________________
પ૬૮
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
પ૬૯
પ્રશ્નકર્તા : હા, મોકલ્યા છે દાદા.
દાદાશ્રી : આપણે જો જાતે ના જવાય, જાતે જવાય નહીં તો પૈસા મોકલીને પણ હેલ્પ કરવી. આપણે હેલ્પ તો કરવી જ જોઈએ, એવું છોડી ના દેવાય એના કર્મ ઉપર.
છોકરાં જો ફરજ બજાવે ને તો છોકરાને ફાયદો શું મળે ? મા-બાપની જે છોકરાઓ સેવા કરે, તેને કોઈ દહાડો ય પૈસાની ખોટ આવે નહીં, એની જરૂરિયાત બધી મળી આવે અને ગુરુની સેવા કરે એ મોક્ષે જાય. પણ આજના લોકો મા-બાપની કે ગુરુની સેવા જ કરતાં નથી ને ? તે બધા લોકો દુઃખી થવાના.
છતાં મા-બાપથી એમ ના કહેવાય કે મેં તને દેવું કરીને ભણાવ્યો. કારણ કે આ ભણાવવું એ ફરજિયાત હતું. ફરજ બજાવવાની હતી, એમાં છૂટકો જ નહોતો. જેટલી ફરજો છે ને એ બધી ફરજિયાત છે. મરજિયાત આમાં એકે ય નથી. કશું ય મરજિયાત નથી.
ભગવાન દેખાય ક્યાં? થાય મા-બાપની સેવા જ્યાં!
કર્મો પર ન છોડાય કદિ; કરી છુટવી મદદ બનતી!
પ્રશ્નકર્તા : બધા પોતપોતાનાં કર્મો ભોગવે છે, તો આપણાં મા-બાપ બિમાર થયા હોય તો આપણે એમને એમનાં કર્મો ભોગવવા દેવાનાં, કઈ કરવાનું નહીં ?
દાદાશ્રી : ના, નહીં. આપણે કાં તો ત્યાં જવું, ચાકરી કરવી. ચાકરી ના કરવી હોય તો વગર કામનાં બોલબોલ કરવાનો અર્થ નહીં, છેટે રહીને તાલીઓ પાડવાની જરૂર નથી. તમે જો લાગણીવાળા હોય તો પહોંચી જાવ. લાગણીવાળાએ મા-બાપની સેવા કરવી જોઈએ અને લાગણી નથી તો અમથા અમથા બુમો પાડવી, એનો અર્થ નથી.
પ્રશ્નકર્તા : દાદા, પહોંચી જવાથી થોડા કંઈ એ લોકોના કર્મો ને પીડામાં ફેર થવાનો છે ?
દાદાશ્રી : એ ગપ્યું કહેવાય. ત્યાં પહોંચી જાવ એટલે કંઈ ત્યાં હેલ્પ થયા વગર રહે નહીં. એ તો ગણું માર્યું કહેવાય ! એ તો ગુનો કહેવાય. લાગણી થતી હોય તો ત્યાં પહોંચી જવું જોઈએ. લાગણી થાય ને કરવું નહી, અહીંથી બુમાબુમ કરવી એનો અર્થ નહીં અને લાગણીવાળા કોઈએ પૈસા મોકલ્યા ? એ લોકોના હેલ્પ માટે ઘણાં લોકો ગયા છે ત્યાં આગળ. એમના માટે પૈસા ખર્ચે. તે મોકલ્યા છે પૈસા ?
મા-બાપની સેવા કરવી એ ધર્મ છે. એ તો ગમે તેવો હિસાબ હોય પણ આ સેવા કરવી એ આપણો ધર્મ છે. અને જેટલો આપણો ધર્મ પાળીએ એટલું સુખ આપણને ઉત્પન્ન થાય. વડીલોની સેવા તો થાય એ થાય, જોડે જોડે સુખ ઉત્પન્ન થાય. મા-બાપને સુખ આપીએ તો આપણને સુખ ઉત્પન્ન થાય. મા-બાપને સુખી કરે એ માણસો કાયમ કોઈ દહાડો દુ:ખી હોતા જ નથી.
એક ભાઈ મને એક મોટા આશ્રમમાં ભેગા થયા. મેં તેમને પૂછ્યું કે, ‘અહીં ક્યાંથી તમે ?” ત્યારે તેમણે કહ્યું કે, “હું આ આશ્રમમાં છેલ્લા દસ વર્ષથી રહું છું.' ત્યારે મેં તેમને કહ્યું કે ‘તમારાં મા-બાપ ગામમાં બહુ જ ગરીબીમાં છેલ્લી અવસ્થામાં દુઃખી થાય છે.' ત્યારે તેમણે કહ્યું કે, એમાં હું શું કરું ? હું એમનું કરવા જાઉં તો મારો ધર્મ કરવાનો રહી જાય.’ આને ધર્મ કેમ કહેવાય ? ધર્મ તો તેનું નામ કે મા-બાપને બોલાવે, ભાઈને બોલાવે. બધાને બોલાવે. વ્યવહાર આદર્શ હોવો જોઈએ. જે વ્યવહાર પોતાના ધર્મને તરછોડે, મા-બાપના સંબંધને પણ તરછોડે, તેને ધર્મ કેમ કહેવાય ?
તમારે મા-બાપ છે કે નથી ? પ્રશ્નકર્તા : મા છે.
દાદાશ્રી : હવે સેવા કરજો, બરાબર. ફરી ફરી લાભ નહીં મળે અને કોઈ માણસ કહેશે, ‘હું દુઃખી છું.’ તો હું કહું કે તારા મા-બાપની સેવા કરને, સારી રીતે. તો સંસારના દુ:ખ તને ન પડે. ભલે પૈસાવાળો ન થાય, પણ દુઃખ તો ન પડે. પછી ધર્મ હોવો જોઈએ. આનું નામ ધર્મ જ કેમ