________________
૪૮૬
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૪૮૭
પ્રશ્નકર્તા : હા, લગ્નના દિવસથી જ ઊભા થાય છે.
દાદાશ્રી : બસ, બસ. એ જ ક્લેશ છે આ જગતમાં. શું થાય તે પણ ! તેથી કબીર કહેતાં હતાં ને કે આવડા મોટા દિલ્હીમાં અમને કોઈ માણસ જ દેખાતો નથી. દિલ્હીમાં માણસ નહીં હોય ? તો કહે છે, માણસ ખોજત મેં ફીરા.’ માણસ તપાસ કરવા નીકળ્યો કે “માણસ કા બડા સુકાલ,’ સામાસામી અથડાતા હતા, કહે છે. સુકાલ, દુષ્કાલ નહીં. સામાસામી અથડાતા એટલા બધા માણસો. પણ ‘જાકો દેખી દિલ ઠરે તાકા પડ્યા દુકાલ.’ જેને દેખીને આપણું દિલ ઠરી જાય, એનો દુકાળ છે. આ બધું ભટક ભટક કરી એનો અર્થ જ નહીં,
જાતે પાસ કરી લાવ્યા હોંશે; પછી ના ગમે એ કોના દોષે?
પ્રશ્નકર્તા : દાદા, તમે પણ છ ગામના, એટલે કંઈ એનો ઉકેલ લાવી શકો તો તમારી હાજરીમાં કોઈ ઉકેલ આવી જાય તો સારું.
દાદાશ્રી : અમે તો એટલું કહીએ, ખોટી વસ્તુ છે આ. કોઈને દુઃખ દેવાનું થાય. જ્યાં પૈસાની બાબત હોય એ વાત જ ખોટી બધી. પણ પાટીદારો ક્ષત્રિયો હોવાથી એ લેવાના પૈઠણો.
એવું ખરું છે તમે કહો છો એવું, આ રીતિ-રિવાજ કાઢી નાખવા જોઈએ આ બધા !
પ્રશ્નકર્તા : ના, પણ એ તો ચાલે નહીં અને એનો એન્ડ નથી.
દાદાશ્રી : નહીં, આ તમે વણિકોએ રીતિ-રિવાજ કાઢી નાખ્યો છે. ને તે સરસ ચાલે છે. ગાડું ચાલે છે તમારું સરસ. સરસ ચાલે છે પણ અમારે તો મૂળ અહંકારી ટેવને, મૂળ ક્ષત્રિયને...
પ્રશ્નકર્તા : પણ દાદા, અમે તો એને એક્સેપ્ટ જ નથી કરતા. પૈઠણ એકસેપ્ટ જ નહીં કરવાનું.
દાદાશ્રી : બહુ સારામાં સારું. તમારું મેં બધું જોયું ને. મેં દરેક જાતનાં વાણિયાઓનું-જૈનોનું જોયું, બધાનું સારું છે. એક ફક્ત ખરાબ અમારું જ લાગ્યું અમને.
પ્રશ્નકર્તા: ને એવું જે કોઈ કહે ને તો ના જ કહી દેવાની, કે ભઈ એ નહીં ચાલે, આ શરત હોય તો આવો.
દાદાશ્રી : તદ્દન સોદાબાજી થઈ ગઈ, સોદાબાજી ! પ્રેમ ક્યાં રહ્યો ને સોદાબાજી થઈ ગઈ ! એક બાજુ રૂપિયા મૂકો ને એક બાજુ અમારો છોકરો, તો જ પૈણશે, કહે છે. એક ત્રાજવામાં રૂપિયા મૂકવા પડે. ત્રાજવાની તોલે માપતા હતા.
પ્રશ્નકર્તા : દાદા, એ તો ત્યાંથી જ ઝઘડો શરૂ થાય. પંચોતેર ટકા તો ઝઘડો ત્યાંથી જ શરુ થાય છે.
દાદાશ્રી : ઝઘડા જ ઊભા થાય છે, બસ. આ ઝઘડો જ ઊભો થાય
વહુ રીયલાઈઝ કરીને લાવ્યો હોય કે આમ ફરો જોઈએ, તેમ ફરો જોઈએ. પછી મનમાં નક્કી કરે કે ના, બરોબર છે, ગર્થ બધું જોઈ લે, બધું બરોબર છે. પછી પાસ કરે અને દસ દહાડા પછી ખટપટો ચાલુ થઈ જાય. અલ્યા, તું જોઈને તો લાવ્યો છું ને ?
એક ભાઈ પૈણ્યા પછી, આમ એ ડબલ ગ્રેજ્યુએટ થયેલો પણ વહુ જોડે બોલે નહીં, એના બાપે ખર્ચો સારો કરીને પૈણાવી હતી. એને મેં કહ્યું, ‘અલ્યા મેં વાત સાંભળી છે, વહુ જોડે બોલતો નથી.’ ત્યારે એ કહે છે, “મને ગમતી નથી.” મેં કહ્યું, ‘હું તને કહું કે બજારમાંથી એક તાળું લાવ, અને તું તાળું લઈ આવે અને પછી તું મને કહે કે લ્યો આ તાળું. ત્યાર પછી તું જ મને કહે કે આ તાળું મને ગમતું નથી. તો કેવું ખરાબ દેખાય ? તું જ લાવ્યો અને પછી કહેશે, ગમતું નથી. પોતે લાવ્યો એટલે કહેવાનું જ કે સારું જ છે, હું જે લાવ્યો તે સરસ છે.’
આ બજારમાંથી આપણે તાળું ખરીદી લાવ્યા પછી આપણે કહીએ કે આ તાળું તો યુઝલેસ છે તો? ‘જો તમે ખરીદી લાવો અને એ જ તાળાને તમે ખોટું કહો છો, તો એનાં કરતાં દરિયામાં પડવું સારું.’ એ ન્યાય કહેવાય. આ તો તાળા માટે આવું હોવું જોઈએ, ત્યારે આ તો સ્ત્રી