલા ભગવાનની ભક્તિ કર્યા કરે એનું નામ ભગત ! આ છોકરાં ઉપર ચીઢાવાતું હશે ? આ આમાં તો ભગવાન પ્રગટ છે.
પ્રશ્નકર્તા : છોકરાંને તો જંજાળ સમજે ને !
દાદાશ્રી : જંજાળ ! આ આખા જગતની માઓ, ખરાબમાં ખરાબ કામ કરનારી હોય, પણ છોકરાંને ખવડાવે છે. માટે એમને આ જગતમાં ખાવા-પીવાનું બધું મળે છે. છોકરાને, પોતાનો છોકરો માનીને ખવડાવે છે, પણ મહીં ભગવાન તરીકે છે એટલે એનું ફળ મળે છે આ. છોકરાનાં નામથી પણ ભગવાનની પૂજા કરે છે ને, તને સમજાયું ? મોહથી ય ભગવાનની પૂજા કરે છે ને. આ જગતમાં જીવમાત્રને ખાવાનું મળે છે એનું કારણ શું ? તો કે' પોતાના છોકરાનું પોષણ કરે છે એટલે. આ જીવમાત્ર એના પોતાના છોકરાનું પોષણ કરે છે, એની મા ધવડાવે છે ને, એટલે જ આ લોકોને ખાવાનું મળે છે. કારણકે એ તો ભગવાન છે.
એ રીતે ભગવાનની ભક્તિ થઈ રહી છે. અંદર તો ભગવાન જ બેઠેલા છે ને ? આ કૂતરીને ખાવાનું કેમ મળે છે ? એ બચ્ચાંની મહીં ભગવાન રહેલા છે. તે બચ્ચાંની સેવા કરે છે. તેનાથી બધું મળી રહે છે. આ આધારે જગત બધું ચાલી રહ્યું છે.
કૂતરી બચ્ચાં ધવડાવે છે એ ફરજિયાત છે, એ કંઈ ઉપકાર કરતી
૪૨
મા-બાપ છોકરાંનો વ્યવહાર
નથી. પાડુ બે દહાડા ભેંસને ધાવે નહીં તો ભેંસને બહુ દુ:ખ થાય. આ તો પોતાની ગરજે ધવડાવે છે. બાપા છોકરાને મોટાં કરે છે તે પોતાની ગરજે, એમાં નવું શું કર્યું ? એ તો ફરજિયાત છે.
જગત શું સમજે છે કે આ છોકરાને ધવડાવે છે એમાં છોકરાંને માટે ધવડાવે છે, પણ એ માઓને પૂછી જોજો કે છોકરા હારું ધવડાવે છે કે પોતાના હારું ધવડાવે છે ? ધાવણ આવતું હોય ને તે કૈડ લાગે. આ ડૉકટર સમજે. તે કૈડ મટાડવા હારું ધવડાવે છે, પણ વ્યવહારમાં આમ ના બોલાય. વ્યવહારમાં તો ઉપકાર માનવો જોઈએ.
કુદરત તો સહુને રાખે રાજાતી જેમ! અક્કરમી ચિંતા કરે રહેવા હેમખેમ.
અહીં જન્મ થતા પહેલાં, આપણે બહાર આવવાના થયા તે પહેલાં લોકો બધી જ તૈયારીઓ કરી રાખે છે ! ભગવાનની સવારી આવી રહી છે ! જન્મતા પહેલાં બાળકને ચિંતા કરવી પડે છે કે બહાર નીકળ્યા પછી
મારા દૂધનું શું થશે ? એ તો દૂધની કૂંડીઓ બધું જ તૈયાર હોય છે ! ડૉકટરો, દાયણો ય તૈયાર હોય, અને દાયણ ના હોય તો છેવટે વાળંદાણી ય હોય છે. પણ કંઈકની કંઈક તૈયારી તો હોય જ, પછી જેવા ‘ગેસ્ટ’ હોય ! ‘ફર્સ્ટ ક્લાસ’નાં હોય તેની તૈયારી જુદી, સેકન્ડ ક્લાસ’ની જુદી અને ‘થર્ડ ક્લાસ’ની જુદી, બધા ‘ક્લાસ’ તો ખરા ને ? એટલે બધી જ તૈયારીઓ સાથે તમે આવ્યા છો, તો પછી હાય-અજંપો શાના હારું કરો છો ?
આપણા હાથમાં કરવાની સત્તા હોય તો એક બાજુ દાઢી ઊગે ને એક બાજુ ના ઊગે તો આપણે શું કરીએ ? આપણા હાથમાં કરવાનું હોત તો બધું ગોટાળિયું જ થાત. આ તો કુદરતના હાથમાં છે. એની ક્યાંય ભૂલ નથી હોતી, બધું જ પધ્ધતિસરનું હોય. જુઓ ચાવવાના દાંત જુદા, છોલવાના દાંત જુદા, ખાણિયા દાંત જુદા. જુઓ કેવી સરસ ગોઠવણી છે ! જન્મતાં જ આખું શરીર મળે છે. હાથ, પગ, નાક, કાન, આંખો બધું જ મળે છે, પણ મોઢામાં હાથ નાખો તો દાંત ના મળેલા હોય, ત્યારે કંઈ