________________
૫૩૨
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
પ૩૩
કશું ય નહીં.” ત્યારે મેં કહ્યું, ‘તો હા પાડી દેને. પછી ઊજળો હું કરી આપીશ.” પછી એ છોડી એના પપ્પાજીને કહે છે, ‘તમે દાદાજી સુધી મારી ફરીયાદ કરો ?” તો શું કરે ત્યારે ?!
પૈણ્યા પછી મેં કહ્યું, ‘બેન ઊજળો કરવા સાબુ મંગાવું કે ?” ત્યારે બેન કહે છે, ‘ના દાદાજી, ઊજળો જ છે.’ વગર કામનું બ્લેકીશ, બ્લેકીશ ! એ તો બ્લેક કંઈ ચોપડે તો કાળો દેખાય જરા અને યલો ચોપડે તો યલ્લો દેખાય ! બાકી છોકરો સારો હતો. મને સારો લાગ્યો. એને જવા કેમ દેવાય ? પેલી શું જાણે ? મોળો છે જરાં. કરી નાખજે પછી, પણ આવું ફરી નહીં મળે !!
દાદાતા જ્ઞાન સાથે લગત; એડજસ્ટ થા કર આભરમણ!
પ્રશ્નકર્તા : હું દાદાના જ્ઞાનમાં રહું અને દાદાના જ્ઞાનથી ‘હું ને બોડી જુદાં છે' એવી રીતે રહું. પછી ધારો કે મારું લગ્ન થાય, મને પૈણાવે મા-બાપ અને એ જે લોકોને ત્યાં જઉં, એ છોકરો કે કોઈ માનતું ના હોય દાદાની વાતને, તો પછી હું કેવી રીતનાં એડજસ્ટ થઉં, કેવી રીતના લાઈફ પસાર કરું ?
દાદાશ્રી : દાદાની વાત માને કે ના માને, આપણે શું લેવાદેવા ! એ જરથોસ્તને માનતો હોય તો ય આપણે શું ?
પ્રશ્નકર્તા : એ લોકોના વિચારો જુદાં ના પડી જાય ?
દાદાશ્રી : બિલીફ તો સેપરેટ જ હોય, કો'ક જ જગ્યાએ બિલીફ મળતી આવે. નહીં તો એક બ્રાહ્મણ ને એક જૈન ચાલ્યા કરે !
પ્રશ્નકર્તા : તો ય એક થઈ ગયા છે. દાદાશ્રી : હા, દાદાની પાસે એક થઈ ગયા જુઓને !
છોકરીઓ છોકરાઓ સાથે જાય બહાર અને છોકરાઓ છોકરીઓ સાથે બહાર જાય, તો એ પાપ છે ? એમાં કંઈ વાંધો છે ?
દાદાશ્રી : હા. છોકરાઓ સાથે ફરવાની ઇચ્છા થાય તો લગ્ન કરી લેવું. પછી એક જ છોકરો નક્કી કરવો. એક નક્કી થયેલો હોવો જોઈએ. નહીં તો એવો ગુનો નહીં કરવો જોઈએ, જ્યાં સુધી લગ્ન ના થાય ત્યાં સુધી આપણે છોકરાઓ જોડે ફરવું નહીં જોઈએ.
પ્રશ્નકર્તા : અહીંયા તો એવું છે કે છોકરા-છોકરીઓ ચૌદ વર્ષના થાય એટલે પછી બહાર જાય ફરવા. પછી છે તો મેળ પડે. એમાંથી આગળ પણ વધે. એમાં પછી કોઈને કંઈક બગડી જાય, એકબીજાને મેળ ના પડે તો પાછા બીજા છોકરા જોડે ફરે. પછી એની જોડે ના પડે તો ત્રીજા, એમ કરતું ચક્કર ચાલે અને એક સાથે બે-બે, ચાર-ચાર જણાં જોડે ય ફરે.
દાદાશ્રી : ધેટ ઈઝ અ વાઈલ્ડનેસ, વાઈલ્ડ લાઈફ ! પ્રશ્નકર્તા: તો શું કરવું એ લોકો એ ?
દાદાશ્રી : એક છોકરાને સિન્સિયર રહેવું જોઈએ અને છોકરો આપણને સિન્સિયર રહે, એવી લાઈફ હોવી જોઈએ. અનૂસિન્સિયરલી લાઈફ એ રોંગ લાઈફ છે.
પ્રશ્નકર્તા : હવે એમાં થાય એવું કે સિન્સિયર કેમનો રહે ? એક છોકરા જોડે ફરતા હોય, પછી પાછું એમાંથી અસિન્સિયર છોકરો થઈ જાય કે છોકરી થઈ જાય.
દાદાશ્રી : તો ફરવાનું જ બંધ કરી દેવું જોઈએ ને ! લગ્ન જ કરવું જોઈએ. આફટર ઓલ વી આર ઇન્ડીયન. નોટ વાઈલ્ડ લાઈફ.
આપણે લગ્ન કર્યા પછી આખી જીંદગી સાથે સિન્સિયરલી રહીએ છીએ બેઉ સાથે. એટલે જો સિન્સિયરલી રહેવું હોય તો પહેલેથી બીજા માણસની ફ્રેન્ડશીપ નહીં હોવી જોઈએ. બહુ કડક રહેવું જોઈએ. એમાં કોઈ છોકરા સાથે ફરવું નહીં જોઈએ અને ફરવું હોય તો એક છોકરો નક્કી કરો કે ભઈ આની સાથે લગ્ન કરીશ. મા-બાપને કહી દેવું કે હું
ડેટીંગ ભારતીયોથી કરાય?
જંગલી જીવત ફ્રેન્ડ બદલાય! પ્રશ્નકર્તા : ઇઝ ડેટીંગ એ સીન ? ડેટીંગ એટલે આ લોકો,