________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
પ૪૭
પછી પૂછયું કે, ‘તારે ઘરમાં કોણ કોણ છે ?” ત્યારે કહે, ‘મારે સાસુ છે.’ ‘સાસુ જોડે તું કેમનું એડજસ્ટમેન્ટ લઈશ ?” તો કહે, ‘એ એની જોડે ય હું પહોંચી વળીશ, સાસુને.”
પણ પછી મેં એને સમજણ પાડીને. પછી કહે છે, ‘હા, દાદાજી મને ગમ્યું આ બધી વાત.’ ‘ત્યારે તું આ પ્રમાણે કરજે તો તલ્લાક ના આપે, ને સાસુ જોડે રાગે પડે.” અને પછી એક સુખડની માળા લાવી હતી. તે માળા મને પહેરાવી. મેં કહ્યું, ‘આ માળા તું લઈ જજે અને ત્યાં આગળ મૂકી રાખજે અને માળાના દર્શન કરીને પછી આ તારો વ્યવહાર ચલાવજે. ધણી જોડે તારો વ્યવહાર છે તે કરજે તો બહુ સુંદર ચાલશે.” તે માળા અત્યારે ય મૂકી રાખી છે.
એને ચારિત્રબળની વાત કરેલી. એ ધણી ગમે તે બોલે, ગમે એવું તને કરે, તો ય તે ઘડીએ તું મૌન પકડું અને શાંત ભાવે જોયા કરું, તો તારામાં ચારિત્રબળ ઉત્પન્ન થશે અને એનો પ્રભાવ પડશે એના ઉપર. લૉયર હોય તો ય. એ ગમે તેવું વઢે, તો તું દાદાનું નામ લેજે અને સ્થિર રહેજે ! મનમાં એમ થશે કે આ કેવી ! આ તો હારતી જ નથી. પછી એ હારે. એટલે પણ કર્યું એવું, છોકરી એવી હતી. દાદા જેવા શીખવાડનાર મળે તો પછી શું રહ્યું હવે ! નહીં તો એડજસ્ટમેન્ટ આવું હતું પહેલું, રશિયા ને અમેરિકા જેવું. તરત ત્યાં બટન દાબતાંની સાથે સળગે બધું, હડહડાટ. આ તો કંઈ માણસાઈ છે ?! શેને માટે ડરો છો ? શેને માટે જીવન હોય ? સંજોગો જ એવા છે કે, હવે આ શું કરે છે ! સંજોગો એવા છે પાછાં !
એને આ જીતવાની તૈયારી કરે છે ને, તે ચારિત્રબળ ‘લૂઝ થઈ જાય. અમે કોઈ જાતની તૈયારી ના કરીએ. બાકી ચારિત્રને વાપરવું, એને તમે તૈયારી કહો છો, પણ એનાંથી તમારામાં જે ચારિત્રબળ છે એ “લૂઝ' થઈ જાય છે અને જો ચારિત્રબળ ખલાસ થઈ જશે તો ત્યાં તારા ધણી આગળ તારી કિંમત જ નહીં રહે. એટલે એ બાઈને સારી સમજ પડી ગઈ. એટલે મને કહે છે કે ‘હવે દાદાજી, હું કોઈ દહાડો ય હારીશ નહીં. આવી ગેરેન્ટી આપું છું.'
આપણી સામે કોઈ પ્રપંચ કરતું હોય ને એમાં સામું તૈયારી કરીએ
ને તો આપણું ચારિત્રબળ તૂટી જાય. ગમે એટલાં પ્રપંચ કરે તો પોતાનાં પ્રપંચથી પોતે જ ફસાય છે. પણ જો તમે છે તે તૈયારી કરવા જશો તો તમે જ એના પ્રપંચમાં ફસાશો. અમારા સામું તો બધા બહુ લોકોએ પ્રપંચ કરેલાં. પણ એ પ્રપંચીઓ ફસાયેલા. કારણ કે અમને કશું ય એક ઘડીવાર વિચાર ના આવે. નહીં તો તૈયારી કરવાના વિચાર આવે ને તો ય આપણું ચારિત્રબળ તૂટી જાય. શીલવાનપણું તૂટી જાય.
શીલવાન એટલે શું ? કે એ ગાળો દેવા આવ્યો હોય ને તે અહી આવે ને બેસી રહે. આપણે કહીએ કે કંઈક બોલો. બોલોને, પણ એનાથી અક્ષરે ય બોલાય નહીં. એ શીલનો પ્રભાવ ! એટલે આપણે તૈયારી કરીએ ને તો શીલ તુટી જાય. એટલે તૈયારી નહીં કરવાની. જેને જે કરવું હોય તે કરો. બધે હું જ છું, કહીએ.
પ્રશ્નકર્તા : પણ એ આપણને ખેંચી જવાના પ્રયત્નો થતા હોય તો?
દાદાશ્રી : એ ગમે તે ખેંચી જવાનું પણ આપણે નથી ખેંચાવું, તો એ ગમે તે કરેને એનું કશું ચાલવાનું નથી !
પ્રશ્નકર્તા : પણ એ નથી ખેંચાવું એટલા સંકલ્પમાં તો રહેવું જ પડે
દાદાશ્રી : નહીં. એ નથી ખેંચાવું એ આપણે આપણા સ્વાધિન જ રહેવું.
પ્રશ્નકર્તા : એટલે આપણી સહજસ્થિતિમાં જ રહેવું.
દાદાશ્રી : હા, સહજસ્થિતિમાં જ અને સંજોગવશાત્ જવું પડે, આવું કંઈ ખેંચાવું પડે, તો ફરી એ બાબતમાં આપણે એ લપ્પન-છપ્પન નહીં રાખવાની.
પ્રશ્નકર્તા: તન્મયાકાર ન થવું ?
દાદાશ્રી : એમાં બિલકુલે ય તન્મયાકાર નહીં થવાનું. પહેલું શીલવાનપણું ઉત્પન્ન થવા દો. આ ‘જ્ઞાન' આપ્યા પછી માણસ દહાડે દહાડે શીલવાન થતો જાય. જેને આ બહાર પ્રભાવશાળી કહે છે એ તો બહુ નાની વસ્તુ છે. એ તો આ બહારના માણસોને ય હોય છે. પણ