________________
પર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૫૩૩
જમાતા પ્રમાણે પૈડાંએ ચાલવું; તો થવાય સુખી નહિ તો દાઝવું!
તમે રોજ દંડવત્ કરો મા-બાપને; છોકરાં શીખીતે ઊઠાવશે લાભને!
પ્રશ્નકર્તા : છોકરાંઓનું બીજી બધી રીતે સારું છે, પણ જે નાનામોટાનો વિનય હોય તે બરાબર નથી. નાના-મોટાનો વિવેકમાં આવે એવું કંઈક કરો.
દાદાશ્રી : મા-બાપ મોડર્ન થાય તો તો વાંધો ના આવે. પણ મોર્ડન થતા નથી ને ? અગર છોકરાંઓ જૂનું સ્વીકાર કરે તો વાંધો ના આવે. એ સ્વીકાર કરવા તૈયાર નથી.
ખરો કાયદો શું કહે છે, કે જેવો કાળ આવે તેવું લોકોએ થવું જોઈએ. એટલે ફાધરે ફરવું જોઈએ. હા, અમે તો ફરી ગયાં છીએ, તદ્ન. ગમે તેવી હોટલમાં મુંબઈ તમે ગયાં હો, પણ અમે એમ ના કહીએ તમને કે આવું ના હોય આપણે. એવો વખત આવ્યો ત્યારે બદલ્યું. એ ક્યાં મતભેદ કરું હું રોજ ? વખત બદલાયો તે પ્રમાણે ચાલો. જે ભાષા હોય તે પ્રમાણે બોલાય. અત્યારે આ નાણું છે, તે આપણે કહીએ કે આ નાણું અમે લેવા આવ્યા નથી. કલદાર હોય તો આપ, નહીં તો નહીં. તો તે આપણને કહેશે, આ ગાંડો છે, આ મૂરખ છે. જે નાણું જે વખતે ચાલતું હોય તે નાણાંને એકસેપ્ટ કરવું જોઈએ. અત્યારે કલદાર માંગવા જઈએ તો શું થાય ? ગાંડો કહે કે ના કહે ? અને ત્યારે અમે કહીએ કે ના, બે રતલ જ આપો, તો ગાંડો કહે, એટલે આપણે છે તે જુનવાણીમાંથી નીકળી અને મોર્ડનમાં આવી જવું જોઈએ.
પ્રશ્નકર્તા : દાદા, મોર્ડનમાં તો આવીએ છીએ, પણ નાના-મોટાંનો જે વિવેક ને વિનય જોઈએ, તે નથી. આમ તો હું ય છોકરાં જેવડો જ થઈ જાઉં છું.
દાદાશ્રી : એ વિનય-વિવેક તો જૈનનાં છોકરાંઓ સાચવ્યા વગર રહે જ નહીં. તમને જૈનને કંઈ સામો ના થાય એકે ય છોકરો !
પ્રશ્નકર્તા : ના, સામા ના થાય.
તમારે ઘેર છોકરાંઓને કેવા સંસ્કાર પડે હવે ? તમે તમારા ફાધરમધરને નમસ્કાર કરો. આટલાં વર્ષે, ધોળાં આવ્યાં તો ય, તો છોકરાંના મનમાં વિચાર ના આવે કે બાપા તો લાભ ઉઠાવે છે, તો હું કેમ ન લાભ ઉઠાવું ? તો તમને પગે લાગે કે ના લાગે ?
પ્રશ્નકર્તા : લાગે છે.
દાદાશ્રી : અને પેલું તો આપણે જ આપણા ફાધર-મધરને પગે ન્હોતાં લાગતાં અને જોડે જોડે આપણે આપણી આબરૂ ખોતાં હતાં કે જોતાં ખોતાં ?
પ્રશ્નકર્તા : આપણું જ ખોતાં હતાં.
દાદાશ્રી : એટલે કયું સારું ? તમારા મા-બાપની તમે સેવા ના કરો તો પછી એને સરવાળે તમે શું જોશો ? એટલે પછી પોતાની જ ઘોર ખોદી છે ને ?
પ્રશ્નકર્તા: પણ આ તો ઘરની વાત છે કે ઘરમાં એકબીજાને પગે પડતાં હોય, કોઈ મોટા આપણા વડીલ આવે ને આપણે એને પગે પડીએ તો એનો લાભ થાય કે ના થાય ?
દાદાશ્રી : બહુ સારું, બહુ લાભ થાય. એટલે વિનય મોટામાં મોટો. ‘અક્રમજ્ઞાન’ લીધા પછી બધે ઘણાંખરાં ઘરમાં આવું થઈ ગયું.
એક ભઈ તે વધારે ભણતર તો ભણેલો, પણ જોડે જોડે પુસ્તક બધાં ખૂબ વાંચેલાં અને લેખક પાછો. એના ફાધરે ય ગ્રેજ્યુએટ થયેલા ! પણ એ ભઈ એના ફાધર માટે શું જાણે કે આમનામાં અક્કલ નથી. તે બેને રોજ કચકચ ટકટક થાય. અહંકાર લડે બેઉનો ય. પેલો ફાધર અહંકાર છોડે નહીં અને આ અહંકાર જામી ગયેલો. તે ખૂબ જામી ગયેલો બધો અહંકાર.
પછી આ ભાઈએ એણે જ્ઞાન લીધું આપણી પાસેથી. આપણે બોલાવીએ ‘નમો અરિહંતાણું, નમો સિદ્ધાણં' તો બધા બોલે, પણ એ બોલે