________________
૫૪૮
મા-બાપ છોકરાનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૫૪૯
શીલવાનપણું તો ભગવાન આગળે ય પોતાની ઇન્ફિરીયારિટી કોપ્લેક્સ ના લાગે અને જેને ભગવાન આગળ ઇન્ફિરીયારિટી કોમ્લેક્સ ના લાગે તો પછી આ મનુષ્યો આગળ તો ના જ લાગે ને ? શીલવાન !! શીલ તો બધી રીતે રક્ષા કરે. દેવલોકથી રક્ષા કરે, આ સાપ, જીવડાં ને બધાં જાનવરોથી રક્ષા કરે, બધાથી રક્ષા કરે, માટે શીલની જ જરૂર છે.
અને શીલ ક્યારે ઉત્પન્ન થાય ? “જ્ઞાની પુરુષે’ જ્ઞાન આપ્યા પછી, પછી પોતાનો નવરાશનો ઉપયોગ શીલમાં કરે. શીલ એટલે સામો છે તે લઢાઈની તૈયારી કરતો હોય તેની સામે આપણે લઢાઈની તૈયારી નહીં. જે તૈયારીઓ કર્યા કરે છે એનું બધું લીકેજ છે, શીલનું આખું લીકેજ. પછી શીલ ખલાસ થઈ જાય છે.
પ્રશ્નકર્તા : પણ આપણે આ શીલને જાળવવા માટે વાડ કરવી જોઈએ કે જેથી બકરાં-ઘેટાં ચરી ના જાય ?
દાદાશ્રી : ના. એ તો આ શીલ એ તો વસ્તુ એવી છે ને કે, એને બકરાં-ઘેટાં તો ચરે જ નહીં, કોઈ કશું એને અડે નહીં, એનું નામ શીલ કહેવાય. એટલે આ શીલને તમારે સાચવવું ના પડે. કોઈ કહેશે કે રાતે કોઈ ચરી જાય તો ? એટલે પાછું જાગવું પડે ? અલ્યા, જાગવાનું નહીં. સુઈ જાવ નીરાંતે. તમે આરામથી સુઈ જાવ. - એવું છે કે કોઈ સંજોગોમાં છોકરો સામો થાય, વાઈફ કોઈ સંજોગોમાં સામી થાય, તે ઘડીએ તમે લપકા કરો તો તમારું શીલ ખલાસ થઈ જાય. એનાં કરતાં આપણે જોયા કરવાનું કે આ મશીન કંઈ બગાડેલું લાગે છે. તે કઈ બાજુથી મશીન બગાડ્યું છે તે જોયાં કરવું. નહીં તો આ લોક તો શું કરે કે ‘તું આવી છું, તું તેવી છું’ કહે એટલે થઈ રહ્યું, શીલ એનું ખલાસ થઈ ગયું. અમને તો કોઈ લાખ ગાળો ભાંડે તો ય અમે કહીએ કે આવ બા, ત્યારે કોઈ કહેશે કે છોકરો સામો થાય છે તો અત્યારથી ડરાવીએ નહીં તો તો પછી એ વધારે સામો થશે. ના, એ ડરાવવાથી તો તમારું શીલવાનપણું તૂટતું જશે ને તમારે નિર્બળતાઓ વધતી જશે, અને છોકરો ચઢી બેસશે ! એટલે તમે જો એને ડરાવશો નહીં અને તમે એ સહન કરીને સાંભળી લેશો તો ધીમે ધીમે એ ‘ટર્ન આઉટ થઈ જશે. એ આ શીલના પ્રભાવને લીધે ! બાકી આ નહીં જાણવાથી
તો લોકો બિચારાં માર ખાય છે !
પ્રપંચની સામું તૈયારી કરવા માટે આપણે નવા પ્રપંચ ઉભા કરવા પડે અને પછી આપણે સ્લિપ થઈ જઈએ ! આપણી પાસે એ હથિયાર જ નથી ને ! હવે એ હથિયાર આપણી પાસે નથી. એની પાસે તો એ હથિયાર છે તો એ ભલે કરે ને ! છતાં એ ‘વ્યવસ્થિત’ છે ને, પણ તો ય એનું હથિયાર એને વાગે, એવું ‘વ્યવસ્થિત છે !!
એને સમજણ બધી મહીં ફીટ થઈ ગઈ. દાદાજીએ ડ્રોઇંગ કરીને આપ્યું. મને કહે છે, “આવું ડ્રોઈગ કહેવા માંગો છો ?” મેં કહ્યું, “હા. એવું ડ્રોઈગ.’
કહેવું પડે ! પછી છોડીએ એના બાપાને, માને વાત કરી. તે બાપા ડૉકટરને, તે દર્શન કરવા આવ્યા.
જો આમ તો દાદાજીને કંઈ વાર લાગે છે ? મશરૂર આવવી જોઈએ અહીં આગળ. આવી ગઈ તો ઓપરેશન થઈ ગયું હડહડાટ. જો કાયમ ત્યાં આગળ ‘દાદાજી, દાદાજી' રોજ સંભારે છે ને !
મોક્ષે પુગાડે એડજસ્ટ એવરીવ્હેર; આ સૂત્ર પકડી લે તો, બધે લીલા લહેર!
તે અત્યારે ય દર્શન કરી, સંસાર સરસ ચલાવે છે. એને કહી દીધું કે દાદાએ મારો આખો સંસાર સુધાર્યો, કહે છે. એ હવે લટ્ટામાં ઊતરે નહીં. નહીં તો લૉયરને શું વાર લાગે ? વરસ દા'ડો થયો ને ઘરડી જેવી જરા દેખે કે તલ્લાક ! એમને તલ્લાક આપી દેવામાં વાર શી લાગે ? આ તમારે તલ્લાક આપવી હોય તો અપાય ?
પ્રશ્નકર્તા : ના અપાય.
દાદાશ્રી : ના અપાય, નહીં ? તે એ તો તલ્લાક આપી દે. આપણે તો આ મોક્ષમાર્ગમાં મદદ કરે છે ને કે હેરાન કરે છે ? તમે એમને મોક્ષમાર્ગમાં મદદ કરો છો કે હેરાન કરો છો ?
પ્રશ્નકર્તા: મદદ કરે છે, દાદા.