________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર લગ્ન કરીશ તો આની જોડે જ કરીશ, મારે બીજાની જોડે કરવું નથી. અનસિન્સિયર લાઈફ ઈઝ વાઈલ્ડ લાઈફ.
૫૩૪
મિત્ર પણ સિન્સિયર ઘટે! રૂપાળા પણ દગાબાજતે શું કરે?
પ્રશ્નકર્તા : આપણે કોઈ છોકરાની જોડે અત્યારે ડેટીંગ કરવાનું બંધ કરી દઈએ, પણ પાછું પાંચ વર્ષ પછી પણ એની જોડે જ પરણવું હોય તો શું ?
દાદાશ્રી : એ તો સામો હા પાડે તો થાય ને ! સામી પાર્ટી હા પાડે તો થાય. પહેલાં સેટલ કરવું જોઈએ આપણે. હું પરણીશ પાંચ વર્ષ પછી એવું નક્કી કર્યા પછી !
કર્યું હોય તો ?
પ્રશ્નકર્તા : એટલે એવું નક્કી ના દાદાશ્રી : નક્કી ના કર્યું હોય તો, આપણે પૈણી જવું, બીજે ગમે ત્યાં આગળ, ગમે તે જોડે. દગા-ફટકામાં પડવું, તેનાં કરતાં ગમે ત્યાં પૈણવું સારું. દગા-ફટકામાં તો, આખી જીંદગી દગો-ફટકો જ રહ્યા કરવાનો. આપણે એને બહાર ખોળવા જવું પડે ધણીને, એ ક્યાંય ગયો હોય મૂઓ !
પ્રશ્નકર્તા : મીટ ના ખઈએ, દારૂ ના પીએ એ સારું ? આપણે બેમાં ક્યું ખરાબ ? દારૂ પીવું, મીટ ખાવું એ ખરાબ કે પછી ડેટીંગ ખરાબ ? દાદાશ્રી : બેઉ, બેઉ ખરાબ.
પ્રશ્નકર્તા : ડેટીંગ ખરાબ કે આ ખરાબ ?
દાદાશ્રી : ડેટીંગ તો બહુ જ ખરાબ. ડેટીંગને લીધે તો નર્ક ગતિ. એ બધી એક જ લાઈન, બધી ખરાબ વળી. એમાં ડેટીંગથી નર્ક ગતિ. પ્રશ્નકર્તા : હું હવે છે તો ડેટીંગ છોડી દઉં છું. તો હવે હું પાછો સ્વર્ગમાં જઈ શકીશ. નર્કમાંથી હું બચી જઈશ ?
દાદાશ્રી : હા, મને ખાતરી થઈ જશે તો !! હું બધી પછી એની
મા-બાપ છોકરાંનો વ્યવહાર
વિધિ કરી આપીશ. મને ખાતરી થાય કે ત્યાર પછી, પેલાની વિધિ મારી પાસે હોય છે. બે-ચાર ઉપવાસ કરાવડાવીએ, બીજું કરાવડાવીએ, બધું કરાવડાવીએ અને પછી વિધિ કરી આપીએ. એ દેવને બોલાવા પડે. દેવ પાછા સમું કરી આપે. બધું કરી આપે. એ બધું કરી આપીએ. પણ મને ખાતરી થવી જોઈએ.
૫૩૫
પ્રશ્નકર્તા : તમને ખાતરી આપવામાં મને કેટલો વખત જોઈશે !? દાદાશ્રી : ના. એ તો બધું મને પોતાને ખબર પડી જશે. હું બધું તપાસ કરું ને બધું !!!
પ્રશ્નકર્તા : ધારો કે કોઈની જોડે આપણે એગ્રીમેન્ટ કર્યું છે, કે આપણે પાંચ વર્ષ પછી પૈણીશું એવું નક્કી કર્યું, ત્યાર પછી એની જોડે ફરાય ખરું !?
દાદાશ્રી : એ સાચો હોય તો ફરાય. નહીં તો દગાખોર હોય તો નહીં ફરવું. બીજા લોકોને દગા દીધા હોય, એ માણસને દગાખોર કહેવાય. તે દગાખોર એની જોડે ફરવું નહીં. ઓછી આવડતવાળા હોય તો વાંધો નહીં. રૂપાળો ઓછો હોય તો વાંધો નહીં. પણ સિન્સીયર જોઈએ. સિન્સીયર હોય તો ચાલે, આપણા કહ્યા પ્રમાણે ચાલે.
રૂપ કરતાં ચારિત્ર ઊંચું; સુખી થવા આ સમજ સાચું!
પ્રશ્નકર્તા : આંખ કરતા ચારિત્ર મોટી વસ્તુ નથી ?
દાદાશ્રી : ચારિત્ર બહુ ઊંચી વસ્તુ, ચારિત્ર ક્યાં જુવે છે લોકો ? અત્યારનાં લોકો તો બાહ્ય જ પ્રદર્શન જુએ, આંખનું એ બધું રૂપ જુએ છે, ચારિત્ર જેવી કોઈ વસ્તુ જ નથી સમજતા !
પ્રશ્નકર્તા : મારો પોઈન્ટ ત્યાં જ આવીને અટકી જાય છે !
દાદાશ્રી : ખરું કહે છે. ચારિત્ર ખોળે ત્યારે તો બહુ સારું છે. પણ પહેલા બધા કાઢી મેલ્યાં તેમનું ‘ચારિત્ર નથી’ એવું કેમ માની લઉં ?