________________
૪૮૮
મા-બાપ છોકરાંનો વ્યવહાર
છે અને એ વન ઓફ ધી પાર્ટનર છે. ફિફટી પરસેન્ટ પાર્ટનર છે, ત્યાર પછી નાના, નાના શેરહોલ્ડરો આવવાનાં.
આ તો દસ દહાડા થયા હોય ત્યારે માએ જરા શીખવાડ્યું હોય કે વહુ જરા લાફા સ્વભાવની છે, બહુ શોખીન છે. આવું માએ શીખવાડ્યું એટલે થઈ રહ્યું પછી, આ ચક્કરે ય એવું કહેશે. અલ્યા, માનું સાંભળવાનું? મા એ મા છે. ત્યારે એક કાન મા માટે રાખીએ અને એક કાન બૈરી માટે રાખીએ તો શું ખોટું ? કારણ કે આપણે પાસ કરીને લાવ્યા છીએ ને ? માં નાપાસ કરાવડાવે તો ય માને કહીએ કે ‘મા’ હું તો પાસ કરીને લાવ્યો છું. નાપાસ કરવા નથી લાવ્યો. મારી પાસ કરેલી છે. માટે તમે પણ પાસ કરો.’ આ તો તાળું એકલું પોતે પાસ કરીને લાવ્યો હોય તો ય એને માટે એવું રાખવું જોઈએ કે હવે તાળું હું લાવ્યો છું માટે એમાં ફેરફાર ના થાય. બગડેલું હોય તો છેવટે હથોડો મારીને, ઘસઘસ કરીને ઓલરાઈટ કરી નાખવાનું. કારણ કે આપણી ભૂલ થઈ તો સમું કરી નાખવાનું, પણ આ તો બઈને ઢેડફજેતો કરાવે. હવે વાઈફ મળે તે ય કર્મના હિસાબે જ મળે. એ પ્રારબ્ધ બધું. પછી કકળાટ થાય ત્યારે, મા-બાપ કહેશે, ‘તું જોઈને લાવ્યો મૂઆ ને હવે બૂમાબૂમ કરે છે ?” ત્યારે કહેશે, ‘હવે શું કરે ?!” આપણે તાળું વેચાતું લાવ્યા હોય અને પછી વસાતું ના હોય તો આપણે સમજી જવાનું કે આપણી ભૂલ છે, માટે તાળાનો દોષ નથી. એટલે વહુ જો લાવી, કકળાટવાળી નીકળી તો આપણો દોષ છે. આપણે પાસ કરનારા પછી આપણે ફરી નાપાસ કરીએ એ તો શોભે ?
(૧૮) પતિની પસંદગી !
માંગ્યો મેં તો ધણી એક; આવ્યું લંગર વળગ્યું છેકા
વર્લ્ડ પઝલ લાગે છે તને કંઈ ? કોઈ દહાડો પઝલ ઊભું થાય છે તારે ? શું નામ બેનનું?
પ્રશ્નકર્તા : ચંદ્રિકા.
દાદાશ્રી : ચંદ્રિકાએ આ બગાડ્યું એમ કહે તો ? એ જાણતી ય ન હોય ને કો’કે કહ્યું કે, ચંદ્રિકાએ આ બગાડ્યું બધું.
પ્રશ્નકર્તા : મારા મનમાં એમ ખબર હોય કે, મેં બગાડ્યું નથી. પછી જેને જે બોલવું હોય તે બોલે. પછી મને એની શી ચિંતા ?
દાદાશ્રી : તને વાંધો નહિ, નહિ ? એટલી સહનશીલતા છે ! અપમાન કરે તો ય વાંધો નહિ તને ?
પ્રશ્નકર્તા : ના, એક મિનિટ થાય, પછી હું ભૂલી જાઉં છું. દાદાશ્રી : એક મિનિટ થાય, તો પણ એક મિનિટ તો ઓછું