________________
૪૭૨
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૪૭૩
મને લોક કહે છે, “છોડી દેવું ?” મેં કહ્યું, ‘ભઈ, છોડી ના દેશો. આ નિમિત્ત છે.”
પ્રશ્નકર્તા આપણે કહીએ છીએ ને કે વૈદનાં મરે નહિ ને જોષીનાં રાંડે નહિ.
દાદાશ્રી : હા, પણ તે શબ્દ વાપરવા જેવો નથી એ. કારણ કે નિમિત્ત છૂટી જાય. નિમિત્ત જોઈએ. નિમિત્તની જરૂર બધું. ડૉક્ટર કંઈ મરી ના જાય ? જુઓને, પેશન્ટો મહીં બધા કહેતા'તા મને, કહે છે, અમે અહીં આગળ ડૉકટરનાં પેશન્ટ છીએ ને ડૉકટર જતા રહ્યા, કહ્યાં કર્યા વગર. તેમાં કહેવાય ના ઊભાં રહ્યા. એમનાથી ય ઘરડો હતો મહીં એક પેશન્ટ તે કહે, હું તો એમનાંથી ઘરડો હતો, પણ મને મુકીને જતાં રહ્યાં, કહે છે ! અલ્યા મૂઆ, એમનાં ફાધરને મૂકીને જતા રહ્યા તેમાં તારો હિસાબ શો તે ? કહ્યું. ના, આ તો આવું. એ ડૉકટર પણ નિમિત્ત તો ખરાં જ ને ! નિમિત્ત માત્ર !! તમે જેનાં નિમિત્ત હોય તે નિમિત્તમાં હું નિમિત્ત ના બનાવું તો મારી ભૂલ છે. હું જેમાં નિમિત્ત હોઉં તે તમે ગાંઠો નહિ, તો તમારી ભૂલ છે, નહિ ?
પ્રશ્નકર્તા : બરોબર છે.
દાદાશ્રી : એટલે મા જાતવાન હોવી જોઈએ. બાપ કુળવાન હોવો જોઈએ. એ પ્રજા બહુ ઊંચી હોય. જાતિમાં ગુણ ના હોય અવળા અને બાપના કુળવાન પ્રજાના ગુણ હોય. કુળના ઠઠારા સહિત, કો'કને માટે ઘસાય. લોકોના માટે ઘસાય. બહુ ઊંચા કુળવાન કોણ, બન્ને બાજુ ઘસાય. આવતાં ય વેરે ને જતાં ય વેરે અને નહીં તો જગતના લોકો કુળવાન કેવા કહેવાય ? એક બાજુ વેરાય પોતે. લેતી વખતે પૂરું લે પણ આપતી વખતે જરા સારું આપે, તોલો ય વધારે આપે. પેલા ય ચાલીસ તોલા દે, પણ પોતે એક્તાલીસ તોલા આપે. જ્યારે ડબલ કુળવાન કોણ કહેવાય ? પોતે ઓગણચાલીસ તોલા લે. એક તોલો ત્યાં ઓછો લે અને અહીં એક તોલો વધારે આપે એ ડબલ કુળવાન કહેવાય. બેઉ બાજુ ઘસાય એટલે ત્યાં ઓછું શા માટે લે ? પેલો એની જાતનો દુઃખી છે, જવા દો ને ! એનું દુ:ખ કાઢવા માટે ! અહીંયા ય લાગણી ને ત્યાં ય લાગણી. એવા માણસને જોઉં ત્યારે શું કહેતો હતો, આ દ્વાપરીયા આવ્યા.
મેં કહ્યું, આ છોકરા દ્વાપરીયા છે. દ્વાપરમાં આવું હતું. અત્યારે આ કળિયુગમાં ક્યાંથી હોય, કળિયુગમાં તો બેઉ બાજુ, કો'ક તો લેતા ય દંડો મારે આપણને અને આપતાં ય દંડો મારે.
હવે ઊંચું કુળ હોય અને અહંકાર કરે કુળનો, તો નીચા કુળમાં જન્મ થાય, બીજી વાર એને નીચું કુળ હોય અને નમ્રતા કેળવે તો ઊંચામાં આવે. બસ આપણી ને આપણી જ આ કેળવણી છે, ખેતીવાડી આપણી ને આપણી જ. પેલા ગુણો કંઈ આપણે પ્રાપ્ત કરવા નહીં પડતા, સહજ પ્રાપ્ત થાય છે, ત્યાં ઊંચા કુળમાં જન્મે એટલે આપણને જન્મથી જ આ બધા સંસ્કાર મળે !
પ્રશ્નકર્તા ઃ એટલે આ કુળ જે છે તે ઊંચું મળ્યું કે નીચું મળ્યું, એનો કંઈ હર્ષ કે ખેદ ના રાખવો જોઈએ ને !
દાદાશ્રી : હા, એ બરાબર છે. હર્ષ ના હોવો એટલે અહંકાર નહીં. એનો કેફ નહીં રાખવો જોઈએ. નીચું મળ્યું હોય તો ઇન્ફિરીયારીટી કોપ્લેક્સ (લઘુતાગ્રંથિ) નહીં રાખવી, પ્લસ-માઈનસ કર્યા કરવું.
- લોકમાન્ય હોય એ ઊંચું કુળ, બીજું શું ! એમાં કુળમાં બીજો કોઈ ફેર નથી. મોટા શેઠનો છોકરો હોય, અને શેઠના પિતરાઈ હોય, ગરીબ હોય, એનો છોકરો હોય પણ શેઠનું કુળ વધારે. એ તો શેઠનું કુળ ઊંચું ગણાય. અને પેલો છે તે પૈસા-બૈસા ઓછું અને બીજું બધું ઓછું, એટલે એવું હલકું દેખાય. પણ જ્યારે ગુણમાં પેલા શેઠનો છોકરો વાંકો પાકે, એટલે પેલું હલકું દેખાય અને પેલું પાછું ઊંચું દેખાય. અને કુળ એકલું ચાલે નહીં, કુળવાનના છોકરા ચોરીઓ કરે છે. દારૂ પીવે છે. માંસાહાર કરે છે, બધું જ કરે છે. તે તેથી અમારા ઘેડિયાઓ શોધખોળ કરેલી કે કુળ એકલું જોશો નહીં, જાતિ હઉ જોજો.
આ બધી વ્યવહારમાં કામની વાતો. આ કંઈ જ્ઞાનની વાતો નથી. પણ વ્યવહારમાં, વ્યવહાર જોઈએ ને !
પ્રશ્નકર્તા : પણ દાદા આપે કીધું બરાબર છે, વ્યવહારમાં જ્ઞાનની વાતો પણ જ્ઞાનની અગાસી સુધી પહોંચતા વ્યવહારમાં છીએ, તો વ્યવહારની અંદર આ વાતો ય કામમાં લાગે ને !