________________
પ૨૮
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
પ૨૯
તું શાક લઈ આવી છું કોઈ દહાડો ? તને ભીંડા લેવા મોકલે તો તું લઈ આવું ખરી ? પછી મહીં હૈડા ના નીકળે ?
પ્રશ્નકર્તા : વીણીને લાવું ને.
દાદાશ્રી : આવડે છે તને આ પૈડા કહેવાય ને આ કૂણાં એમ. ત્યારે તારી મધર હોશિયાર છે એમ ! નહીં તો મારી પાસે શીખવા રહ્યો હતો એક. એ તો ‘ડબલ ગ્રેજ્યુએટ’ હતો. તો મેં એને શાક લેવા મોકલ્યો. મને કહે છે, “શાક મારી પાસે મંગાવો છો ?” મેં કહ્યું, ‘એટલું આવડે, ત્યાર પછી બીજું તને શીખવાડું.” ત્યારે કહે, ‘શાકમાં શું શીખવાનું !” ‘તું લઈ આવ તો ખરો પણ ! આજ ભીંડા લઈ આવ.’ તે મહીં આ પાંચ તો આ આમ તોડીએ તો તૂટે નહીં. ત્યારે મેં કહ્યું, ‘જો તારી ભૂલ છે ?” હા. ભૂલ તો ખરી.' ત્યારે મેં કહ્યું, ‘આ જો તું કહું છું. પણ શાકમાં શીખવા જેવું છે કે નહીં ?” “શીખવા જેવું છે.” મેં કહ્યું, ‘બીજે દહાડે તું દૂધી લાવજે.” આ દૂધી સારી છે ને, કહે છે પેલા દુકાનદારને, પાછા વઢશે ત્યાં આગળ દાદાજી, પેલો વેપારી શું કહે ?
પ્રશ્નકર્તા : બહુ સારી છે.
દાદાશ્રી : તે લાવ્યો, તે પૈડી દૂધી આમ નખ મારી એને, તો મહીં પેસે નહીં. એટલે મેં કહ્યું કે, “અલ્યા, આજ આવી દૂધી લાવ્યો ?” એણે કહ્યું'તું ને, “બહુ સરસ છે.” એ તો કહે જ ને, વેચવા બેઠો છે. તે મૂઆ તું આવો કેવો ભણેલો ?!' આને ભણતર શી રીતે કહેવાય તે ?! હવે ટકે નહીં મારી પાસે ! લોકો આવે. શીખવા આવે, પણ ટકે નહીં. એટલે મારે થોડું નરમ પરીક્ષા મૂકવી પડે, નહીં તો જતો રહે પાછો.
એનું સોલ્યુશન શું આ છોકરાઓ માટે ?
દાદાશ્રી : બધા જોઈને જ પૈણે છે ને પછી મારમાર ને વઢવઢા. જોયાં વગરના પૈણેલા તે બહુ સારા ચાલે છે. કારણ કે કુદરતે આપેલું છે, અને પેલું પોતે ડહાપણ કર્યું છે. એક છોકરાએ કહ્યું એના ફાધરને કહેતો હતો, હમણે જ. પૈસાવાળો, સારા કુટુંબનો. તે છોકરો એના ફાધરને કહે છે, “મારે પૈણવું નથી.” એ તો પછી એના ફાધર દેખાડે, છતાં આ નાપાસ કરે. પછી એના ફાધર કહેવા લાગ્યા કે, “આ છોકરો આવું કરે છે. એને કંઈ રસ્તો કરી આપોને.’ છોકરાને કહ્યું, ‘વ્યવસ્થિત નથી ? તને વહુ લઈ આપે એ વ્યવસ્થિત નહીં હોય ?” ત્યારે કે, ‘હા, મને વ્યવસ્થિત ઉપર બહુ ખાતરી છે.’ કહ્યું, ‘ખાતરી હોય તો પૈણને આપણે પાસ કર્યા વગર. જે જ્ઞાન ઉપર ખાતરી છે, એ જ્ઞાનથી જ ચાલને ! આપણને અહીંથી જઈએ છીએ તે કયા આધારે ચાલીએ છીએ ! ગાડી અથડાશે નહીં એ આધારે ચાલીએ છીએ ને ! કો'ક દહાડો અથડાયે ખરી પણ કંઈ રોજ અથડાય ? માટે આશરે ચાલને તારી મેળે.’ પછી મેં કહ્યું, ‘ફાધરને તું કહી દે કે તમે પાસ કરી લાવો એ મારે પૈણવાની.' પેલા ફાધર પાસ કરીને લાવ્યા. ને એણે તરત કહી દીધું કે, ‘તમે જે પાસ કરી લાવો એ મારે પૈણવાનું.’ તે પૈણ્યા પછી એ મને કહે છે કે, “સહેજ કલર આવો છે.” કહ્યું, ‘એ ક્યાં જોયું પાછું તે ! કેરી મીઠી છે કે નહીં એ તપાસને !' કલર તો કોઈની કેરીનો જરાક લીલો દેખાય સહેજ, બહુ પીળા ના દેખાતા હોય તો, તે એ પછી કેરી ચાખી ચાખીને તો, ‘કેરી બહુ સારી નીકળી' કહે છે. ત્યારે મેં કહ્યું “હા.” એના ફાધરે ય ખુશ થઈ ગયા, કે, “ઓહોહો ! આ છોકરાને તમે આટલું બધું આપ્યું !'
વસ્તુ છે તે જોયા પછી સારી નીકળે, ગેરેન્ટી લખેલી હોય ઉપર. વસ્તુ ઉપર ગેરેન્ટી લખેલી હોય, વર્ષ દહાડો ચાલશે કે પાંચ વર્ષ ચાલશે. બીજી વસ્તુ હોય તો આપણે જાણીએ કે આ વસ્તુ આવી જ હશે અને આ વસ્તુનું શું ખબર પડે નહીં ખોલીએ ત્યારે ?
પ્રશ્નકર્તા : કશી ખબર ના પડે. દાદાશ્રી : એટલે ઉપર રૂપાળું દેખાતું હોય તે મહીં ખરાબ જ
પાસની પસંદગીમાં ઘરમાં તે પૂછ; અનુભવીતો લે લાભ, ત ગણ એને તુચ્છ!
પ્રશ્નકર્તા: આ મારી નાની દીકરી પૂછે છે, એમ ને એમ કેવી રીતે પરણાય, પછી આપણી આખી લાઈફ જ બગડે ને ! તો પહેલાં છોકરાને બરાબર જોઈએ-કરીએ એમ. પછી કહે છે ખબર પડે ને કે છોકરો સારો છે કે નહીં. પછી લગ્ન થાય. એવું આ મને પ્રશ્ન પૂછયા કરે. તો દાદા