________________
પ૩૮
મા-બાપ છોકરાંનો વ્યવહાર
બધા અઢાર તો ધણી કર્યા હોય !
એક બેનને મેં પૂછ્યું હતું, તો કહે છે કે મેં પચ્ચીસ ધણી તો કરી નાખ્યા છે. મારે મોંઢે કહી દે બધું સાચેસાચું ! લાઈફ શા કામની ?! એ બે-ચાર ધણી કર્યા હોય ને પૈણી જઈએ તો નિકાલ થઈ ગયો. ફરી આપણે શરત કરીએ કે ભઈ હવે જો કોઈ ધણી નહીં કરવાનો નવો. શરતથી બંધાઈએ, એગ્રીમેન્ટ હોવું જોઈએ. નહીં તો જાનવરમાં ને આમાં ફેર શું ?!! એનીમલ લાઈફમાં શું મજા આવે ! એનીમલ લાઈફ સારી કહેવાય ?! બેન, શું તું કહું છું ? એનીમલ લાઈફ સારી કહેવાય ?! લાઈફ મનુષ્યની હોવી જોઈએ.
પ્રશ્નકર્તા : આ જવાનીયાઓને તો નવી જ સૂઝી છે, હવે પરણવાની જરૂર નથી, કહે છે. સાથે રહેવાનું, પરણવાની શી જરૂર છે, કહે છે ! એવાં કોન્ટ્રાક્ટ નીકળ્યા છે, દાદા.
દાદાશ્રી : એ પણ પણે નહીં, તો પેલો છોકરો બીજી છોકરી જોડે ફરતો હોય. પછી આ જુએ ત્યારે કહેશે, આ તો સાલુ આવું તો બ્રેક ડાઉન થઈ ગયું. આ નર્યું બ્રેક ડાઉન છે. પણ તો ય બ્રેક ડાઉન. માટે પણી અને એગ્રીમેન્ટ કરી લો બરાબર. જ્યાંથી સડી ગયું, ત્યાંથી અટકાવો. સડતું અટકાવો. આ તો બધું બ્રેક ડાઉન છે. હવે તો પૈણવાની જ મજા ક્યાં છે ? બધા દગા-ફટકા ! બ્રેક ડાઉન !
એટલે તારે પૈણવું હોય તો, તું મને કહે કે મેં છોકરો ખોળી કાઢ્યો છે. હું તને પૈણાવી આપું. પછી એની અત્યાર સુધી બે-ચાર ભૂલ થઈ ગઈ હોય, તે એને કબૂલ કરાવીએ તું તારી ભૂલ્લ થઈ હોય તે કબૂલ કરે અને પછી માફ કરે અને પછી નવેસરથી એગ્રીમેન્ટ ! હું આવું કરાવડાવું
મા-બાપ છોકરાંનો વ્યવહાર
પ૩૯ શોધવાનું અઘરું પડે, તકલીફ પડે.
દાદાશ્રી : તકલીફ પડે. માટે ઊંચો મૂકી દે કેસ જ ? કંઈ પૈણવાથી જ સુખી થઈ જાય છે એવું કંઈ નક્કી છે ! આ બધા પૈણેલા જ છે ને તો ય જો મોઢા ઉપર દિવેલ બધા ફરી વળ્યા છે ને કે નહીં ફરી વળ્યા ? પૈણવાનું એ તો વસ્તુ બધી હેલ્પીંગ છે, બીજું કશું નહીં કે ભઈ હું બહારથી કમાઈ લાવું અને તું છે તે આ કરજે. બીજું પૈણવાનું એ કંઈ એમાં સુખ છે ! એ તો ના છૂટકે ! બે-ત્રણ કુરકુરિયા પાછા જોડે ફેરવો. જોને કો'ક પગને બચકાં ભરે બળ્યાં ! અરે, આ તો કંઈ લાઈફ છે !
પહેલાં પંદર વર્ષે પૈણતા હતા ને, તો સ્ત્રીએ બીજા પુરુષનું મોટું ના જોયું હોય, પુરુષે બીજી સ્ત્રીનું મોટું ના જોયું હોય, એ લાઈફ કહેવાય. એ અમારા વખતમાં લાઈફ, બિલકુલ સિન્સિયર લાઈફ !
પ્રશ્નકર્તા : દાદા. મારા બાને પૈણે સાઠ વર્ષ થયા. મેં સવાલ પૂછયો એમને, તે વખતે મને લાગે છે, એ ચુમોતેર વર્ષના હતા. મેં કહ્યું, તમને કોઈવાર બીજો ધણી પસંદ કરવાની ઇચ્છા થઈ ગઈ હતી ?! ના, બીજો વિચાર જ નથી આવ્યો, કહે છે !
દાદાશ્રી : જોયો જ ના હોય, વિચાર જ ના આવે. કારણ કે પંદર વર્ષે જ પૈણી જાય.
પ્રશ્નકર્તા : પંદર વર્ષે જ પૈણી ગયા હતા રાઈટ. દાદાશ્રી : આ મોટી ઉંમર લોકોએ નક્કી કર્યું એટલે ! પ્રશ્નકર્તા : પણ એવા વિચાર પણ ક્યાંથી ઉત્પન્ન થયા ?
દાદાશ્રી : ના, પેલામાં શું થયું હતું, લાઈફ ટૂંકી થઈ ગઈ હતી. લાઈફ શોર્ટ થઈ ગઈ હતી. તે લાઈફ લોંગ કરવા માટે કર્યો આ રસ્તો લોકોએ ! આ તો મોટી ઉંમર થઈને પંદર વર્ષની ઉપર, એટલે બગડે જ હંમેશા, એ નિયમ છે એવો. પણ શરીરનું બંધારણ સારું રહે, બંધારણ સારું થાય. આ તો અત્યારે કંઈ લાઈફ છે !
કેટલીક બેનો તો મને કહે છે, અમારે બ્રહ્મચારી રહેવું છે. આ
પ્રશ્નકર્તા : સરખી ઉંમરે પૈણી જવું જોઈએ. કારણ કે પછી જેમ જેમ લંબાતું જાય એમ છોકરાઓ ના મળે.
દાદાશ્રી : હા. પછી રખડી મરવાનું બધું.
પ્રશ્નકર્તા : મોટી ઉંમરના છોકરાઓ શોધવાના પણ અઘરા છે આજે. એ ઉંમરનાં પછી છોકરા બાકી રહે નહીં ને, પૈણ્યા વગરવાળા !