________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૫૫૫
ના કહેવી, છોકરીઓ કહેવી.
મા-બાપતા કહ્યામાં જે રહે. સ્વાધીનતાનું સુખ અંતે લહે!
૫૫૪
મા-બાપ છોકરાંનો વ્યવહાર દાદાશ્રી : એ તો અત્યારે વિનય ધર્મની વાત કરે છે. વિનય ધર્મ તારે કેવો રાખવાનો ? તું શું કહું છું ?
પ્રશ્નકર્તા : બરાબર છે, વિનય હોવો જ જોઈએ. દાદાશ્રી : બહાર પણ હોવો જોઈએ, તો ઘરમાં કેવો હોવો જોઈએ ? પ્રશ્નકર્તા : આદર્શ હોવો જોઈએ.
દાદાશ્રી : એટલે હવે તારાથી નીકળી જાય છે, શબ્દો નીકળી જાય છે એ વાત ઉપરથી કહીએ છીએ. પણ એની પાછળ જાગૃતિ, આપણું જ્ઞાન હોય એટલે તરત માફી માંગી લઈએ. એટલે એને ઘા ના લાગે.
પ્રશ્નકર્તા : હા. દાદાની હાજરીમાં ક્ષમા માંગું છું. દાદાશ્રી : બસ, તારું કામ થઈ ગયું. બસ.
પ્રશ્નકર્તા : આ બધાંયના મા-બાપો ભેગા છે ને છોકરાઓ છે, તો આ સામાજીક જીવન એમને જીવવું કેવી રીતે ? મા-બાપે કેવી રીતે જીવવાનું, છોકરાએ કેવી રીતે જીવવાનું, આ એક મોટો કોયડો થઈ ગયો છે, તો આ એવો કંઈ રસ્તો નીકળવો જોઈએ કે એમને સમજાય કે સામાજીક જીવન કેવી રીતે જીવે ?
દાદાશ્રી : પરસ્પર બધાને સુખ આપવાનો પ્રયત્ન કરે. ને દુઃખ તો આપવું જ નહીં. સુખ જ આપવાનો પ્રયત્ન કરે.
પ્રશ્નકર્તા : સુખની વ્યાખ્યા ? કેવી રીતે આપવું ?
દાદાશ્રી : એ મા-બાપને ગમે એ રીતે પોતે વર્તે, પોતે એમના આધીન જ રહેવું પડે, આ જ્ઞાન હોયને, તો આત્મા છૂટો પડતો જાય એનો. છોકરાઓ બાપના આધીન વર્યા કરે, બાપના કહ્યા પ્રમાણે, ના ગમે તો ય બાપના આધીન વર્યા કરે, પછી વિચાર કરે, તો એને શાંતિ વળે, સુખ થાય મહીં, અવળો જો ના ચાલે તો. એ સુખ ક્યાંથી આવ્યું ? ત્યારે કહે, આ પરાધીન હતું. તે દુ:ખ જ હતું. સ્વાધીનપણાનું પછી સુખ ઉત્પન્ન થાય
બાપતો “દી' અજવાળે એ દીકરો; ઝંઝટ છોડાવે બધી એ ખરો!
મહીં.
તમારે છોકરાં છે કે નથી ? કેટલાં છે ? પ્રશ્નકર્તા : ત્રણ દીકરીઓ અને બે દીકરા.
દાદાશ્રી : દીકરા ના કહેશો. દીકરા આ વખતમાં કહેવાય નહીં બનતાં સુધી. છોકરા કહીએ એટલે પછી ભાંજગડ તો નહીં !
પ્રશ્નકર્તા: કેમ ?
દાદાશ્રી : દીકરા કોને કહેવાય ? જે દીવો કરે, ‘દી’ અજવાળે આપણો . આપણો દી' અજવાળે અગર દીવો કરે. એ દીકરા અને છોકરા એટલે છોય વાળે.
પ્રશ્નકર્તા : દાદાનું ભાષાંતર જુદી જાતનું છે. દાદાની ભાષાનું જ્ઞાન તન્ન જૂદું છે.
દાદાશ્રી : એટલે એનાં કરતાં છોકરા કહેવા સારું. સત્યુગમાં દીકરા કહેવાતા હતા. અત્યારે કળિયુગમાં દીકરા કહીએ તો આપણે મૂર્ખ બનીએ કો'ક દા'ડો. એટલે છોકરા કહેવા બહાર કે બે છોકરા છે અને દીકરીઓએ
પ્રશ્નકર્તા : એ સ્વાધીનપણાનું સુખ કેવી રીતે ઉત્પન્ન થાય ?
દાદાશ્રી : બાપના કહ્યા પ્રમાણે ચાલે. તો પરવશતા તો પોતાને લાગે કે આ પરવશતા છે, પણ પછી સુખ લાગે એમાં.
પ્રશ્નકર્તા : એટલે મા-બાપના કહ્યા પ્રમાણે ચાલવું જોઈએ. એ નક્કી વાત થઈ.
દાદાશ્રી : ચાલવું જ જોઈએ ને ! સંસાર એનું નામ જ કહેવાય. પ્રશ્નકર્તા : એટલે મા-બાપનો રાજીપો મેળવવો જોઈએ ? દાદાશ્રી : ત્યાં તો મા-બાપનો રાજીપો મેળવવો જોઈએ, બધું ય