________________
૪૭૦
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૪૭૧
દાદાશ્રી : એવું છે આ બધું જગત. “ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટસેલ્ફ.” તે લોકો માની બેઠા છે. ચીભડાં તો ગમે તે બધાં, આ પારસણો, બધી જ પેલી ધોળી દેખાય ને ? કે ગોરી દેખાય ?
પ્રશ્નકર્તા : ધોળી દેખાય.
દાદાશ્રી : હા, ગોરી ના હોય, ધોળી હોય. ગોરી તો હિન્દુસ્તાનની સ્ત્રીઓ હોય. તે એને ગોરી કહે, ગૌર રંગ, ધોળો નહીં. ધોળો તો આ બધાં, બધાં ય ચીભડાં હોય ને બધાં ? - હવે મોક્ષે જવું છે ને ? હવે ખોળવું નથી ને કશું ? અહીં તમારે જો આવવું હોય તો અહીં ફસાવાની જગ્યા છે અહીં, તમારે ફસાવું હોય તો ફસાજો. અહીં તો બધાં ટોળટપ્પાં કર્યા કરે છે. તમને ગમે છે આવું બધું ? જુવોને, અહીં તો આવી બધી વાતો કરીએ છીએ. આ પારસણોબારસણો, વાતો કોઈ કરતું હશે ધર્મમાં ?!
કુળ અને જાત બન્ને જોવા સિલેકશનમાં; સંસ્કારી બાળકો જન્મ કોમ્બીનેશતમાં!
ઘોડી જોવા જઈએ ને, ઘોડી લોકો લેવા જાય છે વેચાતી. ત્યારે હું નાનો હતો, તે પૂછું. મેં કહ્યું, શું તમે જુઓ છો આ ઘોડીમાં ? ત્યારે કહે છે, જાતવાન છે કે નહિ તે. અલ્યા મૂઆ જાતવાન ! અને ઘોડાને ય જાતવાનનો છોકરો છે કે નહિ તે જુએ. ઘોડી જાતવાન કહેવાય. ઘોડો જાતવાન ના હોય. તે જાતવાન ઘોડી હોય છે, એટલે લોક પાસ કરીને લઈ જાય.
એવું આ કુળ ને જાતિ, બે સાથે મિલ્ચર થાય ત્યારે. એકલું કુળ લાવીને શું કરવાનું? કોયલા નીકળે. એકલી જાતિ જોઈને લાવો તો ય ભલીવાર ના આવે. ચીકણા હોય મૂઆ !
પ્રશ્નકર્તા : એટલે આપણામાં માનું મોસાળ જોતા'તા ને ?
દાદાશ્રી : એટલે એ જાતની ય જાત જોતા’તાં આપણે, એ પણ એટલું બધું જોવાની જરૂર નહિ. આ જાત કેવી છે આ બઈની જાત, બઈ જે કુળમાં જન્મી છે એની જાત કેવી છે, એટલે એની જાત પરથી તરત ખબર પડી જાય અને બાપ કુળમાં જન્મે છે, એનું કુળ કેવું છે એ જોઈ લઈએ. કુળના ગુણો છે જુદા અને જાતનાં ગુણો જુદા છે. બે ભેગાં થાય ત્યારે સંસ્કારી પુરુષ ત્યાં જન્મ. એમ ને એમ તો હોય જ નહિ ને આપણું ? એમ ને એમ તો આ બાજરીનાં ડુંડા આવડાં મોટાં આવતાં હશે ?! કાં તો કો'ક જાતનું ખાતર નાખ્યું હોય તેથી આવે એ જુદી વસ્તુ છે, ખાતરની વસ્તુ જુદી છે. અને એમ ને એમ જમીનમાં એની મેળે આવે, ઊગે કારણ કે બાજરીનો દાણો એને જો આપણે બાપનો પક્ષ ગણીએ તો ધરતીને મા પક્ષ ગણીએ, તો એ સૂઝ પડે આપણને. બાપ સારો હોય અને ધરતી રાશી હોય તો શું કરો ? ધરતી સારી હોય ને બાપ એવો હોય તો. એટલે મા પક્ષને જાતિ કહી ? સમજવું જોઈએ ને ? કુળવાન ! ચોરી કરશે. ગજવાં કાપી જશે મૂઆ. બીજું જોજે. ના જોવું પડે બધું ? શું કહો છો ?
પ્રશ્નકર્તા : જોવું પડે બન્ને.
દાદાશ્રી : પણ છેવટે વ્યવસ્થિતનો હિસાબે ! પાછું પેલાં ટીપ્પણું કાઢનારાને તેમની છોડી રાંડે, ત્યારે આ ય દુનિયા ચાલે જ છેને ! આપણી છોડી ના રાંડે એટલા હારું એની પાસે ટીખણું કઢાવીએ ! ત્યારે
જાતિ-કુળનું મિલ્ચર થાય ત્યારે સંસ્કાર આવે. એકલી જાતિ હોય, અને કુળ ના હોય તો ય સંસ્કાર ના હોય. એકલું કુળ હોય, જાતિ ના હોય તો ય સંસ્કાર ના હોય. જાતિ અને કુળ બેનું મિલ્ચર, એકઝેક્ટનેસ હોય ત્યારે સંસ્કારી માણસો જન્મ.
પ્રશ્નકર્તા : જાતિ એટલે આ વર્ણ ને ?
દાદાશ્રી : ના, એવું નહિ. હું સમજાવું. એકલું કુળવાન, કુળવાન કહીએ પણ જાત ના જોઈએ તો માર પડી જાય.
હવે ફાધર પક્ષને કુળ કહ્યું અને મા પક્ષને જાતિ કહી. આ બેઉ પક્ષો સારા ભેગા થયા હોય તો વાત પૂછવી, બીજી વાતમાં મઝા નહિ. જાતિ ના હોય તો કુળ રખડી મરે. જાતિ ના હોય ત્યારે એ ચોર હોય, ગીલેટિયા હોય, બદમાશ હોય. પત્તાં રમે બીજું રમે, દારૂ ઠોકે.
કુળવાળો તો નોબલ હોય. અને જાતિ તો, આપણે જ્યારે બજારમાં