________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
ભૂલ થઈ ગઈ હશે કુદરતની ? ના, કુદરત જાણે કે જન્મીને તરત એને દૂધ પીવાનું છે, બીજો ખોરાક પચે નહીં, માનું દૂધ પીવાનું છે તો દાંત આપીશું તો એ બચકું ભરી લેશે ! જુઓ કેવી સુંદર ગોઠવણી કરેલી છે ! જેમ જેમ જરૂર પડે તેમ તેમ દાંત આવે છે. પહેલાં ચાર આવે પછી ધીમે ધીમે બીજા આવે, અને આ ઘેડિયાને દાંત પડી જાય તો પાછા ના આવે !
કુદરત બધી જ રીતે રક્ષણ કરે છે, રાજાની પેઠે રાખે છે. પણ અક્કરમીને રહેતાં નથી આવડતું, તે શું થાય ?
ફરજ બજાવતા ગતિ બંધા અંદરના ભાવ સાથે સંબંધો
પ્રશ્નકર્તા: ધર્મ બે રીતે ઓળખે છે. એક તો રીલીજીયન અને બીજું ડ્યુટી, તો આપણે કઈ રીતે ચાલવાનું ?
દાદાશ્રી : ડ્યુટી બજાવવી એ ધર્મ નથી, ડ્યુટી ના બજાવવી એ ગુનો છે. ડ્યુટી તમે ના બજાવો તે ગુનો છે. ડ્યુટી ના બજાવો એવું તો બને જ નહીં ને ! ડ્યુટી બજાવવી તો પડે, પણ કચ કચ કરતાં બજાવો તો ગુનો છે. તમે કોઈ ફેરો એવું કચ કચ કરતાં બજાવો છો ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તો બધી ડ્યુટી રાજીખુશીથી બજાવો છો ? છોકરો ફી માગે, ખર્ચો માગે, તે બધું રાજીખુશીથી આપો છો ?
પ્રશ્નકર્તા : આપું છું, પણ ખોટું હોય તો સમજાયું કે આ ખોટું છે. દાદાશ્રી : ટૈડકાવવાનું નહીં. પ્રશ્નકર્તા : ના. કોઈને ટૈડકાવવાનું નહીં.
દાદાશ્રી : એમ ? ત્યારે સારું. હા, નહીં તો બઈના ધણી થઈ બેસે. જાણે દુનિયામાં બીજો ધણી જ ના હોય ?! એવું ધણી થઈ બેસે ને પછી ટૈડકાવે !
આ વર્લ્ડ ઈમુવ કરવાની જરૂર નથી. આ તો પોતે જ ઈમ્મુવ થાય
૪૪
મા-બાપ છોકરાંનો વ્યવહાર ને, એટલે બધું ઑલ રાઈટ થઈ જશે ! એને ઈવ કરવામાં શું કરવું જોઈએ ? એને ધર્મની સમજ પાડવી પડે. હવે ધર્મ કહો કે ડ્યુટી બાઉન્ડ કહો કે ફરજો કહો, બધી એક જ વસ્તુ છે. બાકી આ લોકો જેને ધર્મ કહે છે એનું નામ ધર્મ જ ના કહેવાય. પણ આપણે છોકરાં જોડેની ફરજો, વાઈફ જોડેની ફરજો, એ પદ્ધતસર બજાવીએ, એટલે એમાં ધર્મ આવી જ ગયો. એટલે જે લોકો એ ફરજો બરાબર બજાવતા ના હોય તો આપણે એને સમજ પાડીએ, અને એ પછી આ પ્રમાણે બધાને એડજસ્ટ થાય. એટલે એને સુખ જ આવશે. બાકી ભગવાનમાં તો એકદમ બીલિફ બેસે એવું છે જ નહીં. ભગવાનને ઓળખ્યા વગર ભગવાનમાં શી રીતે બીલિફ બેસે ?! છોકરાં માટે કેટલાં જવાબદાર તમે, સમજાયું ને ?
અને કેટલાક સત્સંગીઓ કહેશે, છોકરાને માટે એના બાપ પૂરા જવાબદાર છે, પછી જ્યારે છોકરાને બે લાખ દેવું હોય ને તો આપવાની વખતે, મારે લેવાદેવા નથી, એ છોકરો મારો હોય, હું એનો બાપે ય નહીં, કહેશે. અલ્યા મૂઆ, એ અત્યાર સુધી તું કહેતો'તો ? એટલે, સબ સબકી સમાલવા જેવું છે. આ શી હાય, હાય ? આપણે ફરજ બજાવી છૂટવી. તમે તમારી ફરજ બજાવી ચૂક્યા, ભણાવ્યા, એજીનીયર બનાવ્યા ? પછી હવે તમને શું વાંધો છે ? કેટલી ફરજ બજાવવી ?
પ્રશ્નકર્તા : પરણાવવાની ફરજ ખરી કે નહીં ?
દાદાશ્રી : ફરજ તો બધી ય, પૈણાવો ત્યારે ને. પૈણાવો નહીં ત્યાં સુધી ફરજ તો પૂરી ના થઈ કહેવાય ને ? બધી ફરજો છે ? અને આપણે દાદા થવાની ય આપણી ફરજ છે. શી ફરજ નથી આપણી ? પણ આ ફરજ મોટામાં મોટી કે એને આપણે પાલનપોષણ કરીને એને ભણાવી અને એને નોકરી-ધંધે લગાડવો. આપણી ફરજ આટલી છે. ને છોકરીઓ હોય તો તો આપણે એને પૈણાવવી જ જોઈએ. અને ના પૈણતી હોય તો એની બાજુમાં એવીડન્સ જોવા જોઈએ. એ વૈરાગ્યવાળી છે કે કેમ ? હવે વૈરાગીને પૈણાવીએ તો શું થાય ? આપણી દીકરી વૈરાગી, ચોગરદમ વૈરાગવાળી હોય, અને મોહ જ ના થતો હોય, આપણે મોહ ઊભો કરીએ તો ય ના થતો હોય અને પૈણાવીએ, તો પેલાને દુઃખી કરે ને પોતે દુઃખી થાય. એટલે આ બધું જોવું પડે. ખાસ કરીને છોકરીને તો ખાસ પૈણાવવી