________________
૫૦૦
મા-બાપ છોકરાનો વ્યવહાર
કહેવાય ?
મેં ય બાની સેવા કરેલી. વીસ વર્ષની ઉંમર હતી, એટલે જુવાનજોધ ઉંમર હતી. એટલે માજીની સેવા થઈ. બાપુજીને ખભે ચઢાવીને લઈ ગયેલા, એટલી સેવા થયેલી. પછી હિસાબ જડયો, મૂઆ આવા તો કેટલાય બાપુજી થયા. હવે શું કરીશું ? ત્યારે કહે, જે છે એમની સેવા કર. પછી ગયા એ ગોન. પણ અત્યારે તું એમની સેવા કર હોય તો, ના હોય તો ચિંતા ના કરીશ. બધા બહુ થઈ ગયા. ભૂલ્યા ત્યાંથી ફરી ગણો. મા-બાપની સેવા, એ પ્રત્યક્ષ રોકડું છે. ભગવાન દેખાતો નથી, આ તો દેખાય છે. ભગવાન ક્યાં દેખાય છે ? અને આ મા-બાપ તો દેખાય છે.
આદર્શ ઘરડાં ઘરતી જરૂરીયાત; જ્ઞાત સાથે બાકીતું રહે શાંત!
અત્યારે તો વધુમાં વધુ દુ:ખી હોયને તો એક તો ૬૫ વર્ષની ઊંમરના માણસો બહુ દુઃખી છે અત્યારે. પણ કોને કહે એ ? છોકરાંઓ ગાંઠતા નથી. સાંધા બહુ પડી ગયેલાં, જૂનો જમાનો ને નવો જમાનો. ડોસો જૂનો જમાનો છોડતો નથી. માર ખાય તો ય ના છોડે.
પ્રશ્નકર્તા : દરેક પાંસઠે એની એ જ હાલત રહેને.
દાદાશ્રી : હા. એવી ને એવી જ હાલત. આની આ જ હાલત.
એટલે ખરી રીતે કરવા જેવું શું છે આ જમાનામાં ? કે કોઈ જગ્યાએ આવા વડીલ લોકોને માટે જો રહેવાનું સ્થાન રાખ્યું હોય ને તો બહુ સારું. એટલે અમે વિચાર કર્યો હતો. મેં કહ્યું, એવું કંઈક કર્યું હોય ને તો પહેલું આ જ્ઞાન આપી દેવું. પછી એમને જમવા-કરવાની વ્યવસ્થા તો આપણે અહીં પબ્લિકને બીજા સામાજીકતામાં સોંપી દઈએ તો ચાલે. પણ જ્ઞાન આપ્યું હોય તો દર્શન કર્યા કરે તો ય કામ તો ચાલે. ને આ ‘જ્ઞાન’ આપ્યું હોય તો શાંતિ રહે બિચારાને, નહીં તો શા આધારે શાંતિ રહે ? તમને કેમ લાગે છે ?
પ્રશ્નકર્તા : હા, બરાબર છે.
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૫૩૧
દાદાશ્રી : ગમે એવી વાત છે કે નહીં ?
ઘરડાપણું અને પાંસઠ વર્ષની ઊંમરનો માણસ હોય ને, ઘરમાં રહેતો હોય ને, તે એને કોઈ ગણકારે નહીં એટલે શું થાય ? મોઢે બોલાય નહીં ને મહીં ઊંધાં કર્મ બાંધે. એટલે આ લોકોએ જે ઘરડાંઘરની વ્યવસ્થા કરી છે તે એ વ્યવસ્થા ખોટી નથી. હેલ્પીંગ કરે છે. પણ એને ઘરડાંઘર તરીકે નહીં, પણ બહુ માનભેર એવો શબ્દ મૂકવો જોઈએ કે માનભેર લાગે.
પ્રશ્નકર્તા : ફોરેનમાં પણ ઘરડાં જે હોય છે ને એ પ્રેમના ભૂખ્યા હોય છે એટલે મુશ્કેલી છે.
દાદાશ્રી : ત્યાં તો ૧૮ વર્ષથી છોકરાં જુદાં રહેવાનાં. એટલે ૧૮ વર્ષનો છોકરો જુદો થઈ જાય. પછી મળવા જ ના આવેને. ફોન ઉપર વાત કરે. એમને પ્રેમ જ નથી હોતો. આપણે અહીં તો ઠેઠ સુધી.
પ્રશ્નકર્તા : એટલે અહીંયા તો સારું છે.
દાદાશ્રી : અહીંયા તો બહુ સારું છે. પણ અહીંયા ય હવે બગડયું છે. બધા માણસોને નથી બગડયું પણ અમુક એવા પરસેન્ટ છે કે જે પાછલું હજુ છોડતાં જ નથી. તેથી મારે બોલવું પડે છે ને ‘એડજસ્ટ એવરીવ્હેર’. હા, એડજસ્ટમેન્ટ નહીં લો તો માર ખાઈને મરી જશો. આ જમાનો બહુ જુદી જાતનો આવે છે.
જૂનું તો એક જાતની ઘરેડ એવી બેસી જાય છે એ છૂટતી જ નથી પછી. આ ભઈ છે એમની જાતમાં એ બળવાખોર જ ગણાય છે. જૂના રીવાજો બધા ફગાવી દીધા છે નવા વિચારો ધરાવે છે. એમનું કહેવું છે કે નવાનું ધ્યાન કરો. તે લોકોએ એમને બળવાખોર કહ્યા.
પ્રશ્નકર્તા : એમની જ્ઞાતિમાં હજુ સંકુચિતતા છોડતા નથી. દાદાશ્રી : હવે બધે આ સંકુચિતતા છોડતા નથી.
હા, મૂળ આપણી ક્વૉલિટી જ છે ને, મૂળ ક્વૉલિટી ઉપર જતું રહેવાનું ને !