________________
૫૨૨
મા-બાપ છોકરાંનો વ્યવહાર
પ્રશ્નકર્તા : પણ એનાથી એ દબાય એવો એ ના જોઈએ.
દાદાશ્રી : તો દરેક વસ્તુને પછી ગોઠવો. એકને નીચે આવવું પડે તો બીજાને ઉપર આવું પડે, અગર તો એને નીચે આવવું પડે તો બીજાને.... તે પણ ગોઠવવાનું છે, આ જગત ગોઠવણી છે. એક્ઝેક્ટ લેવલમાં ના આવે. એમાં કલ્પનાની થીયરી ના ચાલે.
ફ્રેન્ડ તરીકે કામ કરે એવો જોઈએ. ફ્રેન્ડ જાણે હોય એવી રીતે. હેલ્પીંગ જ કર્યા કરે. આપણે એને હેલ્પીંગ કરીએ.
પ્રશ્નકર્તા : એવો જ જોઈએ. ફ્રેન્ડ તરીકે રહે એવો જોઈએ, પણ જોડે જોડે ડફોળ ના જોઈએ પાછો.
દાદાશ્રી : પણ એ આપણા ધાર્યા પ્રમાણે મળે નહીં કશું કોઈને ! માટે થોડી છૂટ રાખ, ટેન પરસેન્ટની. ટેન પરસેન્ટ નહીં ?!
પ્રશ્નકર્તા : પણ એના હન્ડ્રેડ એન્ડ ટેન છે તો તે ટેન છૂટ રાખે તો હન્ડ્રેડ આવીને ઊભું રહે.
દાદાશ્રી : મોક્ષે જવા માટે રસ્તે જોઈતા આધાર, પુરાવા એ બધું સાધન છે આ બધા. એ ય મોક્ષ તરફ રહે, આપણે રહીએ અને એ હેલ્પ કરી કરીને, હેલ્પીંગ થાય એકબીજાને !
જગત આખું મોક્ષે જ જઈ રહ્યું છે પણ મોક્ષમાં જતા આ બધું હેલ્પીંગ થતાં નથી. વઢવઢા કરીને ઊલટાં બ્રેક મારે છે. નહીં તો ઉનાળાનો સ્વભાવ જ એવો કે ચોમાસાને ખેંચી લાવે. જ્યાં હોય ત્યાંથી ખેંચી લાવે. ઉનાળાનો સ્વભાવ વધતો વધતો જાય, ચોમાસાને ખેંચી લાવે. ભડકી મરવા જેવું નથી.
એટલે આ બધું આ સંસારનો સ્વભાવ એવો છે કે મોક્ષ તરફ લઈ જાય આપણને. મોક્ષને ખેંચી લાવે છે. સંસાર જેમ કડક વધારે થાય ને, એમ મોક્ષ વહેલો આવે. પણ કડક થાય ત્યારે આપણે બગડી ના જવું જોઈએ, સ્ટેજ ઉપર રહેવું જોઈએ. સાચા ઉપાય કરવા જેવું છે, ખોટા ઉપાય કરવાથી પાછું પડી જાય. દુઃખ પડ્યું એટલે એમ જ માનવું કે મારા આત્માનું વિટામીન મળ્યું અને સુખ પડ્યું એટલે દેહનું વિટામીન મળ્યું. એવી રીતે ચાલવાનું. એ રોજે ય વિટામીન મળે આપણને. અમે તો એવું
મા-બાપ છોકરાંનો વ્યવહાર
માનીને ટેસ્ટથી ચાલેલા નાનપણમાંથી. તું તો એક જ જાતનાં વિટામીનને વિટામીન કહું, એ બુદ્ધિનું વિટામીન છે. જ્ઞાન બન્નેને વિટામીન કહે છે. એ વિટામીન સારું કે લોકો ખૂબ જમવાનું હોય તો ય તપ કરે છે. સરસ બધું શાક-બાક હોય તો ય તપ કરે છે. તપ કરે છે એટલે શું, દુઃખ વેદે છે. આત્માનું વિટામીન મળે. એ બધું સાંભળવામાં નથી આવ્યું તમારે ! પ્રશ્નકર્તા : હા, આવ્યું છે, દાદા.
૫૨૩
દાદાશ્રી : તો આ તો એની મેળે ઘેર બેઠાં મળે છે. તને મગજ પહોંચે છે ? તારું મગજ જર્મનીનું બનાવેલું છે, ક્યાંનું બનાવેલું છે ?
જે તે એક ખોળીતે જોડાય; દાદા કૃપાથી, મોક્ષસાથી કરાય!
અને લગ્ન એ કંઈ વસ્તુ છે ?! એ તો રસ્તે જતા હેલ્પીંગ છે ખાલી. આ લગ્નને લીધે લોકો દુઃખી છે બધા. પણ લગ્ન કર્યા વગર ચાલે એવું જ નથી.
શું કહે છે, તારે કરવું છે કે નહીં કરવું ? તેં તો કર્યા છે ને ! પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : લગ્ન નથી કર્યા ! શું વાત કરો છો ! માટે ઝટપટ પૈણી જાવ. અમથા રાહ જોઈને બેસી રહેવું ! પાછું બીજું ફ્રુટ દેખે તો એ વળી બીજું ફ્રુટ લઈને ફરતો હોય. બધા તરબૂચા આવડાં આવડાં હોય તે, સારું દેખે કે એને લઈને ફરતો હોય. પછી આપણે દેખીએ તો આપણા મનમાં થાય કે મૂઆ આ તે બીજાને લઈને ક્યાં ફરે છે, આ મારો હતો ને ! ન્હોય તારો મૂઆ !
આ લાઈન કેવી છે ? બધી દગાખોર લાઈન છે, માટે ચેતી જા. તું જેને પૈણીશ તેને હું આશીર્વાદ આપીશ અને બધું તારું રાગે પાડી આપીશ. બગડ્યું ત્યારથી ફરી સુધારીએ આપણે. બગડેલું તો છે જ, સડેલું તો છે જ પણ સુધારીને કરવું આપણે.
પ્રશ્નકર્તા : હવે એ કહોને એને, એ પૈણે કે ના પૈણે ?