________________
૫૫૬
મા-બાપ છોકરાનો વ્યવહાર
કરવું પડે.
પ્રશ્નકર્તા : સંસારમાં પહેલી ફરજ તો આ જ કહેવાયને, મા-બાપને કિંચિત્ માત્ર દુઃખ ન થાય, મન-વચન-કાયાથી કોઈપણ રીતે, એ પહેલી
વાત.
દાદાશ્રી : દરેકની, મા-બાપ એકલાની નહીં. કાકો, મામો, ફૂવો બધાની, દરેકની. અને બાપે છોકરાંની, છોકરાની વહુની, છોકરાં-વહુની જોડે ‘કેવી રીતે ફરજ રાખવી' એ બાપે સમજવું જોઈએ. બધાં જોડે ફરજ બજાવવાની છે.
છોકરાનું કેરીયર કર્મ પ્રમાણે; છોકરાંતું ત ચાલે મા-બાપના દબાણે!
પ્રશ્નકર્તા : હવે કોઈ વિચાર કરે કે નહીં, મારે તો આ જગતકલ્યાણ માટે જ જવું છે, જગતકલ્યાણ કરવું છે, તો મા-બાપનું મારે ક્યાં જોવા જરૂર છે ?
જ હતી.
દાદાશ્રી : એવું છે ને, મારે ડૉકટર થવું છે એમ કહેને તો બાપ શું કહે ? ‘ના, આપણી દુકાને જ બેસવાનું તારે.' ત્યારે પેલો કહે, ‘મારે ડૉકટર થવું છે.’ હવે એના કર્મ ઉદય ડૉકટર થવાના છે અને બાપ છે તો દુકાને બેસાડવા ફરે, અનાજ-કરીયાણાની. એ ત્યાં આગળ આપણે એને છોકરાંને જોયા કરવું જોઈએ કે આનામાં શું શું ઇચ્છાઓ છે આની, જે ઇચ્છાઓ થશે ને તે કર્મના ઉદય બોલે છે. ‘કમીંગ ઇવેન્ટસ્ કાસ્ટ ધેર શેડોઝ બીફોર.' તે આપણે સમજી લેવું જોઈએ. તે એણે ના સમજવું જોઈએ ? એને ના સમજે તો ઊલટું પઝલ ઊભાં થશે બધાં ! કર્મના ઉદય આગળ તો કોઈનું ચાલે નહીં, દશરથ રાજાની ઇચ્છા ન્હોતી એવી કે રામચંદ્રજી વનમાં જાય. આ વનવાસ જવાનો પ્રશ્ન ઊભો થયો. પણ છૂટકો જ નથી ને !
પ્રશ્નકર્તા : રામનો મા-બાપ પ્રત્યેનો પરમ વિનય ને ભક્તિ તે જુદી
મા-બાપ છોકરાનો વ્યવહાર
ને !
૫૫૩
દાદાશ્રી : હા, પણ જુદી હતી તો ય પણ એમાં તો ચાલે જ નહીં
પ્રશ્નકર્તા : છતાં એમાં મા-બાપને દુ:ખ આપવાનો જરા ય ભાવ નહોતો.
દાદાશ્રી : અને બાપની ઇચ્છા ન્હોતી એવું દુઃખ કરવાની ! બધું કર્મના ઉદયને આપણે ‘એક્સેપ્ટ’ કરવું પડશે, ‘કમીંગ ઇવેન્ટસ્ કાસ્ટ ધેર શેડોઝ બીફોર.’
એટલે એ ગ્રેજ્યુએટ થવાનો હોય, તેને વિચાર આવ્યા કરતો હોય, આપણે પૂછીએ વારે ઘડીએ. એ જ વિચાર તને આયા કરે, બીજા કોઈ નહીં ? અલ્યા, વકીલ થવું નથી ? ત્યારે કહે, ના, મારે ડૉકટર થવું છે. એટલે આપણે જાણી જઈએ કે આ કૉઝ છે, ઇવેન્ટસ છે આ બધું. એટલે આપણે એને કરીયાણાની દુકાને બેસવાનું કહેવાનું બંધ કરવું જોઈએ.
પ્રશ્નકર્તા : એટલે મા-બાપે છોકરાંને માટે સમજવું જોઈએ કે છોકરાંઓને કઈ લાઈન જોઈએ છે ? ડૉકટરની લેવી છે, એન્જીનીયરીંગ લેવી છે. એને સમજવાની કોશિષ કરવી જોઈએ.
દાદાશ્રી : ના, એનામાં શું છે તે, “કમીંગ ઇવેન્ટસ કયા છે’ એ જોવું જોઈએ અને અહીં તો કરીયાણાની દુકાને બેસાડી દે, તો એમાં ભલીવાર ના આવે, ના આમાં ભલીવાર આવે !’
તમારામાં, જૈનોમાં કહે છે ને, છોકરી ૧૮ વર્ષની થાય છે, બહુ શ્રીમંત હોય તે કહે છે, મને આ સંસાર ગમતો નથી. એટલે એના માબાપ કહેશે કે બેન, એમાં તો બહુ દુ:ખ પડે. એમાં તો મહાન ઉપાધિઓ, આ તો બધું, બાપ કહેવાનું બધું કહી ચૂકે. પણ દ્વેષપૂર્વક નહીં અને છોકરીને શી રીતે સુખ થાય અને એના કર્મના ઉદય છે, છૂટવાના નથી. આપણાં પેલા ભાઈ છે, તેમની છોકરી મારી પાસે બે-ત્રણ વખત તેડી લાવ્યા, દીક્ષા ના લે એટલે માટે. પણ છતાં ય એ છોકરી કહે છે, ‘મારે દીક્ષા જ લેવી છે, મેં દાદાનું જ્ઞાન લીધું ખરું, પણ મને તો દીક્ષા જ લેવી છે.’ એટલે એમના કર્મના ઉદય એવા છે એટલે એ પ્રમાણે કર્યું અને કર્મના ઉદયની બહાર થવાનું જ નથી, એવું છે.