________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
નોર્મલ’ વિચાર કરવા એ ‘ફીવર' છે અને ‘બીલો નોર્મલ’ વિચાર કરવા તે ય ‘ફીવર' છે. તમને ‘ફીવર’ આવે છે, આ વિચારનો ફીવર ?
પ્રશ્નકર્તા: ઘણો.
દાદાશ્રી : ડૉકટર દવા કરજો એમની. આપણા ડૉકટરોને જ એબોવ નોર્મલ'ના ‘ફીવર’ આવે છે ને !!
પ્રશ્નકર્તા : બધાને વિચાર તો આવે જ ને ?
દાદાશ્રી : નહીં, વિચાર કરવાની ‘નોર્માલિટી’, નાઈન્ટી એઈટ ઇઝ ધ નોર્મલ. નાઈન્ટીનાઈન ઈઝ ધ એબોવ નોર્મલ. નાઈન્ટી સેવન ઈઝ ધ બીલો નોર્મલ. એમ ગપે ગપ્પા ચાલતાં હશે ?! ત્યારે આપણા લોકો ઠોકાઠોક, ઠોકાઠોક કરે છે.
કેટલાય વર્ષથી મારી બેગ છે ને, તે એની મહીં શું છે એ હું જાણતો નથી. એનો શું અર્થ ? શી રીતે ચાલતું હશે મારું ?
પ્રશ્નકર્તા : તમને મોહ નથી, માયા નથી એની. દાદાશ્રી : ના, પણ મારું શી રીતે ચાલે ? પ્રશ્નકર્તા : કર્મની યોજના હશે.
દાદાશ્રી : એ બધું હિસાબ છે. પદ્ધતિસર. આ દુનિયા ‘એક્કેક્ટ’ છે. તેને આપણા લોકો ડખો કરે છે ઊલટો.
આ લોકો ‘વાઈઝ' રહે તો ય સારા. ‘વાઈઝ’ રહે તો બહુ સારું કહેવાય. પણ “ઓવરવાઈઝ’ થાય છે પાછા. તમે ડૉકટર, જોયેલા કોઈને ‘ઓવરવાઈઝ' થયેલા ?
પ્રશ્નકર્તા: ઘણાં જોયા છે.
દાદાશ્રી : આ ‘ઓવરવાઈઝ’ થયેલા તે તેનાં દુઃખ છે બધાં. એને ગુજરાતીમાં શું કહે “ઓવરવાઈઝ'ને, બેન ?
પ્રશ્નકર્તા : દોઢડાહ્યો.
દાદાશ્રી : હા. દોઢડાહ્યો કહે. પાછો ડાહ્યો હતો, તેનો હવે દોઢડાહ્યો થયો, તેના દુ:ખ છે આ બધાં !
બાબો તમારી પાસે છે, ત્યાં સુધી બાબાના વિચાર તમારે કરવાના. બાબો અહીંથી તમે દેશમાં મોકલો એટલે બાબાના વિચાર તમારે છોડી દેવાના અને પછી કાગળ લખવો. તો લખવું કે ભઈ, તું એનો જવાબ આપજે અમને, તેટલું જ. બીજી ભાંજગડમાં નહીં ઊતરવાનું અને તારે શું શું જોઈએ છે, અમને લખી મોકલજે. કોઈ જાતની ‘વરીઝ રાખીશ નહીં. એ તો આપણી ફરજો બજાવવાની છે. તો એનો પ્રેમ રહે, આપણી ઉપર ! પછી તમારે વહુને હઉ ઘેર રાખવી છે અને છોકરાને ઘેર રાખવો છે ? પાછો તે બાપો થાય ત્યાં સુધી ? એક છ મહિનામાં કકળાટ ઊભો થશે ! એવી વસ્તુ જ ના કરશો. મોટો થાય તો આપણે આ ફોરેનવાળાની પેઠ રાખવું, અઢાર વર્ષનો થાય બાબો, એટલે પછી તું જુદો રહે, કહીએ. આપણું ડિલિંગ બહુ ઊંચું છે ફોરેનવાળા કરતાં. જુદો રહ્યા પછી એકતા જેવું જ ડિલિંગ રાખીએ છીએ. પેલા ફોરેનવાળા નહીં રાખતા બરાબર. આ જમાનો જુદી જાતનો છે. જમાના પ્રમાણે ના વર્તીએ તો મૂર્ખ થઈએ.
પ્રશ્નકર્તા : પણ અહીંયા એ મા-બાપ રહે અને છોકરાં ત્યાં આગળ ઈન્ડિયામાં રહે, તો એમાં શું ફેર પડી જાય ?
દાદાશ્રી : અહીંના મા-બાપોને તો છોકરું વશ જ રહેતું નથી, કારણ કે બહારના સંસ્કાર જ એવા મળી આવે છે. બહારના સંસ્કારના આધારે જ છોકરો મોટો થાય છે. પોતાના મા-બાપનાં સંસ્કાર જેવા જોઈએ એવા છે નહીં. એટલે બહારના સંસ્કાર છે. બહારના છોકરાઓ જે આધારે ઉછરે છે, એ આધારે જ ઉછરે છે આ અને આપણે ત્યાં તો બહારના સંસ્કારી છોકરાઓ... ખોરાક-બોરાક બીજી બધી રીતે ખરાબ નહીં ને ! આમ અમુક બાબતમાં ખરાબ ખરા અને આ અમેરિકામાં જડ થતા જાય છે અને પેલા ઈન્ડીયામાં છે તે ખરાબ વિચારના થતા જાય. પણ ખરાબ વિચાર એ સારા કરી શકાય, જડને સારો કરવો મુશ્કેલ છે.
પ્રશ્નકર્તા : પણ એ લોકો ખાય નહીં એવું, પીએ નહીં એવું, અને એવું જ આપણા ઇન્ડીયાના જેવું જ ખાય તો એ લોકો એવા જ રહેવાના
દાદાશ્રી : થોડી હવાની અસર છે, એટલી રહેશે. બાકી બીજું બધું ખાવાની જે અસરો, બીજી બધી અસરો નહીં થાય. એમ અહીં કેટલાય