________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
દાદાશ્રી : હા... કામ કરવાની જરૂર જ નથી. એ જ્યાં આત્મા છે ત્યાં હરેક ચીજ છે. આત્મા જો થઈ ગયો તો અનંત શક્તિ છે ! આ તો અજ્ઞાન છે, અને અજ્ઞાન છે એટલે મહેનત કરવી પડે છે. કોઈ ડૉકટરને આપણે અપમાન કરીએ. તો ડૉકટરને ઊંઘ આવશે ?
૫૬૨
પ્રશ્નકર્તા : નહીં આવે.
દાદાશ્રી : નિર્બળતા ! નિર્બળ માણસ શું કરવાનો છે ? શું સેવા કરવાના છે ? આ સબળ માણસોને તમે ઘોલ મારો તો ય ઊંઘી જાય. ઇન્કમટેક્ષનો કાગળ આવ્યો હોય અજ્ઞાનીને તો આખી રાત રહે અને તમને (મહાત્માઓને) આવ્યો હોય તો ‘વ્યવસ્થિત’ કહીને સૂઈ જાવ ! ફેર પડી જાય કે ના પડી જાય ?! જેને કંઈ જ્ઞાન છે એનું એડજસ્ટમેન્ટ લઈ શકે ને. એટલે આ પોતાની નબળાઈ જતી રહે બધી. પણ નબળો માણસ શું સેવા કરી શકે આ જગતની ?
મા-બાપતી કરવી સેવા ખૂબ; એ અવળું બોલે તો ય રહે ચૂપ!
પ્રશ્નકર્તા : આ જે બેનો છે, એમને અત્યારે આપ એવું કંઈક કહો કે જેથી કરીને એમને પોતાને લાભ થાય અને સમાજને પણ લાભ થાય.
દાદાશ્રી : આ બેનોના બધાં પ્રતિક્રમણ વાંચ્યા, બહુ ભાંજગડો હોતી નથી એમને. બહુ ત્યારે મા-બાપની જોડે કે ભાઈ જોડે ભાંજગડ થયા કરે છે, મા-બાપ બોલે ને એટલે આ ગુસ્સે થયા કરે. ને આ આવડું બોલે એટલે મા-બાપ પછી પાછું બીજે દા’ડે ટાઢાં પડી જાય. તે રાગ-દ્વેષથી ઊભું રહ્યું છે. તે મા-બાપનો જો ગુણ માને આ લોકો કે મા-બાપે આપણને અવતાર આપ્યો છે ને એ અવતાર મોક્ષને માટે લાયક છે. તો આવો ઉપકાર ભૂલે નહીં. મા-બાપનો ઉપકાર જો ભૂલે તો આવું એમના સામું થાય. નહીં તો એ ગમે તે કહે, પણ એ ઉપકારી છે. ઉપકારી બોલે તેનું ‘લેટ ગો’ કરવું પડે. એવું જો સમજવામાં આવે તો ઉકેલ આવે, નહીં તો આનો ઉકેલ જ નથી આવે એવો. જો મારું અસ્તિત્વ હું જાહેર કર્યા કરું, એનો અર્થ જ નથી. મા-બાપ પોતે મોટાં કરે છે એ કંઈ ગમે તે ફરજીયાત હશે, ભલે
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૫૬૩
ફરજીયાત હશે, તમારા પુણ્યના આધારે છે એ પણ વ્યવહારમાં દેખાય છે. પણ છતાં ઉપકારી છે એ. એટલે ઉપકારીનો ઉપકાર ઓળંગવો ના જોઈએ. એમના તરફે કંઈ પણ ભાવ ના બગડે અને બગડે તો પશ્ચાતાપ કર્યા જ કરવો પડે.
જે માણસ મા-બાપનો દોષ જુએ, એમનામાં કોઈ દા'ડો ભલીવાર જ ના આવે. પૈસાવાળો થાય વખતે, પણ એની આધ્યાત્મિક ઉન્નતિ ક્યારે પણ ના થાય. મા-બાપનો દોષ જોવાય નહીં. ઉપકાર તો ભૂલાય જ શી રીતે ? કોઈએ ચા પાઈ હોય તો ઉપકાર ભૂલાય નહીં. આપણે તો માબાપનો ઉપકાર તો ભૂલાય જ શી રીતે ?
તું સમજી ગયો ? હું... એટલે બહુ ઉપકાર માનવો જોઈએ. સેવા બહુ કરવી. ફાધર-મધરની બહુ સેવા કરવી જોઈએ. એ અવળું બોલે તો આપણે એને શું કરવાનું ? ઇગ્નોર કરવાનું એ અવળું બોલે તો, કારણ કે મોટા છે ને ! કે તારે અવળું બોલવું જોઈએ ?
પ્રશ્નકર્તા : ના બોલવું જોઈએ. પણ બોલી જવાય તેનું શું ? મિસ્ટેક થઈ જાય તો શું ?
દાદાશ્રી : હા, કેમ લપસી નહીં પડાતું ? ત્યાં પાકો રહું છું અને એવું લપસી પડયું તો તે ફાધરે ય સમજી જશે કે આ લપસી પડયો બિચારો. આ તો જાણી જોઈને તું એ કરવા જઉં, તો ‘તું અહીં કેમ લપસી પડયો ?' તે હું જવાબ માંગું. ખરું-ખોટું ? એટલે એઝ ફાર એઝ પોસીબલ આપણને હોવું ના ઘટે અને તેમ છતાં ય તારાથી, તારી શક્તિ બહાર થઈ ગયું હશે તો તો એ બધાં સમજી જશે, કે આવું કરે નહીં આ.
એમને ખુશ રાખવા. એ તને ખુશ રાખવા ફરે કે નહીં ? તને સુખી રાખવાની ઇચ્છા ખરી કે નહીં એમને !
પ્રશ્નકર્તા : હા.
પ્રશ્નકર્તા : દાદા ઘણીવાર એવું થાય કે મારી કંઈ ભૂલ જ નથી. કો'ક વાર ભૂલ મારી મને ખબર પણ પડે અને ઘણીવાર મારી કંઈ ભૂલ થતી જ નથી, એમનો જ વાંક છે એવું લાગે.