________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૫
૩૬
મા-બાપ છોકરાંનો વ્યવહાર
કેટલી ?
મતભેદ થતાં પૂર્વે થવું જુદા; ધાણીઓ ફૂટે ત્યાં જ રહે ખુદા!
હોય તો આપવાનું. પણ છોકરાની મહીં અમથા વગર કામનાં ઘાલમેલ કરીએ, એનો અર્થ શો છે તે ?
ડોસો સવારમાં ત્યાં જઈને ઊભો રહે. વહુને કહેશે, ‘કેમનો ધંધો બરાબર ચાલતો નથી. આ અત્યારે કંઈ કમાયા દેખાતા નથી. ત્યારે વહુ કહેશે, “એ સંડાસ ગયાં છે. હમણે આવે ત્યારે કહેજો.' હવે છોકરાને કહીએ ત્યારે એ ચીઢાયા કરતો હોય કે ‘બાપુજી, તમારે ચા પીવી હોય તો પીઓ નિરાંતે. મને જંપીને બેસવા દો ને !” એટલે આપણે સમજી જઈએ કે હું બાપુજી છું કે આ બાપુજી ? આ સંસારમાં આટલો આટલો માર ખાધો તો હજુ આ જતું નથી ! ભયંકર માર ખાધાં છે ! કોનો? બચ્ચાનાં જ ! કંઈ પારકાં માર દેતા હશે ? બચ્ચાં જ માર માર કરે. છતાં એમના તરફથી બુમ નહીં આવવી જોઈએ. એ ફરજો છે. ફરજ, ને ફરજિયાત છે પાછી. એ ય કંઈ એવું ગમ્યું નથી. લોકો શું સમજે કે મરજિયાત છે. સમજજો બધું આ કે નહીં સમજો ?
પ્રશ્નકર્તા : સમજાય છે.
દાદાશ્રી : ત્યારે સારું છે. સમજે ને તો ઊકેલ આવે. અનંત અવતાર ગયા છે બધા. તમને સમજાયું ને બધું ? ગાંઠ વાળી કે નહીં ? તે વાળજો ગાંઠ મોટી. અમે કેવા ગાંઠ વાળીને બેઠા છીએ.
તમને તો એટલી શ્રદ્ધાને કે મારા છોકરા જેવો કોઈ છોકરો નહીં? પણ એ તો જ્યારે ચાખશો ત્યારે ખબર પડશે.
પચ્ચીસ વર્ષનો છોકરો, ને પચાસ વર્ષનો પિતા, તો બે અહંકારનું શું થાય ? ટકરાય પછી ? કે એકતાર થઈ જાય ?
પ્રશ્નકર્તા : ના. પણ આપણે અહંકાર રાખીએ નહીં તો ના ટકરાય ને.
દાદાશ્રી : એ ના રાખીએ તો ય નિયમ છે કુદરતનો કે એક દહાડો ટકરાયા સિવાય રહેશે નહીં. તે દહાડે વૈરાગ આવશે. તેના કરતાં પહેલેથી જ ચેતીને જ વૈરાગ આવે એ શું ખોટું ? આ તો તે દહાડે વૈરાગ આવે, કે હવે આ લોકોની જોડે ઊભું ના રહેવાય; ત્યારે પહેલેથી જ ચેતવું હતું ને. દાદાએ શીખવાડ્યું હતું ત્યાંથી ચેતવું હતું ને કે ભાઈ આપણી ફરજ
હા, છોકરાં બધાંને છે, પુત્ર છે, પણ બધા વ્યવહારનાં છે. નિશ્ચયનો કોઈનો છોકરો હોતો હશે ખરો ? કેમ બોલતાં નથી ? નિશ્ચયનો છોકરો હોય તો ઠેઠ સુધી એનું કરવું. ટકરામણ થાય તો ય વાંધો નથી, પણ નિશ્ચયનો છે ? એટલે કાયમનો છે ને, આપણો જ છે ને ?!
પ્રશ્નકર્તા : પણ હોતો જ નથી ને એવો.
દાદાશ્રી : આ તો ઘડી પછી, યે ક્યા હો ગયા ?! એટલે સહુ સહુને કર્મના ઉદયે નીકળી જવાનું બધું.
આ તો કહેશે, એટલો બધો સંપ છે કે અમે જુદા થઈએ એવાં છીએ જ નહીં. મેં કહ્યું, કરાર લખી આપો મને. ને સહીઓ લઈ આવો બધાંની. આ તો સારી રીતે નાણું આવે જાય છે ને ત્યાં સુધી. નાણું ખૂટ્યું એટલે શું થાય ? આ કહેશે, ‘તમે બગાડ્યું.” એટલે પેલો ભાઈ કહેશે, ‘તે મારા હારું કરતો હતો ? આ બધા હારું જ કરતો હતો.’ ‘પણ તમે આ બધું બગાડ્યું, તમને અક્કલ નહીં ને !' આ સંપ(!) માટે ચેતીને ચાલીએ કે ઉંમર લાયક થાય કે તમારે જુદું થઈ જાવ. કારણકે સંપનો વળી નિયમ હોય, એની બાઉન્ડ્રી હોય, લિમિટ હોય. ને નહીં તો પછી ઝઘડાં કર્યા પછી જુદા થઈએ. પછી સામાસામી મોઢાં ના જુએ, એના કરતાં આપણે સમજીએ કે હવે ધાણીઓ ફૂટવા માંડી. તાવડો ઉતારી દો, હડહડાટ ! નહીં તો આ ફૂટી ફૂટીને ફૂટમ્ ફૂટા થઈ જશે ! એટલે તાવડો ઉતારી દેવાનો. - વ્યવહારમાં યે ચોખ્ખું રહ્યા સિવાય મોક્ષ પામે નહીં. વ્યવહાર ચોખ્ખો જોઈશે, આદર્શ જોઈશે. આ તો સત્યુગની આપણી આદત હતી કે બધાએ સંપમાં રહેવાનું. કારણ કે સત્યુગમાં કંઈ ભાંજગડ હતી જ નહીં. દાદો બેઠો હોય ને તે દાદો કહે એ પ્રમાણે બધાં કર્યા કરે. પણ અત્યારે તો આ ? આ જીવાત તે કાંઈ પાંસરી રહેતી હશે? એના કરતાં સહુ સહુનું છૂટું, કારણ કે દરેકનો અહંકાર હોય ને, ટકરાયા વગર રહે નહીં. ટકરાય