________________
પપર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૫૫૩
દાદાશ્રી : વર્તન ? કઈ બાબતમાં ખરાબ છે ? પ્રશ્નકર્તા : એ વિનય-વિવેક નથી રાખતો. દાદાશ્રી : એ ખોટું કહેવાય. પ્રશ્નકર્તા મા-બાપ સાથે જે વિનય-વિવેક જોઈએને તે નથી જરા
દાદાશ્રી : સેવા તો કરવી જ જોઈએ. સેવા તો, હા કરવી જોઈએ.
પ્રશ્નકર્તા: એમની સેવા કરવી જોઈએ ને નિર્મળ પ્રેમથી, પ્રેમથી, વિનયથી, પરમ વિનયથી.
દાદાશ્રી : એ બધું સો ટકા. પ્રશ્નકર્તા : એમનો પ્રેમ સંપાદન કરવો જ જોઈએ. દાદાશ્રી : હા, તે વાંધો નથી. પ્રશ્નકર્તા : લગ્ન બાજુમાં છોડી દઈએ આપણે, લગ્નની વાત નહીં.
દાદાશ્રી : ના, એ લગ્ન બાજુએ હોય તો કશો વાંધો નથી. એ શું કહે છે, “હું નથી પૈણવાનો’ એ વાત નક્કી છે. બાકી બધી ફરજો પૂરી કરવાની.
પ્રશ્નકર્તા : પણ બાકીની ફરજો તો બજાવવી જ જોઈએ ને !
દાદાશ્રી : અને એવો ખરાબ નથી એ. પછી હવે તેમ છતાં ય જો આંટી ના ઉકલતી હોય, તો બન્નેના કર્મના દોષ. જે હોય તે ભોગવવાનું. ઉદય કર્મ કોઈને છોડે નહીં ને !
મા-બાપને સમજાવી લેવી સહી: તેને જ સાચી દીક્ષા મહાવીરે કહીં!
દાદાશ્રી : ના, એ ના હોવું જોઈએ, ખોટું કહેવાય. સો ટકા રોંગ છે, ચાલે નહીં. વિનયી વર્તન ઊંચું હોવું જોઈએ. મા-બાપનો ઉપકાર કેમ ભૂલાય ? ઉપકાર ભૂલાય નહીં.
પ્રશ્નકર્તા : ઘણી વખત એ તો એવા શબ્દ બોલે છે ને તે મને બહુ આઘાત લાગે છે. એટલે આમ આખો દિવસ મને પછી ગભરામણ થાય ને એવું બધું થયા કરે.
દાદાશ્રી : આ નોંધ રાખતો નથી, મધર જે બોલે છે તે રેકર્ડ બોલે છે તે ! જ્ઞાનપૂર્વક નોંધ-બોંધ કરવી જોઈએ. એવું અહીં ચાલે નહીં. મારી નાખે તો મરી જવું જોઈએ, પણ તે મા-બાપનો વિનય-વિવેક ના તોડાય.
પ્રશ્નકર્તા : હું એકસેપ્ટ કરું છું, દીકરા તરીકે મારા વિનયવિવેક નથી બરાબર. પણ એવા સંયોગો આવી જાય છે કે બોલાઈ જવાય છે, મારી ઇચ્છા નથી હોતી, પણ બોલાઈ જવાય છે. એનું પ્રતિક્રમણ પણ કરું છું, પણ બોલાઈ જવાય છે કોઈ વખત.
- દાદાશ્રી: એ તો માફ કરી દેવું તરત બોલાઈ જવાય, પણ આપણે જ્ઞાન” જે છે તે હાજર થઈ જાય, ક્યાંક ભૂલ થઈ કે તરત માફી માંગી લેવી જોઈએ કે આ બોલાઈ ગયું એ ભૂલ થઈ. મમ્મીને કહેવું કે ફરી આવી ભૂલ નહીં કરું. આ તો મને ખરાબ લાગે. અમારી કેળવણી આવી હશે ? અમને એવું થાય. બહારનાંને ત્રાસ નથી આપવાનું ત્યારે આ તો ઘરનાં બધા...
પ્રશ્નકર્તા : દાદાના જે આજ્ઞાંકિત હોય, એ તો ઘરમાં તો એકદમ વાતાવરણ પ્રફુલ્લિત જ હોવું જોઈએ. પણ આ તો કહે, એના મગજ ઉપર કાયમ બોજો જ રહ્યા કરે છે.
આ ચોખવટ કરી લેવું સારું, જે જે પ્રયોગ કરે એ સમજાવીબુજાવીને ! અમે તો એવું કહી છૂટીએ કે તમને દુ:ખ ના હો.
પ્રશ્નકર્તા ઃ આમની જે ફરિયાદ છે, એ બરાબર છે ? એ કબૂલ કરે છે કે મારી ભૂલો છે.
દાદાશ્રી : હવે બને એટલું સમજાવીને કામ લેવું, કશું મારી-ઠોકીને બેસાય એવું નથી. છોકરાને મારી-ઠોકીને થાય નહીં. એ મારી-ઠોકીને થાય ? પહેલાં સાત-આઠ વર્ષના હતા, તો મારી-ઠોકીને થાય.
પ્રશ્નકર્તા : દાદા, એનું વર્તન સુધરે ને તો મને શાંતિ લાગે.