________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
કહેવાય ? એક મિનિટમાં તો મહીં સળગી જાય બધું ! કંઈ પણ ના થાય તો વાંધો નહિ. કંઈ પણ ના થાય એટલી તું ટેસ્ટેડ થઈ જઉં તો વાંધો નહિ. એ તો તું અટેસ્ટેડ છે ને.
૪૯૦
પરવશતા, નરી પરવશતા ! જ્યાં જુઓ ત્યાં પરવશ ! ફાધર કાયમ ઘેર રાખે નહિ. કહેશે, એનાં સાસરે જ શોભે અને સાસરામાં તો બધાં સાવ બેસી રહ્યાં હોય વઢતાં. તું ય કહ્યું કે, ‘માજી, તમારું મારે શું કરવું ? મારે તો ધણી જ એકલો જોઈતો'તો ? ત્યારે કહે, ‘ના, ધણીબણી એકલાનું ના ચાલે, આ તો લશ્કર આવશે જોડે. લાવ-લશ્કર
સહિત.’
પ્રશ્નકર્તા : વાંધો નહિ. લશ્કર આવે તો ય એમાં શું છે ? દાદાશ્રી : કશો ય વાંધો નહિ.
સમજીતે પેસો, દુઃખતા દરિયામાં; તરાશે જો રાખે ‘જ્ઞાત' હદિયામાં!
પૈણવા માટે વાંધો નથી. પૈણવું પણ સમજીને પૈણો કે, ‘આવું જ નીકળવાનું છે.’ એમ સમજીને પછી પૈણો. પૈણવાનો તો છૂટકો નથી અને કો’કને છે તે એવું ભાવ કરીને આવેલી હોય કે મારે દિક્ષા લેવી છે કે મારે બ્રહ્મચર્ય લેવું છે.’ તો વાત જુદી છે. બાકી પૈણવાનું તો છૂટકો જ નથી. પણ પહેલેથી નક્કી કરીને પૈણીએને એ માહ્યરામાં કે આવું થવાનું છે એટલે પછી ભાંજગડ નહિ, પછી આશ્ચર્ય ના લાગે. એટલે નક્કી કરીને પેસીએ અને સુખ જ માનીને પેસીએ, તો પછી નરી ઉપાધિ જ લાગે ! આ તો દુઃખનો સમુદ્ર છે. સાસુનાં ઘરમાં પેસવું એ તો કંઈ સહેલી વાત છે ! હવે ધણી કોઈ જગ્યાએ જ એકલો હોય કે એનાં મા-બાપ મરી ગયાં હોય !
પ્રશ્નકર્તા : એ ના ગમે, દાદા. મારે સાસુ હોય તો સારું ! મારાં છોકરાં રાખે.
દાદાશ્રી : ઓહોહો ! પછી બોલે ત્યારે કડવું લાગે ય ખરું, નહિ ? પ્રશ્નકર્તા : ના, વાંક હોય તો કહે, એમાં શું ?
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૪૯૧
દાદાશ્રી : હા, સાસુ હોય તો કહે, નહિ ? તો વાંધો નહિ. રીઢું થઈ જાય તો વાંધો નહિ. રીઢું થઈ જાય ને પછી માટલું ભાંગે નહિ. રીઢું થઈ ગયું હોય ! કાયમનું સુખ જોઈએ. સુખ આવું કેમ પોષાય ? ઘડીમાં મોઢું બગડી જાય પાછું. ચા મોળી આવે તો ફાવે કે બરોબર પદ્ધતિસર ગળી હોય તો ?
પ્રશ્નકર્તા : બરોબર હોય તે જ ફાવે ને ! મોળી કેમ ફાવે ! દાદાશ્રી : એક એ ચા જેવી ચીજ આટલી બધી હેરાન કરે છે. કેટલી ચીજોની પાછળ તારે રહેવાનું, તને હેરાનગતિ કોણ નહિ કરે આમાંથી ! મને તો કોઈ ચીજ હેરાન નહિ કરતી. ગળી આવે કે મોળી આવે, તારે જે આવવું હોય તે આવ. હું છું ગળ્યો ને ! બહુ ગળી આવે તો હું કહું કે હું મોળો છું ને ! કશો વાંધો નહિ. આવ, કહીએ. કંઈક સાધન તારી પાસે કોઈ જાતનું નથી ? આ પતંગ ઊડાડું છું, આ પતંગ ઊડે છે તેનો દોરો તારા હાથમાં છે ને, કે એની મેળે છૂટો દોર ને તું ત્યારે કહે, ‘મારી પતંગ, મારી પતંગ' એવું છે ? દોરો તારા હાથમાં છે? ત્યારે ગુલાંટ કેમ ખાય છે ? હાથમાં દોરો હોય તો ગુલાંટ ખાય કે તેં ખેચ્યું, પાછું રેગ્યુલર આવી જાય ! હાથમાં દોરો નહિ ને કહેશે “મારી પતંગ ! મારી પતંગ !' ન હોય તારી ? તારાં પપ્પાજીનો દોરો હાથમાં, તે હવે ગુલાંટ ખાય ને તરત ખેંચી લે, આવી જાય નહિ ?
તું પપ્પાને કહેતી'તી ને સ્કૂલો તમે બદલ બદલ કરો છો ! અહીં જાવ છો, આમ જાવ છો, તેમ જાવ, પાછાં દાદા ખોળી કાઢ્યા ! તું એક ય સ્કૂલમાં ગઈ નથી ? તો ભણી શી રીતે ?
પ્રશ્નકર્તા : એટલે સ્કૂલમાંથી કોલેજમાં જતી'તી ને !
દાદાશ્રી : હા, પણ આ નવી સ્કૂલોમાં ગઈ નથી, નહિ ? જ્યાં પરવશતા જાય, ભય ના લાગે, ઉપરી ના હોય ! એવી બધી સ્કૂલોમાં ?
ફાઈટ કરે એ અસભ્ય હિંસક; એતો તહિ અંત કોણ આપે મચક?
દાદાશ્રી : ડુ યુ વોન્ટ ટુ બી ઇન્ડિપેન્ડન્ટ ?