________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
એમની ગેરહાજરીમાં થવા જોઈએ. કુસંસ્કાર હોય, જે છોકરાને દુઃખ લાગે એવા સંસ્કાર આપણા ના હોય.
ધર્મ શીખવાડે, ધર્મ સ્વરૂપ જે થાય; બાપતું જોઈને છોકરાંથી શિખાય!
પ્રશ્નકર્તા : આ છોકરાઓ બધા મોટા થાય તો એ લોકોને આપણે ધર્મનું જ્ઞાન કેવી રીતે આપવું ?
દાદાશ્રી : આપણે ધર્મ સ્વરૂપ થઈ જઈએ એટલે થઈ જાય. આપણા જેવા ગુણ હોય ને તેવા છોકરા શીખે. એટલે આપણે જ ધર્મિષ્ઠ થઈ જવાનું. શીખે આપણે જોઈ જોઈને. જો આપણે સિગારેટ પીતા હોય તો સિગરેટ પીતા શીખે, આપણે દારૂ પીતા હોય તો દારૂ પીતા શીખે. માંસ ખાતા હોય તો માંસ ખાતા શીખે, જે કરતા હોય એવું શીખે એ. એ જાણે કે એનાથી સવાયો થઉં એવું કહે. છોકરાની ઇચ્છા શું હોય ?
પ્રશ્નકર્તા : બાપથી સવાયો થઉં.
દાદાશ્રી : મારા ફાધરથી સવાયો થઉં ત્યારે ખરો. એ દારૂમાં ય સવાયો થાય ને માંસાહારમાં ય સવાયો થાય. તો આપણે જે કરીએ છીએ એ કરશે. છોકરાઓને સુધારવાની ઇચ્છા બહુ છે, નહીં ? તમે માંસાહાર કરો છો ?
પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : દારૂ-બારૂ પીઓ છો ? પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : ત્યારે વાંધો નહીં, તો છોકરાઓ બગડે નહીં. છોકરાને એક જ કહેવાનું કે ભઈ, મારાથી સવાયો થજે, હું કરું છું એમાં. છોકરાની ઇચ્છા શું હોય કે મારા બાપથી સવાયું થવું છે. એવું કરતા નથી ને, એવું લફરું નથી ને કશું ?
પ્રશ્નકર્તા: ના, બીજું કંઈ નથી.
દાદાશ્રી : ત્યારે સારું છે. નહીં તો છોકરાઓ સવાયા થશે. આપણને જોઈને શીખે એ કે ઓહોહો, મારા ફાધર તો કશું જો.... બ્રાની નથી લેતા, સીગરેટ નથી પીતા, એ જોઈને શીખે અને પેલો ફાધર બ્રાન્ડી લેતો હોય ને, છોકરાને કહે, જો દારૂને અડીશ નહીં. એટલે છોકરો સમજે કે આમાં ટેસ્ટ છે ને મને લેવા નથી દેતા. છોકરાને શંકા પડે કે પોતે સુખ ભોગવે છે અને મને ભોગવવા નથી દેતાં. હું તો પીશ જ. તે ના પીતો હોય તો ય પીવે. એટલે આપણે સંસ્કારી થવું જોઈએ. આપણે ઈન્ડીયન બ્લડ, આપણે આર્યપ્રજા, અનાડી જેવા થઈએ, એ કેમ પોસાય ?
પ્રશ્નકર્તા : આપણા બાળકોને ડિસીપ્લિનમાં લાવવા માટે આપણે શું કરવું જોઈએ, મા-બાપે ?
- દાદાશ્રી : એમને ડિસીપ્લિનમાં લાવવા માટે આપણે ડિસીપ્લિન થવું જોઈએ. જો હું ડિસીપ્લિન્ડ થઈ ગયો છું તમને બધાને દેખાય છે કે નથી દેખાતું. જો મારામાં કોઈ વ્યસન નથી. કોઈ હરકત રહી નથી મારામાં. અને નો સીક્રેસી, આખું જગત સીક્રેસીવાળું ! અહીં નો સીક્રેસી, એટલે તમે કેવાં ડાહ્યા થઈ ગયા છો બધા ! આ ડૉકટર કેવા ડાહ્યા થઈ ગયા છે ! એટલે તમારે ડાહ્યા થવાનું તો છોકરા તમારા ડાહ્યા, પહેલાં છોકરાંને ડાહ્યા કરીને પછી તમે ડાહ્યા થાવ એવું ના ચાલે. તમારું જોઈને શીખે છે છોકરાઓ તો ! એમની સ્વતંત્ર ગાંઠો લાવ્યા હોય, પણ એ આગળ બહારનું જોઈને જ તૈયાર થાય. બહારનું સારું દેખાય અને પોતાની પાસે અવળી હોય તો મનમાં એમ લાગે કે સાલું આ આવું કેમ, મારામાં ખરાબ છે, એવું સમજી જાય. એ ફેરફાર કરી જુઓ, ડૉકટર ને તમે બેઉ જણા, છોકરાં તો આમ ઓલરાઈટ થઈ જાય. હવે વાંધા જેવું નથી ને ?!
પ્રશ્નકર્તા : અહીંયા અમેરિકામાં તો અડધો વાંક મા-બાપનો ને અડધો વાંક આ ટેલિવિઝનનો. આ ટેલિવિઝન એમાંથી છોકરાઓ બધું ઘણું ઊંધું-ઊંધું શીખી જાય છે.
- દાદાશ્રી : ટેલિવિઝનનો દોષ નથી. ટેલિવિઝન તો એ ઊંધું શીખવાડવા આવ્યું છે કે, તે પણ છતું શીખવાડવામાં ય જોર કરશે. એક બાજુ ફરશે પહેલાં ને છતું શીખવાડશે. એ વસ્તુ જુદી વસ્તુ છે, એ