________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
વાતાવરણની અસર બગાડે છોકરાં; મા-બાપે ઉખેડવા દિનરાત ફોતર!
પ્રશ્નકર્તા : ધર્મ કર્યા કરે પણ છોકરાઓનું ધ્યાન ના રાખે. દાદાશ્રી : ક્યાં ? પ્રશ્નકર્તા આપણા દેશમાં, ઈન્ડિયામાં. અહીંયાં ય એવું કરે છે.
દાદાશ્રી : અહીંયા ય ક્યાં ધ્યાન રાખે છે ? અહીંયાએ બધું આડે રસ્તે ચઢી જાય છે. ધ્યાન તો શું રાખવાનું ? આપણે સંસ્કારી થવાની જરૂર છે. આપણે સંસ્કારી થઈએ તો એ એની મેળે જોઈને શીખે એ. આપણામાં સંસ્કારનો છાંટો મળે નહીં પછી એ છોકરાઓ શું કરે ?
આપણા લોકોએ છોકરાંઓને સંસ્કાર બહુ ઊંચી જાતના આપવા જોઈએ. ઘણાં માણસો અમેરિકામાં કહેતાં હતાં કે અમારા છોકરાં છે તે માંસાહાર કરે છે અને એ બધું કરે છે. ત્યારે મેં એને પૂછયું, તમે કરો છો ? ત્યારે કહે, હા, અમે કરીએ છીએ. ત્યારે મેં કહ્યું, તે તો હંમેશાં છોકરાઓ કરશે જ. આપણા સંસ્કાર ! અને છતાં આપણે ના કરતાં હોય તો ય કરે, પણ એ બીજી જગ્યાએ. પણ આપણી ફરજ આટલી, આપણે જો સંસ્કારી બનાવવા હોય તો આપણી ફરજ આપણે ચૂકવી ના જોઈએ.
પ્રશ્નકર્તા : આપણે માંસાહાર ના કરતાં હોઈએ, તો ય એ છોકરાંઓ માંસાહાર શાથી કરે ?
દાદાશ્રી : હા. એને બહારથી તો બહારના સંસ્કાર આવે ને ! એ બધું લઈને આવેલો છે. આ જગતમાં જે દેખાય છે, એમાં નવું કશું બનતું નથી. આપણે તો આપણી ફરજ છે, બાકી એ તો લઈને આવેલા છે બધું. આ એમ ને એમ ગપ્યું નથી આ જગત. એક્સિડન્ટ ય નથી. ઈન્સીડન્ટ જ છે આ જગત !
જે દેખાય છે, એ પોતાની અણસમજણને લઈને દેખાય છે અને બાકી આ જગતમાં એક્સિડન્ટ જેવી વસ્તુ જ નથી. અને “એન ઈન્સીડન્ટ હેઝ સો મેની કોઝીઝ, એન એક્સિડન્ટ હેઝ ટુ મેની કોઝીઝ.’ પણ તે બધું એક જ છે, ઇન્સીડન્ટ જ છે આ. એટલે વાત જ સમજવાની જરૂર છે.
પ્રશ્નકર્તા : આવાં છોકરાઓ આપણા દેશમાં નથી હોતાં, અહીં આવાં બની જાય છે.
દાદાશ્રી : વાતાવરણ મળે છે. અહીં. દરેક વસ્તુને વાતાવરણની અસર થાય.
પ્રશ્નકર્તા : એટલે મા-બાપ ધારે એવાં તો બાળકો થાય જ નહીં. તો તો પછી મા-બાપનું કશું ચાલતું નથી આમાં ?
દાદાશ્રી : ના. અહીં આગળ આપણે લોખંડ મૂકીએ એમાં ફેર જુદી જાતનો પડે અને આપણે દરિયા કિનારે મૂકીએ તો ફેર. બેઉ વાતાવરણની અસરો થાય. ત્યાં જબરજસ્ત કાટ ચઢી જાય. અહીં સાધારણ જરાક લાગે. એટલે બધી અસરો છે, આ જગત અસરવાળું છે. મા-બાપની ફરજ એટલી કે છોકરાંને ખરાબ રસ્તે ન જાય, એવી એક સંસ્કાર આપવાને માટે ભાવના રાખવી જોઈએ.
પ્રશ્નકર્તા છતાં ય પછી જે પરિણામ આવે એ પછી આપણે..
દાદાશ્રી : પછી પરિણામ તે તો આપણી પોતાનો હિસાબ છે. ખેતીવાડી હંમેશાં કરનારો માણસ એને સંસ્કાર નહીં આપતો હોય ?
પ્રશ્નકર્તા : આપે.
દાદાશ્રી : આમ ખેડ કરે અને કેવા સંસ્કાર આપીને કેવું સરસ કરે છે. એ પછી વરસાદ ના આવે અને ના પાકે, ઇટ ઇઝ ડીફરન્ટ મેટર. અગર તો કંઈ રોગ પડયો અને બગડી ગયું, તે બીજું !
હવે છોકરાઓને તો બીજી રીતે, સારી રીતે આપણે એ આવું તેવું અહીંનો ખોરાક ન ખાય એ બધું આપણે એનું છે તે ધ્યાન રાખવાનું. અને આપણે જો ખાતા હોઈએ તો હવે આ જ્ઞાન મળ્યા પછી એ આપણે બધું બંધ કરી દેવું જોઈએ. એટલે એમને આપણા સંસ્કાર દેખે એવું એ કરે. પહેલાં આપણા મા-બાપ સંસ્કારી કેમ કહેવાતા હતાં ? એ બહુ નિયમવાળા હતા અને ત્યારે સંયમ હતો બધો. આ તો સંયમ વગરના હોય.
મા-બાપે સંસ્કારી થઈ જવું જોઈએ, જેટલાં કુસંસ્કાર હોય તે