________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
થાય ત્યારે સાચું, ગણતર એ પ્રેક્ટિકલ છે !
છોકરાઓ ભારતમાં ભણવા મૂકાય? મા-બાપ, છોક્યતા વર્તતથી મુંઝાય!
પ્રશ્નકર્તા : ભણવાનો શું ધ્યેય હોવો જોઈએ ?
દાદાશ્રી : ઊંધે રસ્તે ના જાય તે. અભણ હોય તે ક્યાં ક્યાં જતો હોય ? અભણને ટાઈમ મળે, તે કઈ બાજુ જાય ? એ ભાંગફોડિયામાં પેસી જાય બધું. એટલે ભણવાથી આપણી આટલી સ્થિરતા રહે છે અને થોડુંક એમનામાં ય ભણવાથી વિનય તો સહેજ આવે જ છે. હાઉ ટુ એડજસ્ટ વીથ પબ્લીક એ આવે છે અને પોતાના મોહની જ પડેલી. કોઈ જાતની અને કુટુંબને ફાયદો થાય કે એવું તેવું કંઈ જ પડેલી નથી, સહેજે ય. હું બધાને તપાસ કરું ને, બધું મારા હિસાબમાં આવી જાય.
એકલું ભણભણ કરવાની દાનતમાં હોય એને વેદિયો કહે છે. વેદિયો શબ્દ આપણામાં કહે છે ને ?
પ્રશ્નકર્તા : બૂકવર્મ, ચોપડીનો કીડો કહે છે.
દાદાશ્રી : ના, બૂકવર્મ જુદાં ને વેદિયા જુદા પાછા. વેદિયો એટલે શું ? જે એક કામ ઝાલ્યું તેમાં જ મુંઓ હોય અને બૂકવર્મ એટલે બૂકમાં જ હોય છે. આ વેદિયો તો બધામાં વેદિયો હોય અને જગત શું માગે છે ? સાત હમાલિયો માગે છે, વેદિયો નહીં. એવરી ડાયરેકશનવાળા માગે છે. બધી ડાયરેકશનમાં જાગૃતિ જોઈએ.
ત્યારે પહેલાનાં લોકોને ભણતા આવડતું નહોતું અને બહુ ઓછા માણસો પાસ થતા હતા અને આજે ગમે તે નાતનાં, ગોલાનાં, ઘાંચીના બધા છોકરાઓ ગ્રેજ્યુએટ થાય છે, ડૉકટરો થાય છે.
તે મને એક જણે પૂછયું કે ‘શું છોકરાઓ હોંશિયાર થયાં છે, આ જમાનો કેવો આવ્યો છે !' ત્યારે મેં કહ્યું, ‘પહેલાં ડફોળ છોકરાંઓ હતા એવું તમે કહો છો ? અને તેમાંના અમે હતા ! આજના છોકરા હોશિયાર અને અમે નાપાસ થયા એટલે ડફોળ ?” પણ આજના છોકરાઓને ભાન જ નથી, એક જ ભણવાનું, ભણવાનું ને ભણવાનું જ, બીજું કશું ગણવાનું તો સમજ્યા જ નથી. એ ભણે જ છે. એ ગણેલા નથી અને અમારા વખતમાં તો ગણતર અને ભણતર બન્ને સાથે ચાલતું અને અત્યારે તો ભણતર, તે ય એક જ લાઈન, પછી આવડી જ જાયને ! એમાં શું કરવાનું બીજું ? ભણતર એ બધું થિયેરીટકલ છે, એ પ્રેક્ટિકલ નથી. પ્રેક્ટિકલ
પ્રશ્નકર્તા : આપણે છોકરાંઓને ‘ઈન્ડિયા’ ભણવા મોકલી દઈએ, તો આપણે આપણી જવાબદારી નથી ચૂકતાં ?
દાદાશ્રી : ના. ચૂકતાં નથી. આપણે એનો ખર્ચો-બર્ચો બધો આપીએ, ત્યાં આગળ તો, ત્યાં તો એવી સ્કૂલો છે કે જ્યાં હિન્દુસ્તાનનાં લોકો ય છોકરાને ત્યાં મૂકે છે. જમવા કરવાનું ત્યાં અને રહેવાનું ય ત્યાં. એવી સરસ સ્કૂલો છે !!!
પ્રશ્નકર્તા : માની ફરજ હોય કે, છોકરું માંદું-સાજું થાય ત્યારે માએ એની કાળજી લેવી. પણ એ હવે ત્યાં હોય તો, એ પછી ફરજ ચૂક્યા ના કહેવાય ?
દાદાશ્રી : ના, એવું કશું નહીં. બધું એના હિસાબો જ ગોઠવેલા હોય છે. તમારે ગભરાવવાનું કોઈ કારણ નથી. અહીંથી ગયો એટલે એનો બધો હિસાબ હોય છે જ. તમારે એને માટે પ્રેમ રાખવો. ‘ડોન્ટ વરી’. એનું બધું લઈને આવેલો હોય છે. તમારે ‘વરી' કરવાની હોય નહીં.
પ્રશ્નકર્તા : આપણે છોકરાઓને ત્યાં રહેવા મોકલીએ, એ પણ કર્મની યોજના જ હશે ને ?
દાદાશ્રી : હા. યોજના જ છે. એટલે આપણા મનમાં એક જાતનો અહંકાર છે કે મેં મોકલ્યો. એ યોજના જ છે બધી અને એ યોજનામાં હાથ ઘાલવો નહીં. એની મેળે સેફસાઈડ જ હોય છે. આ તો વધુ પડતા વિચાર કરીએ. આ ડૉકટર ‘નોર્મલ' કોને કહે ? નાઈન્ટીએઈટ ડીગ્રી ઈઝ ધી નોર્મલ. એવું કહીને તમે ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : અને ‘૧00' એ ‘એબોવ નોર્મલ’ કહે. એટલે “એબોવ