________________
પ૧૮
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૫૧૯
બનીયા, એ ના મળે તો બ્રાહ્મીન, પટેલ, ગુજરાતી બસ. કે અમેરિકન જોડે પૈણવું છે ?
પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : કેમ ? આ ગોરા ગપ જેવો હોય છે ને ! પ્રશ્નકર્તા : મને નથી ગમતા. દાદાશ્રી : આ કાકડી ખાયને ત્યારે કડવી લાગે મહીં !
હવે આ દિગંબર જૈનમાં પૈણવાથી એનાં વિચારો ને આપણા વિચારો મળતા આવે થોડા ઘણા, વિચારો સરખા હોય. તું જૈન છે તો જૈન હોય તો ફીટનેસ સારી પડે. ફીટનેસ, બધી સાઈડથી ફીટ થઈ જાય અને વૈષ્ણવ તો સાપ મારશે ને જીવડાં મારશે ને બધું કરે એ. વંદા મારે, ને માંકણ મારે, બધું મારે. તને ગમશે એ મારશે તે ઘડીએ ?
દાદાશ્રી : સ્વતંત્રતા રહે એટલા માટે ? પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : લગ્નમાં તો પરતંત્ર થાય જ ઊલ્ટો. ધણી થયો ઊલ્ટો. ક્યાં ગઈ હતી ? કંઈ રખડું છું ? વાંધો ઉઠાવે એ તો.
પ્રશ્નકર્તા : રખડવા માટે સ્વતંત્રતા નહીં જોઈતી હતી. અમુક વસ્તુ કરવી હોય, તો દાદા મારે એવો હસબન્ડ ચૂઝ કરવો હતો કે મને જે કંઈ ગોલ (ધ્યય) હોય ને, મારું પર્સનલ ગોલ, તો મને એની ફ્રીડમ આપે ને સપોર્ટ આપે. પણ પપ્પા હોય તો ના આપે. ને બીજું શું કે લગ્ન કર્યા હોય તો બીજા લોકો ખેંચો નહીં માર્યા કરે, ગોદા નહીં મારે.
દાદાશ્રી : હા. એ બરાબર છે.
ડિફેક્ટીવ ધણી ખોળે તો રહે ચલણ; દારૂ-માંસમાં ચોખો, તો ઝટ પરણ!
એવો ખોળે કે મદદરૂપ ધ્યેયમાં; તથી હાથમાં ભલે ઇચ્છયું શ્રેયમાં!
તું કહું છું. મારે પૈણવું છે, પણ પૈણવાનું તારા હાથમાં છે નહીં. મૂરતિયો એવો મળવો જોઈએને બળ્યો ! અને મળ્યો એ તું નાપાસ કરી મૂકું છું અને હવે એથી વળી બીજો મૂરતિયો એ તને નાપાસ કરે. એટલે પાસિંગ થાય નહીં. એટલે રિજીઓનલ ઓફીસ ના પાડી દે. રિજીઓનલ ઓફીસ હોય છે ને ! એ ના પાડી દે કે આવી રીતે ચાલવા દેવાનું નહીં. રાગે પડી જશે તારે ? પહેલા તારી લાઈફ હતી અને અત્યારની લાઈફમાં આનંદમાં કંઈ ફેર પડ્યો છે ?
પ્રશ્નકર્તા : હા, ઘણો.
દાદાશ્રી : ઘણો ! ત્યારે થોડો બાકી હશે તે પૂરો થઈ જશે. તારા આનંદમાં ફેર પડ્યો ? એને ઘણો ફેર પડી ગયો. તારે કેટલો ફેર પડ્યો ?
પ્રશ્નકર્તા : ઘણો દાદાજી. મારે જે કરવું હોય તેની આમ છૂટ મળે એના આધારે, સ્વતંત્રતા રહે એટલા માટે મારે લગ્ન કરવા હતા.
ધણી થોડો ડિફેક્ટીવ સારો કે અનડિફેક્ટીવ ? પ્રશ્નકર્તા : ના, ના. ડિફેક્ટ જોઈએ જ નહીં.
દાદાશ્રી : તો પછી તારા વશમાં ના રહે, કાબૂમાં ના રહે. એ જરા ડિફેક્ટીવ હોય તો આપણે ખખડાવીએ. એય ! આમ તેમ ! એવો ખોળી કાઢવો. એટલે આપણા વશમાં રહે ને.
પ્રશ્નકર્તા : પણ પછી એકદમ ડફોળ નહીં જોઈએ.
દાદાશ્રી : ડફોળ હોતો હશે એકદમ ! આ તો એવું છેને તું આ ડિફેક્ટીવ ના ખોળું તો ય ડિફેક્ટીવ જ મૂઆ હોય છે. એ તને પહેલાં ખબર ના પડે અને આ તો આપણે પહેલેથી જાણી ગયા હોય ને. એટલે આપણે એને પૂછી લેવું પહેલેથી કે ભઈ જરા ડિફેક્ટ છે ? ત્યારે કહે,
પ્રશ્નકર્તા: જો જાણે કે ડિફેક્ટીવ છે, તો પોતાનું મન જરા અવળું થઈ જાય ને !