________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
આપણી ઇચ્છા ન હોવા છતાં આવી પડ્યું છે. પણ આ તો આપણે ઘેર તો સુધારીએ ને.
પ્રશ્નકર્તા : આ છોકરાઓ ઇંડાં અને માંસને બધું નથી ખાતા, પણ.... એમની માઓ પણ એવું કહે કે ના ખાશો, પણ જ્યારે સ્કૂલમાં જાય, ત્યારે સ્કૂલમાં એ લોકોને ખાતાં શીખવાડી દે છે અને પછી ખાતાં થઈ જાય છે.
દાદાશ્રી : ના, પહેલી માથાકૂટ આ ઘરની ટાળો. આ તો સંજોગો ગુંચવે છે, તેનો ઉપાય થઈ રહેશે પાછળ, પણ તમે જો પહેલું તમારું ઘર સુધારો તો બધું સુધરે. આ તો સંજોગો ગૂંચવે એમાં તો ઉપાય જ નથી ને. જેનો ઉપાય ના હોય, તેને આપણે શું કરીએ ! તે ય પછી ઉપાય છે. મેં અહીં કેટલા ય છોકરાંઓને માંસાહાર છોડાવી દેવડાવ્યું. કારણ કે શીખી ગયો એટલે પછી મને કહેતાં આવડે છે. હું કહું એટલે છોડી દે બિચારા.
નહીં તો સંસ્કાર હોય જ નહીં ને !
પ્રશ્નકર્તા : આપણે સ્કૂલ ચલાવતા હોઈએ, તો શું કરવું જોઈએ કે જેથી છોકરાંઓને સારા સંસ્કાર પડે ?
દાદાશ્રી : ત્યાં સારા સંતોને બોલાવવા જોઈએ. માસ્તર સારા હોય તો જ એવા વિચાર આવે. જે ખ્યાતિવાળા હોય એવા સારા સંતોને બોલાવવા જોઈએ. ખ્યાતિવાળા, પ્રોપેગડાવાળા નહીં.
પ્રશ્નકર્તા : દરેકને સ્કૂલમાં મોટામાં મોટો સવાલ છે કે કઈ રીતે છોકરાને સંસ્કાર આપવા સ્કૂલોમાં.
દાદાશ્રી : હા, એ ભાવ બહુ છે લોકોનાં, પણ શું થાય એનો રસ્તો ? અત્યારે તો માસ્તરો ય સંસ્કારી નથી પાછાં. માસ્તરો ય છે તે પૈસા ભેગા કરવામાં પડ્યાં છે. એટલે સહુ કોઈ બંધામાં એ પેસી ગયું છેને ! એ સંસ્કારી લોકો હતાં તે ય કુસંસ્કારી થઈ ગયાં, પછી રહ્યું જ શું ? એટલે આના માટે હવે કુદરતે આવી રહી છે. કુદરત આમને રાગ પાડી દેશે. આ હવે જે બગડી ગયું છેને, એને કુદરત સિવાય કોઈ સુધારનાર નથી. એટલે કુદરત આવી રહી છે. તે કુદરત મારી ફટકારીને સીધું કરી નાખશે !
મા-બાપ, માસ્તરો પડયા કમાણીમાં; તથી પડી, માસૂમ શું કરશે જિંદગાતીમાં?!
આજનાં છોકરા ભણે, પણ ત ગણે; એકાંગી ચિત્ર ભણતરમાં, નવીશું લણે!
પ્રશ્નકર્તા : આ પબ્લિક નર્સરીમાં છોકરાંઓ જાય છે એટલે આવું થાય છે ?
દાદાશ્રી : તેને લીધે નથી થતું. મા-બાપની નર્સરી નથી. સંસ્કાર મા-બાપના જોઈએ. બહારના સંસ્કાર શું કરવાનાં ! બહાર ગયા વગર છૂટકો જ નથી. એમાં આપણને ચાલી શકે એમ નથી. આપણા હાથમાં નથી. પણ ફર્સ્ટ મા-બાપના સંસ્કારની જ જરૂર છે છોકરાંને, પહેલી નર્સરી ઘરમાં હોવી જોઈએ.
પ્રશ્નકર્તા : સારી સ્કૂલમાં મૂકવાથી સારા સંસ્કાર નથી આવતા !
દાદાશ્રી : પણ એ બધા સંસ્કાર નથી. છોકરાંને સંસ્કાર તો, માબાપ સિવાય કોઈના સંસ્કાર ના પામે. સંસ્કાર મા-બાપનાં, ગુરુનાં. અને એનું સર્કલ થોડું ઘણું હોય, ફેન્ડસર્કલ, સંયોગો એના. બાકી મોટામાં મોટા સંસ્કાર મા-બાપનાં ! મા-બાપ સંસ્કારી હોય તો તે છોકરાં સંસ્કારી થાય.
આ તો હમણે કુદરતી આફતો આવશે, તે રાગે પડી જશે બધું હડહડાટ. અને એ કુદરત સીધું કરી આપશે તમે તમારે ભાવના કર્યા કરો. એ થાય છે ને રોજ ?
આજના છોકરાંઓને ભણતર કેમ આવડે છે ? કારણ કે બીજું કોઈ પણ પ્રકારનું ધ્યાન નથી. એકાંગી થઈ ગયાં છે. ઘરનું શું ચાલે છે, બહારનું શું ચાલે છે, બીજું શું કરવાથી ઘેર ફાયદો થાય, ને શું નહીં ? એ કશું વિચાર જ નથી. એકલો વાંચ વાંચ કરેને, ભણભણ કર્યા કરે, બસ અને બીજો મોહ પાર વગરનો એટલે ભણતા આવડે છે. નહીં તો ભણતાએ ના આવડે.