________________
૫૫૮
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
પપ૯
બળવાખોર બનાવવો એ ગુનો છે.
બાકી બાપા તો એવી છોકરી ખોળી લાવે કે એને દેખાડતાની સાથે પેલો પૈણવાનું ના કહેતો હોય તો ય પૈણી જાય. આ ભગવા પહેરી પહેરીને જ સંસારી થાય છે પાછાં. એક-બે-ચાર અવતાર ભગવાં, ને પાછું આ સંસારમાં પેસે ! એટલે આમને બધાને અભ્યાસ જ છે અને આ છોકરાં એમનો અભ્યાસ જ બોલી રહ્યા છે એનો અને આ સાહેબ છેને તે હલ ભગવાં પહેરી લે એવો છે !!
પોતાનું' સુધર્યું તે જ અન્યતું સુધારે; કષાયોથી મૂંઝાયેલો અત્યતું શું ધોળે?
પ્રશ્નકર્તા: નહીં પણ, સામાજીક જીવનની વાત જ્યારે આવે ને ત્યારે વર્તન તો એવું હોવું જોઈએ ને આપણું ! ભલે એ ધ્યેય, અલબત્ત જે જગતકલ્યાણનો ધ્યેય હોય કે જે ઊંચામાં ઊંચો ધ્યેય હોય, દાદાનું ધ્યેય બધાં કરતાં ઊંચું છે, પણ છતાં ય વર્તન કોઈ કહી શકે નહીં કે દાદાના વર્તનમાં જ્યાં કિચિંતુ માત્ર પણ કોઈ ભૂલ હોય. કોઈ જીવને પણ કિચિંત્માત્ર દુઃખ આપી શકે એ દાદા નહીં.
દાદાશ્રી : વર્તન ઊંચું જોઈએ, ઊંચામાં ઊંચું જોઈએ. તેથી લખ્યું ને પેલા વાણી, વર્તન ને વિનય મનોહર હોય !
પ્રશ્નકર્તા: હા, પ્રેમથી જીતીને જે કંઈ કરવું હોય તે કરી શકાય. દાદાશ્રી : હો પ્રેમથી જીતીને, પ્રેમથી જીતીને.
પ્રશ્નકર્તા : એને વિશ્વાસમાં લેવા પડે. એ નક્કી વાત છે કે મારે કંઈ નથી આ. મારે ભાવ નથી આ, મને સંસારનો ભાવ નથી, મને આ પ્રમાણે નથી રહેવું, મને પ્રેમથી રજા આપો ને મને આ પ્રમાણે કરવું છે, એમ તો કરવું જ જોઈએ ને ?
દાદાશ્રી : ના, એ લઢીને કરે એનો અર્થ જ નહીં, જેનાથી માબાપના મનમાં દુઃખ થયું. એવું છેને, આંકડો તોડી નાખવો અને આંકડો છોડી નાખવો, એ બેમાં ફેર બહુ છે. એ આંકડો ના તોડાય. કોઈ પણ સંજોગોમાં આંકડો તોડાય નહીં.
પ્રશ્નકર્તા : જો કે આ બધાનો ધ્યેય બહુ ઊંચામાં ઊંચો, બહુ ઊંચો ભોગ આપી દેવાનો છે. કુરબાની આપી દેવાની હોય, એટલો ઊંચો ધ્યેય છે. છતાં ય આ એક ફરજ કર્તવ્ય આવી જાય છે.
દાદાશ્રી : હા, આંકડો આમ ખેંચીને તોડી નાખીએ, એ કંઈ રીત નથી, સામાને અસર થઈ જાય. એટલે દુઃખ ના થાય, એટલું જોવું જોઈએ અને મા-બાપ તો છોકરાંને દુ:ખ કરવાનો પ્રયત્ન કરે જ નહીં, કોઈ દહાડો ય ! એ એમના હિતમાં જ હોય.
અને મા-બાપે જોડે જોડે જોવું જોઈએ કે કમીંગ ઇવેન્ટસ્ કયા પ્રકારના છે, એ પણ ના જોવું જોઈએ ? આપણે ઝૂડઝૂડ કરીએ, એમાં શું સ્વાદ કાઢવાનો? ગૂડઝૂડ કરે તો છોકરો બળવાખોર થઈ જાય. છોકરાને
પ્રશ્નકર્તા : કોઈ યુવાન ડૉકટર કે એન્જનીયર હોય એને ઘણો ખર્ચો ને ઘણો ભોગ આપીને, સામાજીક પણ, બધા એનાથી એ ડૉકટરએજીનીયર થયો પછી અહીં સત્સંગમાં આવ્યો. સમજો કે એ બીજું છોડીને આમાં લાગી જાય, એ જસ્ટીફાઈડ થઈ શકે, એ વ્યાજબી ખરું? - દાદાશ્રી : એ જ વ્યાજબી છે થઈ શકે તે જ વ્યાજબી. ન થાય તે ગેરવ્યાજબી. અહીં એકલું જ, આ એકલું જ છે. બાકી બીજે બધે ગેરવ્યાજબી. બીજે બધે તો અવતાર બગાડ્યો, વખતે બગાડયો, ને કાળે ય બગાડ્યો.
પ્રશ્નકર્તા : પણ, આ તો ગુનો ના કહેવાય.
દાદાશ્રી : નહીં. આ ‘જ્ઞાની પુરુષ' મળ્યા પછી બહાર જવું એનું નામ ગુનો.
પ્રશ્નકર્તા : સમાજનો ?
દાદાશ્રી : સમાજના ગુનેગાર કોણ ? સમાજના ગુનેગાર જે સમાજને હેલ્પર દેખાય છે ને તે ગુનેગાર છે ! હેલ્પર તો આ લોકો છે.
પ્રશ્નકર્તા : આવું થાય, તેનાં કરતાં કન્જકટીવ સામાજીક કામ કરે. અહીં આવી જગ્યાએ બેસી રહે એનાં કરતાં અમુક જગ્યાએ...
દાદાશ્રી : ના. એ પછી જાનવરમાં જવું, એનાં કરતાં આ તો