________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
દાદાશ્રી : આ મન, બુદ્ધિ, અહંકાર શું કરે છે તેને જુઓ. એટલે જે કરતાં હોય તે કરવા દેજો. અહીંયા આવતા હોય તે ય કરવા દેવું અને ઘેર પાછો જતા રહે તે ય કરવા દેવું. પોતાના છોકરાં માટે બેસી ના રહેશો કે આના માટે બેસી ના રહેશો !
૩૯
પ્રશ્નકર્તા : સાચો રસ્તો કયો ? અમારે ત્યાં છોકરાઓ સાચવવા કે અમારું પોતાનું કલ્યાણ કરવા માટે સત્સંગમાં આવવું.
દાદાશ્રી : છોકરાં તો સચવાઈ રહ્યા છે. છોકરાને તમે શું સાચવવાના ? તમારું કલ્યાણ કરવું એ જ મુખ્ય ધર્મ. બાકી આ છોકરાં
તો સચવાઈ રહેલાં છે ને. છોકરાં ને કંઈ મોટા તમે કરો છો ? બગીચામાં ગુલાબના છોડ બધા રોપ્યા હોય તે રાતે ઊંચા થાય કે ના થાય ? એ તો આપણે સમજીએ કે ગુલાબ મારું, પણ ગુલાબ તો એમ જ સમજે ને કે હું પોતે જ છું. કોઈનો ય નથી. પોતે પોતાના સ્વાર્થથી બધા આગળ છે. અત્યારે તો આપણે અહંકાર કરીએ ગાંડો, ગાંડપણ કરીએ.
પ્રશ્નકર્તા : આપણે જો ગુલાબને પાણી ના રેડીએ તો ગુલાબ તો
કરમાઈ જાય ?
દાદાશ્રી : ના રેડીએ એવું બને જ નહીં ને. ના રેડીએ તો બચકું ભરે છોકરો. નહીં તો ઢેખાળો મારે.
પ્રશ્નકર્તા : બીજો પ્રશ્ન છે કે સાંસારિક ફરજો અને ધર્મ કાર્ય વચ્ચે સમન્વય કેવી રીતે સાધવો ?
દાદાશ્રી : સાંસારિક ફરજો તો ફરજિયાત જ છે. મા-બાપે માનવું કે છોકરાંની આપણે ફરજો બજાવી એ છે તે ફરજિયાત છે. છોકરાએ એમ માનવું જોઈએ કે મારી ઉપર ઉપકાર કર્યો છે, એટલે એમના તરફ મારે ભાવ રાખવા જોઈએ, એવી માન્યતા હોવી જોઈએ. નહીં તો પછી પેલો મીકેનિકલ થઈ જાય. ફરજિયાત થયું એટલે, મા-બાપ પ્રત્યેની સેવાનો ભાવ ઊડી જાય ને.
હવે, સંસારની ફરજો બજાવતી વખતે ધર્મ કાર્ય વચ્ચે સમન્વય શી રીતે થાય ? ત્યારે કહે છે કે, છોકરો અવળું બોલતો હોય, તો ય આપણે
મા-બાપ છોકરાંનો વ્યવહાર
આપણો ધર્મ ચૂક્યા વગર ફરજ બજાવવી. આપણો ધર્મ ચૂક્યા વગર. તમારો ધર્મ શું ? કે છોકરાને પાલન-પોષણ મોટો કરવો, એને સદ્સ્તે ચઢાવવો. હવે એ અવળું બોલતો હોય તો તમે અવળું બોલો તો શું થાય ?
એ બગડી જાય. એટલે તમારે પ્રેમથી એને ફરી સમજણ પાડવી કે બેસ ભઈ, આમ છે, તેમ છે. એટલે બધી ફરજોમાં ધર્મ હોવો જ જોઈએ. ધર્મ નહીં પેસવા દો તો એ વેક્યુમમાં અધર્મ પેસી જશે. ખાલી ઓરડી નહીં રહી શકે. અત્યારે આપણે અહીં ખાલી ઓરડીઓ રાખી હોય તો તાળાઓ ઊઘાડીને પેસી જાય કે ના પેસી જાય ?
४०
પ્રશ્નકર્તા ઃ રાઈટ (બરાબર).
દાદાશ્રી : તો ત્યાં આગળ ખાલી ના રખાય. ત્યાં ધર્મને ઘાલી જ રાખવાનો. નહીં તો અધર્મ પેસી જાય. એટલે દરેક ફરજો ધર્મ સહિત કરવી જોઈએ. મનમાં આવે એવી ફરજો નહીં, મનમાં આવે તેમાં પાછું ધર્મ નાખીને સરખી કરીને પછી બજાવવી જોઈએ. એ સમજાયું સમન્વય કરવાનું ?
પ્રશ્નકર્તા : એટલે આ ફરજ અને ધર્મ બે, એક જ બનાવીને વર્તવું
એમ ?
દાદાશ્રી : ના. ફરજો એટલે ફરજિયાત છે. ધર્મ એટલે નેચરલ લૉ છે. બે પ્રકારના ધર્મ. એક આત્મધર્મ અને એક દેહાધ્યાસ રૂપી ધર્મ. જેમાં સુખી થવાય. એટલે અશુધ્ધ અને અશુભ એ અધર્મ છે અને શુભ એ ધર્મ છે. કોઈનું સારું કરવું, કોઈને સુખ આપવું, કોઈને હેલ્પ કરવી, કોઈને દાન આપવું, એ બધું ધર્મ કહેવાય છે. પણ એ દેહાધ્યાસ રૂપી ધર્મ કહેવાય, તે મુક્તિધર્મ નથી. મુક્તિધર્મ તો આત્મધર્મ, સ્વધર્મમાં આવે ત્યારે. તો એ ધર્મ, સ્વધર્મ પાળવા માટે કાલે હું તમને બોલાવું છું. તમે પેલા ધર્મ તો બહુ દહાડા કર્યા. અનંત અવતાર કર્યા. એનું ફળ આવ્યું શું ? પુણ્યે આવી. અને પુણ્યનું ફળ ભોગવતી વખતે પાપ બંધાયા. સમન્વય સમજાયું તમને થોડું ઘણું ?
પ્રશ્નકર્તા : હા જી.