________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
ગેટઆઉટ કર્યા બધાને, એ કેટલા જણને ગેટઆઉટ કરી નાખ્યા ?
પ્રશ્નકર્તા : એ તો એનો ય મને પસ્તાવો થાય છે. અત્યારે એ વસ્તુ જુદી જ થઈ ગઈ.
૫૩૬
દાદાશ્રી : એ ઊંચું મૂકી દો આપણે, પણ તે દા'ડે ચારિત્ર જોતી’તી કે બીજું કંઈ જોતી'તી ?
પ્રશ્નકર્તા : ત્યારે તો એવું જ હતું કે લગ્ન નથી જ કરવું. અત્યારે પ્રોબ્લેમ વર્તમાનનો છે. ત્યારનું હવે ‘લેટ ગો’ જ કરી નાખવાનું એ મારી ભૂલ થઈ ને એનો પસ્તાવો કરું છું.
દાદાશ્રી : હવે પસ્તાવો થયો, પણ હવે જેવું ચારિત્ર ખોળીએ એવું ના થાય ને હવે ! અને થઈ ય જાય એની પુણ્ય હોય તો માટે રાહ જોવી આપણે. આંખનું ના ગમતું હોય પણ ચારિત્રનું હોય તો ચાલે ખરું ?
પ્રશ્નકર્તા : આંખનું એકદમ જ ખરાબ હોય એવું નહીં, સાધારણ હોય. પણ એ ભણેલો-ગણેલો હોય, કમાતો, નોકરી-ધંધાવાળો હોય એવો ચાલે.
દાદાશ્રી : હા, સાધારણ, સાધારણ ! ચારિત્ર તો બહુ મોટી વસ્તુ છે. ચારિત્ર ખોળે એ બહુ મોટી વસ્તુ છે. સારી વસ્તુ કહેવાય.
ચારિત્ર ખરાબ હોય, વ્યસની હોય. બધી જાતની ઉપાધિઓ હોય. વ્યસની ગમે કે ના ગમે ?
પ્રશ્નકર્તા : બિલકુલ નહીં.
દાદાશ્રી : અને ચારિત્ર સારું હોય ને વ્યસની હોય તો ?
પ્રશ્નકર્તા : સિગરેટ સુધી ચલાવી લેવાય.
દાદાશ્રી : ખરું કહે છે, ત્યાં સુધી નભાવી લેવાય, પછી આગળનું શી રીતે, પેલું બ્રાંડીના કપ ભરીને પીવે, શી રીતે પોષાય ? સીગરેટ સુધી ચલાવી લેવાય, બરોબર છે ! ખરી વાત છે ! એનું હદ હોય, સીગરેટ સુધી ચલાવી લેવાનું ! અને ચારિત્ર તો બહુ મોટી વસ્તુ છે. તું માનું છું બેન, ચારિત્રમાં ? ચારિત્રને પસંદ કરું છું તું ?
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૫૩૭
પ્રશ્નકર્તા : એના વગર જીવાય જ કેમ ?
દાદાશ્રી : હા, જુઓ, આટલું હિન્દુસ્તાનની સ્ત્રીઓ, છોકરીઓ
સમજે ને તો કામ કાઢી નાખે. ચારિત્રને જો સમજે તો કામ કાઢી નાખે.
પ્રશ્નકર્તા : અમારા આટલા ઉચ્ચ વિચારો સારા વાંચનથી થયા છે. દાદાશ્રી : ગમે તેના વાંચનથી, આટલા સંસ્કાર પડ્યા ને ! સારા વિચારોના !
લગ્ન જીવત હોય સિન્સિયર; હતી સિવાય ત ઊઠે બીજે તજર!
મેરીડ લાઈફ સિન્સિયર હોવી જોઈએ. કોઈ બીજા પુરુષને જુએ નહીં કે બીજી સ્ત્રીને જુએ નહીં એવી હોવી જોઈએ. નહીં તો પછી લાઈફ જ નથીને ! પછી તો ગાયો-ભેંસો જેવું જ થઈ ગયું.
પ્રશ્નકર્તા : આપણને ‘છોકરો પવિત્ર છે કે નહીં” એ કેવી રીતે ખબર પડે ?
દાદાશ્રી : હોય જ નહીં, ક્યાંથી હોય તે ! એવી આશા શું કરવા રાખીએ ! આપણે જાણીએ કે આ નાની ઉંમરનો છે એટલે બહુ બગડેલો નહીં હોય, બે-ચાર વખત બગડેલો હશે, બે-ચાર જગ્યાએ, આખલા જેવો નહીં હોય ! એવું જાણે કે બહુ મોટી ઉંમરનો હોય તો આખલા જેવો હોય, સો જગ્યાઓ ફરેલો હોય. એટલે નાનપણમાં પૈણી જવું આપણે, નહીં તો પછી કુંવારા રહેવું સારું ! નહીં તો દગા છે પછી આ તો બધા ! દગા !!! સ્ત્રી આમ દગો દે. પુરુષ આમ દગો દે. બધા દગાખોર જીવન જીવે. એમાં જીવન જીવવાનું એના કરતાં.... ભઈ શું કહે છે ?
પ્રશ્નકર્તા : હવે દાદા, એવું થયું છે કે આ છોકરીઓ ભણવા માંડી છે એટલે કેરીયર બનાવવું છે. એટલે ત્રીસ-પાંત્રીસ વર્ષ પછી પરણવાની વાત કરે છે પછી છોકરા થાય તો ઠીક છે, ન થાય તો કંઈ નહીં. હવે આ સૂઝ્યું છે અહીંયા.
દાદાશ્રી : પણ કેવી ખરાબ રેચડ લાઈફ (wretched), ત્યાં સુધી