________________
૪૮૪
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૪૮૫
પ્રશ્નકર્તા : હા, પણ દાદા અત્યારે આપણા હિન્દુસ્તાનમાં ઠોકી ઠોકીને કહે છે કે લગ્ન એ એક સંસ્કાર છે.
દાદાશ્રી : સંસ્કારરૂપે રહ્યું જ નથી ને. અત્યારે તો વ્યાપારરૂપે થયું છે ને, છે સંસ્કાર મૂળ. પણ તે સંસ્કારરૂપે ક્યાં રહ્યું છે ! અત્યારે તો નક્કી કર્યું હોય કે ભઈ, પાંચ તોલા સોનું આપવું એટલે પાંચ તોલા પેલો ના આપે તો કચકચ ચાલે. એનું નામ સંસ્કાર ના કહેવાય.
અમારે ત્યાં એક જણને પૈઠણ આપીને લઈ ગયેલા, નાના ગામવાળાને. ભારે પૈઠણ આપીને લઈ ગયા. પેલો માલ, સારું લાકડું ગણાતું હતું. લાકડા લાકડામાં ફેર નહીં ! સાગના ને પેલા જંગલી ને બધા લાકડા હોય ને. એટલે સાગનું લઈ આવે પછી ભારે કિંમત ચૂકવીને !
પછી છે તે પહેલે આણે પછી બઈ આવવા દેતા ન્હોતા. પછી હવે પૈઠણ લે. પહેલે આણે બઈ આવીને તે પાછી પૈઠણનો ચોથો ભાગ માંગે, વન ફોર્થ. હવે દસ હજાર પૈઠણ આપેલી હોય એ કાળમાં અને પછી અઢી હજાર શી રીતે આપે પેલો બિચારો. એટલે પછી પેલો તેડવા આવ્યો તે વહુને ના મોકલી કે રૂપિયા આપીશ તો મોકલીશ, નહીં તો નહીં. એટલે પેલો ય માથાનો ભારે હતો. તે પછી કહે છે, “હું તમને થોડા વખત પછી રૂપિયા મોકલી આપીશ, પણ એને મોકલો હમણે.’ તે આને લઈ ગયા અને ફરી પાછી આને વળાવી પાછી. પછી છે તે પાછું ફરી પાછું જ્યારે મોકલવાનું થયું બીજું આપ્યું. ત્યારે કહે છે, કે ‘પહેલા આણાનાં અઢી હજાર ને બીજા આણાના બારસો આપી જાવ. પહેલા આણાનાં આપ્યા નથી.' એટલે પેલાએ આવીને શું કહ્યું, એ છોકરીના સસરાને, ખાનગીમાં કે ‘તમે મોટા માણસ સુગંધીવાળા, આબરૂદાર જાણીને મેં તમને મારે ત્યાં વેવાઈ બનાવ્યાં. મારી પરિસ્થિતિ નથી.’ એટલે પેલા વેવાઈ શું કહે છે, ‘તો અહીં પૈણાવી'તી શું કરવાં? અહીં આગળ તો અવાય જ નહીં ! અલ્યા, પણ આવ્યો તો આવ્યો પણ હવે.... યુ એટલે પેલો ય માથાનો ફરેલો હતો. તે વેવાઈને કહે છે, “જરા કાનમાં મારે એક વાત કરવી છે, સાંભળશો ? આ છોડીને મારે બીજી જગ્યાએ પૈણાવી દેવી પડશે હવે, કહે, ‘હું નાતરે દઈ દઈશ.” તે પેલો બાપજી, તું હવે મારે ત્યાં આવશે ય નહીં બા. હવે આ તારી છોડી તારે ઘેર મોકલું ય નહીં અને મારે તારો
રૂપિયો જોઈતો ય નથી.” પછી છોડીને દુઃખ નહીં દીધું. કારણ કે ખાનદાન ક્વૉલિટી આમ તો !
પ્રશ્નકર્તા : પણ દાદા, એ તો બહુ હિંમતવાળો કહેવાય. દાદાશ્રી : કોણ ? પ્રશ્નકર્તા: છોકરીનો બાપ.
દાદાશ્રી : હિં, એ હિંમતવાળો નહીં, અક્કલવાળો. હિંમતવાળા તો બધા બહુ હોય. એ તો લાકડાં દેખાડે, ધારીયા દેખાડે. પણ આ તો અક્કલવાળો, એ જાણે કે ખાનદાન છે આ બધા, શું દેશે ? નાતરાનું નામ દીધું કે તરત ચૂપ થઈ ગયા. એ તો પછી કરે લોકો આવું બધું. બાકી પૈઠણ આપે છે, એ તો એનું લાકડું જોઈને આપે છે, બા. એમ ને એમ વેલ્યુએશન આપતા નથી.
પ્રશ્નકર્તા : એમ કહે છે. આપણા પાટીદાર સમાજમાં પૈઠણનો રિવાજ છે તે અને જો પૈઠણ ના આપે અથવા તો કંઈ ઓછું-વતું થાય તો પછી છોડીને દુઃખ આપે સાસરીમાં તો કહે આ રિવાજ ખોટો છે. કહે છે, આ ના હોવો જોઈએ !
દાદાશ્રી : કોઈને દુઃખ આપવું એ રિવાજ ખોટા. જ્યાં કોઈને દુ:ખ આપવાનું થાય એ રિવાજ બધા ય ખોટાં.
પ્રશ્નકર્તા : આ રિવાજ કાઢી નાખવા શું કરવું જોઈએ !
દાદાશ્રી : બધા યે ભેગા થવું જોઈએ. કેટલાક એમ કહેશે અમારે ગમે તેમ પૈઠણ આપીને જ અમારે કરવો છે સારામાં. તો કેટલાક કહેશે ના, અમારે આવું નથી કરવું. બધાં યે એકમત થવું જોઈએ.
પ્રશ્નકર્તા : કોઈ કેટલાય વર્ષોથી કોઈ આ કબૂલ થતું નથી એટલે વચ્ચે કોઈ ‘જ્ઞાની પુરુષ'ની જરૂર છે. બધા ભેગા થઈને આવું નક્કી કરતા નથી.
દાદાશ્રી : એ તો માર ખાઈને નક્કી કરશે. માર ખાઈને સીધા થઈને નક્કી કરશે બધા.