________________
પ૨૪
મા-બાપ છોકરાંનો વ્યવહાર
દાદાશ્રી : નહીં, એને પૈણવાની ઇચ્છા હોય તો પૈણવામાં વાંધો નથી. હજુ કંઈ બહુ મોટી ઉંમર થઈ નથી.
પ્રશ્નકર્તા : પચ્ચીસ વર્ષની છે.
દાદાશ્રી : પણ. એક ખોળી કાઢવાનો. એક તંબૂરો ખોળી કાઢવાનો વગાડ વગાડ કર્યા કરવાનો પછી. પછી તારી લાઈન ગોઠવી આપીશ, તું નક્કી કરી લાવું કે આ મારે આને ધણી તરીકે સ્વીકારવો, પછી બગડી જાય કે સુધરી જાય, પણ હવે એની જોડે જ જીવન કાઢવું છે, ત્યાર પછી હું તને ગોઠવી આપું, બહુ સરસ. તારી લાઈફ કેમ સુધારવી તે અમારા હાથમાં છે !
પ્રશ્નકર્તા : મોટામાં મોટી બીક મને એ છે કે હું જો લગ્ન કરું તો પછી મારા મોક્ષનું ભૂલાઈ ના જવું જોઈએ. - દાદાશ્રી : ના ભૂલાઈ જાય. તું લગ્ન કરીને મારી પાસે તેડી લાવુંને, તો એને રફુ મારી દઉં ચોગરદમ. તારા તાબામાં રહે એવું કરી આપું, તારા તાબામાં રહે ને એ હઉ મોક્ષમાં આવે. હું મારી આપું. ઘણી છોકરીઓને મારી આપું છું આવું. રાગે પડવું જોઈએ ને, દાદા રાગે ના પાડે તો બીજું કોણ પાડી આપે !
માટે નક્કી કરી નાખે હવે. એવું ભય ના પામીશ કે આમ થઈ જાય કે તેમ થઈ જાય ! જે થવાનું હોય તે થાય.
મા-બાપ છોકરાંનો વ્યવહાર
પ૨૫ ને કે મા-બાપે ગોઠવી આપ્યું હોય કાં તો અમે પોતે ગોઠવ્યું હોય ! બન્ને થઈ શકે ને ?!
દાદાશ્રી : ગોઠવીને મા-બાપને પસંદ પડે, એવી રીતે કામ લેવાનું. એવું છે ને કે આ લવ મેરેજમાં શું થાય છે, કે પછી આની જોડે, આની જોડે લવ, આની જોડે લવ. તે પછી બે-ત્રણ વરસમાં પાછું ફ્રેકચર થઈ જાય અને પછી રખડી મરવાનું.
- લવ મેરેજ એકલું પસંદ કરવા જેવી ચીજ નથી. કાલે આનો મિજાજ કેવો નીકળે તે શી ખબર પડે ?! મા-બાપ ખોળી આપે તે જોવું, કે ડફોળ છોકરો છે કે ડિફેક્ટવાળો છે ? ડફોળ ના હોવો જોઈએ ! ડફોળ હોય ખરાં કે ?!
આપણને કંઈ ગમે એવું જોઈએ. કંઈક આપણા મનને ગમે એવું જોઈએ. બુદ્ધિની લિમિટમાં આવી જવો જોઈએ. અહંકાર એક્સેપ્ટ કરે એવો જોઈએ અને ચિત્ત ચોંટે એવો જોઈએ. ચિત્ત ચોંટે એવો જોઈએ ને. એટલે એ કરે તો વાંધો નથી. પણ એને આપણે જોઈ લેવો જોઈએ.
પ્રશ્નકર્તા: કો'ક વાર મા-બાપ પણ છોકરો શોધવામાં ભૂલ કરી શકે ?
દાદાશ્રી : એમનો ઈરાદો નથી, એમનો ઈરાદો તો સારું જ કરવાનો છે. પછી ભૂલ થઈ એ આપણા પ્રારબ્ધના ખેલ છે. શું કરવું ! અને આ તમે સ્વતંત્ર ખોળો એમાં ભૂલ થવાનો સંભવ છે. ઘણા દાખલા ફેઈલ ગયેલા.
લવ મેરેજ, પણ મા-બાપ મંજૂર; ઉત્તમ એરેન્જડ, સક્સેસ જરૂરી
ઘણાં મેળવે જન્માક્ષર; નહિ તો રહે મન પર અસર!
પ્રશ્નકર્તા : એટલે કેવાં મેરેજ બેટર, લાઈક એરેન્જ મેરેજ કે લવ મેરેજ ? લવ મેરેજ કરીએ કે મા-બાપ ગોઠવી આપે એ પ્રમાણે કરીએ ?
દાદાશ્રી : કુદરતી રીતે નિર્માણ લગ્ન થાયને, નિર્માણ લગ્ન આપણી રીતે ફરજિયાત બંધાયેલું જ હોય.
પ્રશ્નકર્તા: હા, તો અમે શોધી લાવ્યા હોય એવું પણ હોઈ શકે. તો એ જે તમે કહ્યું ને કુદરતી ગોઠવાયેલું હોય, એટલે એનો અર્થ એવો
પ્રશ્નકર્તા: ઘણાં મા-બાપ જન્માક્ષરમાં માને છે, તો એ બરાબર છે સાચી વાત છે ?
દાદાશ્રી : એ બધું ઠીક વાત છે. જન્માક્ષર તો આજે જોતાં જ આવડતા નથી લોકોને ! એ એક જાતનું દબાણ છે. એનાં કરતાં આપણે