________________
પ૬૦
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
પ૬૧
લોકોનું કલ્યાણ કરશે.
પ્રશ્નકર્તા : આવું પોતાનું કર્યું જાય તો સ્વાર્થીપણું કહેવાય !
દાદાશ્રી : આ સ્વાર્થી ખાસ થવાનું છે. આપણે આને માટે સ્વાર્થી ખાસ થવાનું છે અને આ જગત તો પરાર્થી એટલે પારકાંને માટે બેફામપણે જીવે છે !
મોટા મશીનમાં બહુ બધું કામ કરે છે બોલ્ટ-નટ, એટલું આ ડૉકટરો કરી શકતા નથી, વકીલો કરી શકતા નથી. બોલ્ટ, નટ જે સર્વીસ આપે છે મોટા મશીનમાં જબરદસ્ત, એના વગર ફરે નહીં. એટલે આને શું તમે સમજો છો ? મશીનરી છે આ તો બધી, મિકેનીકલ એડજસ્ટમેન્ટ અને પછી પોતાનું ઠેકાણું નહીં. કોઈ ડૉકટર, સેવા કરનારો ડૉકટર ખોળી લાવો. થોડાક હશે બે-ચાર-પાંચ જણા હશે, હિન્દુસ્તાનમાં. બાકી બધાં પૈસા કમાવા માટે.
પ્રશ્નકર્તા : મિશનરીઓ હોય છે (ક્રિશ્ચિયનમાં), તેમાં આમ બધું રચનાત્મક બધું કરે છે એવું કરવું જોઈએને.
દાદાશ્રી : હા. હા. ક્રિશ્ચિયનોને માટે બરોબર છે. એ રીતે બરોબર છે. આપણે અહીં આ મિશનો બધા બરોબર છે. આપણે અહીંને માટે જ આ વાત છે. બહારને માટે અહીં વાત નથી. અહીં જો ગ્રેજ્યુએટ થયેલો હોય અને બીજું ગમે તે ભણેલો હોય પણ અહીં આવીને પડી રહે તો કલ્યાણ છે અને બીજે બધે બહાર તો એમને કામ જ કરવું જોઈએ. ડૉકટર હોય એ ડૉકટરની લાઈન કરવી જોઈએ. ડૉકટર અને હજામત કરનાર એમાં ડીફરન્સ કશું કોઈ જાતનો હોતો નથી. ડૉકટરની અછત છે અને પેલાની છત છે. એટલો જ ફેરફાર છે એક કલાકના ત્રણ ડોલર આપે છે અને સેવીંગ કરનારને ફોરેનમાં છ ડોલર અડધા કલાકના આપે છે, અછત છે. વકીલ હોય, ડોકટર હોય, મોટા માણસ કહેવાયને ? એમાં શક્તિ હોય ખરી ? આ તો નિર્બળ થતો જાય છે. પછી બૈરી ટેડકાવે છે. ડૉકટરને, વકીલોને, જજોને, બધાને બૈરીઓ ટેડકાવે છે. મને હઉ !! જય સચ્ચિદાનંદ ! બહુ થઈ ગયું ! આપણી શક્તિ હોવી જોઈએ.
પ્રશ્નકર્તા : મારો સોસાયટીને લાભ નહીં કંઈ, આટલો હું ભણ્યો,
તો સોસાયટીને નકામું જશે ખરું. હું અહીંયા આવી જઉં. દાદા પાસે જ રહું. પણ મેં જે આટલું એ કર્યું. એમાં સોસાયટીને શું મળ્યું ?
દાદાશ્રી : સોસાયટીને લાભ તો, તમે શું આપનારાં ? પ્રશ્નકર્તા : ના. એ જનરલ પૂછે છે.
દાદાશ્રી : એટલે કોઈ માણસ આપી શકેલો નહીં. હું આ લોકોને શું કહું છું, બહાર કહેશો નહીં, આખા વર્લ્ડને. પુસ્તકમાં લખ્યું છે કે આખું વર્લ્ડ ટોપ્સ છે. ટી.ઓ.પી.એસ.
પ્રશ્નકર્તા : ભમરડો.
દાદાશ્રી : તો શું સેવા કરવાનાં છો તે ? કેમ ટોપ છે ? શાથી? પ્રકૃતિ નચાવે છે તેમ નાચે છે અને પોતાને આ સત્તા નથી. આ ‘જ્ઞાન’ લીધેલા તો સત્તા પોતાની ધરાવે છે ! ‘હું શુદ્ધાત્મા છું', તે શુદ્ધાત્માને આધારે આ કહે છે. એટલે આ ‘ટોપ” શું સેવા કરે ? પણ છતાં ય એ આપણે અહીં આને માટે જ છે આ વાત ? આ બાઉન્ડ્રી માટે છે. બહાર તો અમે કહીએ કે તમારે સેવા જ કરવી. બહાર તો અમે શું કહીએ કે સારી સેવા કરજો, માનવ સેવા. એટલું કહીએ. એ મોટામાં મોટી ફરજ છે. આ તો અહીંને માટે છે. દશ-દશ હજાર માણસોને સુધારી શક્યા.
પ્રશ્નકર્તા અમારું બધું ચિત્ત ને માઈન્ડ અહીંયા હોય, અને બહાર રહીને કોઈને કામમાં લાગી શકે ને ?
દાદાશ્રી : કામમાં ? પોતાની બૈરીને કામ લાગતો નથી, તો બીજાને શું કામ લાગવાનો છે તે ?
પ્રશ્નકર્તા : અમેરીડ છે.
દાદાશ્રી : પૈણ્યા પછી મને કહેજે તું. તારી વાઈફને જ તું કામ લાગે એવો નથી. આ અત્યારે આ કળિયુગમાં શું કામ લાગશે ? કોક સેવાભાવી હોય ત્યારે વહુ પજવતી હોય ઘેર ! એવિડન્સ એવા ને બધા ! આ મને અત્યારે આ હિરાબાએ મોકલ્યો ત્યારે છૂટા થયા.
પ્રશ્નકર્તા : એક એવો વખત આવી જાય કે બધા જ આમાં લાગી જાય તો બધા કામ કરનાર કોણ રહેશે ?