________________
પ૩૦
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
નીકળે. કચરો જ નીકળે.
કોઈ ગામ જવું છે, તે આપણે જતા હોઈએ ને ત્રણ રસ્તા આવે, તો કયા રસ્તા ઉપર જવું ? આપણે શું કરવું ?
પ્રશ્નકર્તા : સીધા જવાનું.
દાદાશ્રી : સીધું ! ના, ના. ત્રણ રસ્તા છે, એમાં કયો રસ્તો સાચો આપણા ગામ જવું છે તે ?
પ્રશ્નકર્તા : ના, ખબર ના પડે તો.
દાદાશ્રી : તો પછી તું દેખાડું એ પ્રમાણે આ બે ચલાવે કે એમના દેખાડ્યા પ્રમાણે તું ચાલું ?
પ્રશ્નકર્તા : એ લોકો કહે એ પ્રમાણે.
દાદાશ્રી : હં, માટે આમાં કોઈને પૂછીએ આપણે. લગ્નની બાબતમાં તારે જોવાનો અધિકાર છે પણ એમને પણ પૂછીએ કે આ જાતની કેરીઓ તમે પહેલાં ખાધેલી, તે તમને પહેલાં કોઈ વખત ખરાબ નીકળેલી ? ત્યારે એ જાણે કે આ તો ખાટી નીકળે. તું ના ખઈશ તો સારું ને પહેલેથી ! કેરીઓ બધાએ પહેલાં ખાધેલી. આ લોકોએ ને તારે જ નવી ખાવાની છે. રાતનો એક વાગ્યો હોય અને સગોવહાલો આવ્યો હોય તે કહે, મારે અમુક જગ્યાએ જોવા જેવું છે. તો એને એકલાને જવા દે. પણ તને એકલીને જવા દે ?
પ્રશ્નકર્તા : મને એકલી ન જવા દે, કોઈ સાથે. દાદાશ્રી : એ સારી વાત છે ને, ન જવા દે તે સારું કે ખોટું ? પ્રશ્નકર્તા : સારું.
દાદાશ્રી : હં.... એવું બધું સમજવું પડે બધું. રીંગણાનું ય શાક બનાવતા આવડવું જોઈએ. બધું આવડવું જોઈએ કે ના આવડવું જોઈએ ?
સમજવાની બાબત હોય છે. એટલે વિચારજે, આ કંઈ તારા હિતમાં હશે કે અહિતમાં હશે ? તારા માટે પૂરેપૂરા હિતમાં કે થોડા
અહિતમાં ખરાં ?
પ્રશ્નકર્તા : પૂરેપૂરાં.
દાદાશ્રી : આ તો તારું મન પૂરેપૂરું તારા હિતમાં નથી હોતું. આ બધાં તો હિતમાં પૂરેપૂરાં હોય છે. તારું મન ઘણા ફેરા જૂઠું પણ કરે છે ? કોઈ દહાડો કનિંગનેસ કરે છે ?
પ્રશ્નકર્તા : હા,
દાદાશ્રી : હા, એ મનના કનિંગનેસ કરતાં આ બધા લોકો કનિંગનેસ નહીં કરે. એટલે બધું પૂછવું આપણે, પૂછ્યા વગર કેમ થાય તે ? છોકરો તો એમ જાણે કે બાપ શું જાણે એમાં. મારે જો પૈણવાનું તેમાં ! અલ્યા મૂઆ બાપે ખાધેલી હોય બધી જાતની કેરીઓ, રત્નાગિરી બીજી બધી. એ ખાટાં નીકળેલા હોયને, પારસણો પૈણી લાવે છે મૂઆ. મને કહે છે ગોરી ગય છે. મૂઆ કાપીશ તે ખાટી નીકળશે. પહેલે દહાડે જ નહીં ખવાય તારાથી, પછી એની જોડે શી રીતે વર્ષ દહાડો કાઢીશ તું? આપણી ખોળી લાવેલી...!
કાળો કહી કેન્સલ કરે; પછી પસ્તાય ખોયો અરે!
આપણા એક મહાત્માની છોકરી શું કરે ? એનાં ફાધરને કહે છે કે “મને આ છોકરો નથી ગમતો.’ હવે છોકરો ભણેલો-કરેલો. હવે ફાધરનું, મધરનું દીલ ઠરે એવો, બધાનું દીલ ઠરે એવો. એટલે પેલા ફાધરને અકળામણ થઈ ગઈ કે મહાપરાણે આવો સારો છોકરો જડ્યો ત્યારે પાછી છોડી ના પાડે છે.
થાકેલો માણસ પછી બાવળીયાના નીચે બેસે. થાકેલો માણસ તે ક્યાં બેસે ? બાવળીયા નીચે ! ત્યારે શું થાય તે ?! પછી એમણે મને કહ્યું. એટલે મેં કહ્યું, ‘એ છોડીને મારી પાસે બોલાવો.’ કહ્યું, ‘બેન શું વાંધો આવ્યો મને કહેને. શું વાંધો છે ? ઊંચો પડે છે ? જાડો પડે છે ? પાતળો પડે છે ?” ત્યારે કહે, ‘ના. જરા બ્લેકીશ છે.’ મેં કહ્યું, એ તો હું ઊજળો કરી નાખીશ, બીજું કશું તને નડે છે ? ત્યારે કહે, “ના, બીજું