________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૭
૩૮
મા-બાપ છોકરાંનો વ્યવહાર
જોડે ન જાય ચિતામાં, એવો આ સંસાર!
ત્યારે મજા આવે, નહીં ? ટકરાય ત્યારે તો તણખા ઝરે ! ચકમકને આમ મારોને ત્યારે તણખા ઝરે, એવા તણખા ઝરે, ટકરાય ત્યારે. એટલે બધું પ્રમાણસર સારું. આપણા આત્માનું કરી લેવું. આ શા હારું શિખવાડું છું
પ્રશ્નકર્તા : આત્માનું કરવા માટે.
દાદાશ્રી : હા. છોકરાનું બધું ય કરવું જોઈએ. પણ છોકરાં કહે કે ના, બાપુજી હવે બહુ થઈ ગયું. તો ય બાપો છોડે નહીં પાછો. તો શું થાય ? છોકરાં લાલ વાવટો ધરે તો આપણે ના સમજવું જોઈએ ? તમને કેમ લાગે
પછી એ કહેશે, મારે ધંધો કરવો છે. તો આપણે એને કંઈક ધંધાનો રસ્તો કરી આપવાનો. પછી વધારે ઊંડા ઉતરે એ બાપ મૂરખ. અગર તો
એ નોકરીમાં લાગી ગયો એટલે પોતાની પાસે જે હોય એ ગાંઠે મૂકી દેવાય. કોઈ ફેરો અડચણમાં આવે તો બે હજાર મોકલવા પાછા. આ તો એને પૂછ પૂછ કરે પાછો. ત્યારે છોકરો કહેશે, ‘તમને ના કહું છું ને, મારામાં ડખલ ના કરશો.’ ત્યારે આ શું કહેશે, ‘હજુ અક્કલ નથી ને એટલે આવું બોલે છે.” અલ્યા, આ તો નિવૃત થઈ ગયા, ભલું થયું ભાંગી જંજાળ. એ પોતે જ ના કહે છે ને. અરે, પાડોશીઓ ય એમ કહે કે ડોસો મહીં પેસ પેસ કરે છે. અને નોકરીએ ના લગાડતા હોય તો એ જ પાડોશીઓ કહેશે, ‘વગર કામનો ડોસો સુઈ રહે છે.” એવું કહે કે ના કહે ? એટલે આપણી પાસે જે હોય એ ગાંઠે મૂકી દેવા હડહડાટ, પાછું નિષ્ફર નહીં થવાનું. એ કહેશે, મારે રૂપિયા દશ હજારની બહુ અડચણ પડી છે. ત્યારે આપણે અઢી હજાર આપવા. નહીં તો દશ હજાર લીધાં પછી આપણી પાસે આવશે નહીં. અને દશ હજાર લીધા પછી ત્રણ હજાર પેલો ફાલતું વાપરી નાખે. તે બહુ માંગતો હોય તો અઢી હજાર જ આપીએ. એટલે આ પધ્ધતિસર જીવન જીવીએ ! આ વ્યવહાર બહુ સમજવા જેવો છે. બાકી ઘણાં ફાધર છોકરાની પાછળ ફર ફર કર્યા કરે. છોકરો ના કહે. ‘અહીંથી જાવને’ કહે તો ય ખસતા નથી !
પ્રશ્નકર્તા : ખરો વ્યવહાર તો જ્ઞાની પાસેથી જાણવા મળે.
દાદાશ્રી : હા, વ્યવહાર એટલે શું ? સામાને બાધક ના થાય, સામાને આનંદ રહે, આપણને આનંદ રહે, એનું નામ વ્યવહાર; નિશ્ચય નહીં. છોકરા નિશ્ચયનાં હોત તો તો એ ગાળો દેત તો ય આપણે એની પાસે રહેત. એ મરી જાય એટલે આપણે મરી જવું જોઈએ. આ તો બાપા ગયા પછી રસ્તામાં જ ચા-પાણી કરે. આપણે ટીકા નથી કરતા. એ તો એ ય બાપ થવાનો છે. એમાં નવું નથી. પણ આપણે સમજી લેવું કે મારે હવે ક્યાં ઊભા રહેવું; દાદાનું જ્ઞાન મળ્યું છે તો. નહીં તો આ લોકોનું અફળ જાય છે બધું ને પરાર્થે વપરાય છે. એ નથી સ્વાર્થમાં. સ્વાર્થ એટલે આત્માનું કરો એ સ્વાર્થ. નથી પરમાર્થમાં. પરમાર્થ એટલે શું ? કે લોકોપકાર, આ તો પરાર્થે જાય છે. મારા નથી તેને મારા માનીને દૂધ પાઉં છું !! તે પરાર્થે ગયું ! પરાર્થ એટલે શું સમજ્યા ? આ લોકો જે સ્વાર્થ કરે છે એ પરમાર્થ નથી, સ્વાર્થ નથી, ને પરાર્થ છે.
પ્રશ્નકર્તા : સમજાવો.
દાદાશ્રી : પારકા માટે ગાય દોહવી અને કૂતરાને પાઈ દે. તારું શું આમાં ? ગાય દોહીને કૂતરાને પાઈ દીધું. લોકોનું નુકસાન કરી કરી અને આમથી તેમ આઘાપાછા કરીને પાંચ કરોડ ભેગા કરી, છોકરાને આપીને ઠંડ્યા ત્યાં ઠાઠડીમાં હડહડાટ. તે ગાય દોહીને કૂતરાને પાયું. જવાબદારી પોતાની, છોકરાં મજા કરશે હવે. જવાબદારી એની બધી. આંટી-ઘૂંટી કરી, એ જવાબદારી. ત્યાં હિસાબ પૂછશે આનો !
પ્રશ્નકર્તા : અમે અહીંયા સત્સંગ-ભગવદ્ ભજનમાં અમારો જીવ લગાડીએ અને અવારનવાર અહીંયા આવીએ તો ઘરનાં માણસો એમ સમજે કે આ બેન પોતાની ફરજ ચૂકી જાય છે. અને સ્ત્રીને પોતાને ય એમ લાગે છે હું વધારે જો ભગવાન પ્રત્યે પ્રીતિ રાખું અથવા આવી રીતે સત્સંગમાં જઉં છું તો બાળકો રખડી પડે ? તો શું કરવું જોઈએ ? ઘેર બેસીને ભજન કરવું જોઈએ ? કે આપની પાસે અહીંયા આવવું જોઈએ ? અને વધારે સમય બેસવું જોઈએ ?
સામાતે ન થાય બાધક તે વ્યવહાર;