________________
૫૫૦
મા-બાપ છોકરાંનો વ્યવહાર
(૧૯) સંસારમાં સુખ સધાય સેવાથી !
દાદાશ્રી : સળી કરતા હશો ? પ્રશ્નકર્તા : ના, હવે સળી બંધ કરી દીધી.
દાદાશ્રી : ત્યારે સારું. મોક્ષે જવાને માટે મદદ કરવાની જરૂર છે, બે જણ હોય તો ! અને બે ના હોય તો એકલો હોય તો એકલો, પણ પછી બે હોય તો ઉત્તમ ને ! જોડીયું હોય તો તો સારું ને ? બે પૈડા વગર ગાડું શી રીતે નભે તે ? ભલેને “ચકુર ચકુર” બોલતું હોય પૈડું, બે છે ને ? એટલે મશરૂરનું જીવન સુધરી ગયું.
કોઈ પાંસરો ના થાય તો હું તો કહી દઉં કે તારો આત્મા કબૂલ કરે, પણ તારે પાંસરું થવું નથી, તો નિરાંતે અમે હાર્યા છીએ તે તું જીત્યો. ઘેર રેશમી ચાદર લાવીને સૂઈ જા નિરાંતે જઈને. કારણ કે એને હરાવીને મોકલીએ તો ઊંઘ ના આવે મૂઆને આખી રાત. તે આપણને દોષ લાગે. આપણા નિમિત્તે એમને ઊંઘ ના આવે તો આપણને દોષ લાગે ને ? એના કરતા આપણે હારીએ, શું ખોટું ?
પ્રશ્નકર્તા : દાદા, આ ‘એડજસ્ટ એવરીવ્હેર’ એ જે આપે કહ્યું એને લીધે તો બધા ભલભલાનો નિકાલ આવી જાય !
દાદાશ્રી : બધા નિકાલ આવી જાય. અમારો એક એક શબ્દ છે તે બધા નિકાલ જલ્દી લાવનારા, એ મોક્ષે લઈ જાય ઠેઠ. ‘એડજસ્ટ એવરીવ્હેર !'
પ્રશ્નકર્તા : અત્યાર સુધી જ્યાં ગમતું'તું ત્યાં બધા એડજસ્ટ થતા'તા અને આપનામાં તો એવું લાગ્યું કે જ્યાં ના ગમતું હોય ત્યાં તું વહેલો એડજસ્ટ થા.
દાદાશ્રી : ‘એવરીવ્હેર એડજસ્ટ’ થવાનું છે.
બ્રહ્મચારી પણ ઘટે વિજય; સેવા કરી રાખો સહુને નિર્ભય!
તું તારી રીતે ફોડવાર વાતચીત કરને, વાંધો શો છે?
પ્રશ્નકર્તા : એણે સમજાવાનો પ્રયત્ન કર્યો, પણ એના મમ્મીને કંઈ બેસતું નથી, ફીટ થતું નથી. એમને તો પોતાનો જે અંદર છે ભાવ. એ જ છે. તો એમ કહેવાનું છે કે દીકરાની ફરજ ખરી કે નહીં, કે મધરનું માનવું જોઈએ, મધર આનંદમાં રહે એવો વ્યવહાર રાખવા માટે.
દાદાશ્રી : ફરજ ખરી. પણ ઉદય જે હોય તે છોડે નહીં ને ! પ્રશ્નકર્તા : પણ જે ઉદય હોય તેને તરછોડ તો ન મરાય ને ?
દાદાશ્રી : ના, એટલે મેં બહુ કહી જોયું. પણ એ કહે છે, ગમે એ થશે, હું પૈણવાનો નથી ! હંડ્રેડ પરસેન્ટ ના જ કહી દે છે મને.
પ્રશ્નકર્તા ઃ નહીં, એ નહીં. લગ્નની વાત જવા દો. લગ્નની વાત બાજુમાં રાખીએ આપણે. પણ સેવા કરવી જ જોઈએ ને !