________________
પ૨૦
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
પ૨ ૧
દાદાશ્રી : બાકી ડિફેક્ટીવ છે, એમાં શેનું અવળું થાય, સારું ઊછું. અને બહાર લોક કહે, આમના ધણી આવ્યા. એટલે આમે ય રોફ પડે, આમે ય રોફ પડે ! અને ડિફેક્ટીવ હોય છે જ. જો જ્ઞાન હોય ને જો ડીફેક્ટ ખોળો તો મહીં એક-બે હશે, એના કરતાં ડિફેક્ટીવ ના ખોળીએ કે એક ડીફેક્ટ છે જ !
પ્રશ્નકર્તા : જે દાદા અહીંયા બધા છે, તે લોકો ડિફેક્ટીવ છે ? તમારી પાસે જ્ઞાન લઈ ગયેલા છે ?
દાદાશ્રી : બધા કંઈ એક્કેક્ટ છે ? કોઈકને કોઈકનામાં ડિફેક્ટ હશે.
પ્રશ્નકર્તા : તો પછી એનો મતલબ એમ નહીં થયો કે હું પણ ડિફેક્ટીવ છું?
દાદાશ્રી : તો શું તું ડાહી છું ? પ્રશ્નકર્તા : પોતે કોઈ કહેવા માંગે નહીં કે હું ડિફેક્ટીવ છું.
દાદાશ્રી : નહીં, એ તો કોઈ કહે નહીં, પણ ઓળખું હું બધાને. આ તો માલ જ બધો ડિફેક્ટીવ, એ તો અમથા આપણે મનમાં સમજીએ, હા, બહુ સારા, બહુ સારા.
પ્રશ્નકર્તા : ડિફેક્ટ આપણામાં હોય પણ એની શરમ નહીં હોવી જોઈએ.
દાદાશ્રી : ત્યારે શું હોવું જોઈએ ?
પ્રશ્નકર્તા : આપણે ઊછું એનો સુધારો કરવો જોઈએ. આપણે જાણીએ કે ડીફેક્ટ છે તો સુધારો નહીં કરવો જોઈએ ?
દાદાશ્રી : શામાં સુધારો કરે ? બગડેલો સુધરતો હશે ? પ્રશ્નકર્તા : તમારી કૃપાથી સુધરે ને ! તો જ મોક્ષે જવાય ને !
દાદાશ્રી : સુધારીને કંઈ લઈ જવાના છે, આપણે શાક કરવાનું છે ? શાક સુધારવાનું હોય. આ તો પાંચ-પચ્ચીસ વર્ષ રહેવાનું. ત્યાં સુધી રહેવાનું. ભાડાની ઓરડીઓ. જેમ આપણે તો પેલી મોટલ ! અત્યારે
ધણી સારાં હોતા હશે ! એક છોકરો ખોળી લાય કે સારો હોય તો, જા.
પ્રશ્નકર્તા: મળતો નથી, પરફેક્ટ નથી મળતું. ને દાદા પ્રોબ્લેમ શું છે ? પરફેક્ટ નહીં મળે એટલે જોઈએ જ નહીં.
દાદાશ્રી : આપણને પૈણનાર ભેગો થાયને, મેં તારા માટે ડિફેક્ટીવની વાત સાંભળી છે, પણ હું લેટ ગો કરીશ, કહીએ. એનો વાંધો ના રાખીશ. પણ બીજી રીતે કશું છે તારી પાસે, બીજું નુકસાન કરે એવું ? ડિફેક્ટીવ એકલું જ છે કે બીજું કશું છે ? ત્યારે કહે, ના, બીજું કંઈ નથી. હા, દારૂ-બારૂ પીતો નથી ને ! માંસાહાર કરતો નથી ને ! ત્યારે કહે, હું માંસાહાર કરું છું. એટલે આપણે છોડી દેવો પડશે, કહીએ. એટલે પછી સ્વીકારી લેવાનું. પૈસામાં ડિફેક્ટીવ ના હોવા જોઈએ. બીજી આ બાબતોમાં બધી ડિફેક્ટીવ હોય, એ તો હોય જ આ કાળમાં તો. એ તો પચ્ચીસ વર્ષે પરણ્યો તે શું એમ ને એમ જ મૂઓ હતો એ.
પ્રશ્નકર્તા : તમારી સાથે વાત કરીએ ને તો તમે આમ કરીને લઈ આવો જ પાછાં.
દાદાશ્રી : ત્યારે પછી શું થાય, રસ્તો તો કાઢવો પડશે ને ? તને ડાહ્યી બનાવવા માટે અમારી ઇચ્છા છે અને ‘તું સુખી કેમ થઉં' એવી ઇચ્છા છે. પૈણવું હોય તો પણ, ના પૈણવું હોય તો ના પૈણીશ. તેનો વાંધો નથી. પણ પૈણું ત્યારે મને કહેજે કે આ ભઈ મને મળ્યો છે. હું ચા પીવડાવીશ. તે ઘડીએ હું એને કહીશ... મારી રૂબરૂમાં પાંસરો કરી દઈશ. આ બેન જ ચલાવી લે મૂઆ ! તને કોણ ચલાવે ? પણ આ તો અમે એને કહી દઈએ, પહેલેથી ચેતવી દઈએ.
એકબીજાતે હેલ્પ કરવા છે જગત; ઉનાળો ખેંચે વર્ષાને કેવી કુદરત!
પ્રશ્નકર્તા : એ એમ કહે છે કે મને વઢે એવો ય ધણી ના જોઈએ અને મને દબાવે એવો ય ના જોઈએ.
દાદાશ્રી : હા, એવો જોઈએ.