________________
૪૭૪
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૪૭૫
દાદાશ્રી : હા, કામમાં આવે ને ! વ્યવહારથી ય સારું ચાલે. એ ‘જ્ઞાની પુરૂષની’ પાસે, ‘જ્ઞાની પુરુષમાં વિશેષતા હોય, બોધકળા અને જ્ઞાનકળા બન્ને કળા હોય. આ બોધકળા એ સૂઝથી ઉત્પન્ન થયેલી છે. અને જ્ઞાનકળા જ્ઞાનથી ઉત્પન્ન થઈ એટલે ત્યાં આપણો નિવેડો આવે. કોઈ દહાડો આવી વાતચીત કરી હોય. તો વાંધો શું એમાં ? આપણને શું નુકસાન જવાનું છે ? ‘દાદા’ યુ બેઠાં હોય છે, એમની ફી હોતી નથી. ફી હોય તો વાંધો આવે !
કબીરવે મળી તેવી મળે તો પૈણાય; નહિ તો કુંવારા રહી, આત્મા સધાય!
અને આ બધા બ્રહ્મચારીઓ ફાવી ગયા કે અમારે તો સારું થયું, આ બ્રહ્મચર્ય લેવાનું નક્કી કર્યું છે. એક પરણેલા જોડાના આચાર-વિચાર અહીં આગળ જોયાં, અહીંયા ધીમે ધીમે જોયા. તે આ બધા બ્રહ્મચારીઓ એ નક્કી કર્યું કે આ તો આપણે આ બધું નક્કી કર્યું છે તે જ સારું છે ! જુઓને આ સુખ તો ઊઘાડું દેખાય છે ને !
તેથી કબીર સાહેબે કહ્યું ને કે આવી મળે તો પૈણજે. પ્રશ્નકર્તા : કેવી મળે તો ?
દાદાશ્રી : કબીર સાહેબને સ્ત્રી હતી, તમને ટાઈમ હોય તો વાત કરું કબીર સાહેબની, એ બધી વાતો કહેવાય !
પ્રશ્નકર્તા : હાજી કરોને.
દાદાશ્રી : એટલે કબીર સાહેબ પોતે ધોળે દિવસે બપોરે કાપડ વણતા હતા. વણકરનો ધંધોને, તે પણ ઝૂંપડીની બહાર. ઝુંપડી તો નાની એમાં શી રીતે કાપડની શાળ કરાય ? લાંબી જોઈએ, એટલે ઝૂંપડીની બહાર તડકામાં એક ઝાડ હતું તે થોડીવાર ઠંડક આવે, પણ આખો દહાડો તડકામાં આમ ઠકાઠક, ઠકાઠક કર્યા કરે.
એક એમનો શિષ્ય હતો તે પૂછવા આવ્યો, વીસ વર્ષનો થયો ત્યારે કહે, સાહેબ મારા વિવાહ કરવાનું પૂછવા આવ્યા છે માણસો, તે મારે પૈણવું કે ના પૈણવું ? એ મને કંઈક કહો. એ સાહેબ એને ગાંઠ્યા નહી.
સાહેબ તો વાતો સાંભળીને એમની શાળ ઠકાઠક ઠકાઠક કરે, અને બીજી જ વાતો કર કર કરે. પેલો પૂછે છે એને ઉડાડી કરીને પછી બીજી જ વાતો કરે. એમ કરતાં કરતાં ચોવીસ વર્ષનો થયો ત્યાં સુધી છે તે આમણે જવાબ ના આપ્યો. એટલે ચોવીસ વર્ષનો થયો ત્યારે લોક શું કહે છે, હવે તું મોટો થયો તે રહી જઈશ પછી. માટે પૈણી નાખ ઝટપટ. એટલે એ કંટાળી ગયો કે હવે જો નહીં પૈણીશ તો રખડી મરીશ.
એટલે ત્યાં સાહેબને શું કહે છે કે સાહેબ મને કાં તો ના કહી દો ને કાં તો હા કહી દો, બેમાંથી એક કહી દો. હવે સાહેબ, લાંબું મારાથી નહીં નભે. એટલે સાહેબ સમજી ગયા કે અકળાઈ ઉઠ્યો છે આ છોકરો.
કબીર સાહેબ એમની ઝુંપડીની બહાર બેઠાં'તાં. ઝુંપડીની બહાર શાળો ગોઠવેલી હતી. શાળના માટે આમ ખાડો કરવો પડે. તે ખાડામાં પગ હોય અને પગ પછી આમ થચાટ, થચાટ, થચાટ, ચાટ ઉપર શેડબેડ કશું ય નહીં. ઝૂંપડી ય નહીં. ઝૂંપડી તો અહીં પાછળ રહી. તે પેલાં છે તે ત્યાં શાળોનું કાપડ વણે. ત્યાં આગળ પેલો શિષ્ય આવીને બેઠો. કહે છે, આજ તો ચોખ્ખું કહી દો. મારે તો પૂછવા આવનારા જતાં રહે છે. પછી હવે છેલ્લી વાર પૂછવા આવું છું. ઘરવાળા બધાએ કહેલું કે હવે છેલ્લી વાર પૂછજે. હવે પૂછવા નહીં આવું. એટલે તમે જે તે કહો, કાં તો ના કહો તો ના પૈણું અને તમે કહો તો પૈણું, નહીં તો નહીં પણું. તે કબીર સાહેબ તો આ પેલો બોલ બોલ કરે પણ કંઈ બોલતા નથી. પછી પેલાએ બીજી વખત પૂછયું. થોડીવાર થઈને રાહ જોઈને કહે, સાહેબ, મારું કંઈક બોલોને, આ તમે તમારું વણવણ કર્યા કરો છો, પણ મારું કશું બોલતા નથી.' તો ય કબીર સાહેબે પાછું સાંભળ્યું અને થોડીવાર પછી થચાટ થચાટ કરવા માંડ્યા. એમને પેલો શિષ્ય અકળાયો નહીં, પણ શિષ્યના મનમાં એમ થયું કે આવું કેમ કરે છે તેઓ ? એટલે ત્રીજી વખત ઊઘરાણી કરીને, તો ય કશું બોલ્યા નહીં. પછી એટલું બોલ્યા, “અરે બીબીસા'બ', ત્યારે મહીંથી બીબી બોલી, ‘હા, સા'બ !'
અરે, દીવો લાવો જોઈએ.’ હવે સવારના સાડા દસ થયેલા, અજવાળું ફર્સ્ટક્લાસ. બીબીસાહેબને કહે છે, આ દીવો લાવો. તે બીબીસાહેબ તો અંદરથી દીવો સળગાવવા ગયાં. ખડિયો જ સ્તો. તે એક ખડિયો નહીં,