________________
પર૬
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૧૨૭
સમજીને કામ કરવું એ શું ખોટું છે ! આપણે બધું ચેતીને કરવું અને તેમ છતાં મુશ્કેલી આવે તો પછી પ્રારબ્ધના ખેલ. બાકી ચેતીને કરવું બધી રીતે અને એ લગ્ન કરો ત્યારે હું તમને સમજણ પાડીશ કે તમારી આટલી ફરજો છે. એ છોકરાને હું સમજણ પાડું કે આટલી ફરજો છે એ. બેઉ ફરજો આખી જીંદગી ટકે.
તાદાત છોડી છેતરાય લેતાં શાકભાજી; ધોળો વર ખોળે મહીં નીકળે પાજી!
પછી લગ્ન કરવાનું ગમે છે ખરું ? કેવાં છોકરા જોડે લગ્ન કરવાં જોઈએ ?
પ્રશ્નકર્તા : એજ્યુકેટેડ, કલ્ચર્ડ ફેમીલીનો છોકરો હોવો જોઈએ. દાદાશ્રી : શી રીતે કલ્ચર્ડ છે એવું સમજાય ?
પ્રશ્નકર્તા : એ તો ‘ગેમ્બલ’ છે. ‘લાઈફ ગેમ્બલ” જ છે ને ! એ જ જુગાર છે !
દાદાશ્રી : ના. પણ આ આપણે સકરટેટી કે પપૈયો હોય, તો સક્કરટેટીવાળો તો, ‘સાહેબ મીઠી છે.” ત્યારે કહે, ‘ભઈ મને શી રીતે ખાતરી થાય ?” તો કહેશે, “હું કાપીને જરા ડગળી કાઢીને બતાવું.’ તો આમાં કોઈ ડગળી કાઢીને બતાડે ખરો ?! ડગળી ના બતાવે, તો શી રીતે માની લઉં કે મહીં મીઠી છે !
પ્રશ્નકર્તા : હં.. તો પછી કેવી રીતે તપાસવું ? દાદાશ્રી : તારા ‘મધર' ઉપર તને વિશ્વાસ છે કે “ફાધર' ઉપર ? પ્રશ્નકર્તા : બન્ને પર.
દાદાશ્રી : તો પછી એમને સોંપી દે ને આ કેસ. પેલો એક ભઈ હતો. તે એના ફાધરે કહ્યું કે, “આ છોકરી તું જોઈને હા કે ના કહી દે.’ ત્યારે કહે, “ના મારે શાદી કરવી નથી.' એને છોકરીઓ બધી બતાડી. તો કહે, “મને નથી કરવું.’ એટલે પછી એના ફાધર, એ મને કહે છે, આ છોકરો ગાંઠતો નથી. છોકરી જ પાસ નથી કરતો.' તો મેં એને કહ્યું,
“તો સારી બધી રીતે હોવી જોઈએ.’ ‘તું છેતરાઈ જઈશ બા. એના કરતાં અનુભવીને સોંપને ! તું નાની ઉંમરનો કશું માલ લેતાં છેતરાઈ જાઉં. એના કરતાં અનુભવી તારા ફાધર છે એને સોંપને !” ‘દાદા તમે કહો છો તો સોપું ?” કહ્યું, ‘અમારી ગેરેન્ટી, લે તારે માથે હાથ મૂક.” અને એના ફાધરને ત્યાં જઈને કહે છે, ‘તમે તપાસ કરીને લાવો એ છોકરી મારે પૈણવી છે.” એના ફાધર, એ મને કહે છે, “શું કર્યું, તમે દાદા ? એ આવી રીતે બોલે છે !' અલ્યા, પૈણ્યો ! અને સુખી થઈને મને કહે છે આજ, ‘દાદા મારા ફાધરને તમારા જ કહેવાથી મેં હા પાડી, તો હું સુખી થઈ ગયો. તે મારી વાઈફ વગર મને ગમતું નથી'.
અમે તારા અહિતમાં હોય ખરાં? કોઈના અહિતમાં ન હોઈએ. મારી વાત તને ગમે આમાં ?
આપણા એક મહાત્મા હતાં. એનો એકનો એક છોકરો, મેં કહ્યું, અલ્યા, તારે પૈણવું છે કે નહીં પણવું ?” ત્યારે કહે, “પૈણીશ દાદાજી. કેવી પાસ કરી લાવીશ ?” તો કહે, ‘તમે કહો એમ કરું.” એની મેળે જ પાછું કહેવા માંડ્યો. મારી મમ્મી તો પાસ કરવામાં હોશિયાર છે. એ લોકોએ મહીં ડીસાઈડ કરી લીધેલું, મમ્મી જે પાસ કરે છે, તો આવી રીતે હોય.
આ છોકરીઓ બિચારી ભોળી ઉપરથી ગોરું ચામડું દેખાતું હોય, ‘સિનેમા જોવાનો તમને શોખ છે ?” ત્યારે પેલો કહેશે. ‘હા’ અને બની
ગયું.
આ તો મને એમ કહે અત્યારે તારે તપાસ કરવી હોય તો શું પ્રશ્ન પૂછું ? તું કહે.
પ્રશ્નકર્તા : તમે શરમાવો છો એને.
દાદાશ્રી : ના. એમાં શરમાવા જેવું શું છે ? ઇન્ડિયાની લેડી શરમાય કેમ કરીને ! આર્યપુત્રી કહેવાય. આર્યપુત્રી શરમાય નહીં. શરમાવાનું ના હોય. તે કેવું સરસ મને લખીને આપ્યું હતું. એટલે તારા માટે માથાકૂટ કરું છું ને મારી મહેનત નકામી જશે, એમ કરીને માથાકૂટ ના કરું ! એ તો મારી મહેનત ઊગે. શું પૂછું કહેને ? એ શાકબજારમાં