________________
૪૬૮
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૪૬૯
બોલતા હોય અને ભાષા ફીટ થતી હોય, તો નાત-જાતની જરૂર શું છે હવે. નાત-જાત તો બધું હવે અહીં એના ફાઉન્ડેશન કાઢી નાખવાના છે બધા. એ ઓલ બિલ્ડીંગ થઈ ગયા હવે બધાં. હવે નવી ડીઝાઈનનું બિલ્ડીંગ હોવું જોઈએ. એટલે એની મેળે જ એ ખોદાઈ જાય છે. નાતજાતની જરૂર નથી. એ જરૂર હતું ત્યાં સુધી ટક્યું. હવે એ ઓલ થઈ ગયું એટલે તરત મહીં ઊખડી જાય. આપણે તો છોકરાઓ ગુજરાતી જોડે પૈણે એટલું બનતા સુધી સમજણ પાડ-પાડ કરવી. ગુજરાતીમાં જે નાતના હોય, તો પણ ગુજરાતીમાં પૈણજે, કહીએ. બીજી નાતની આવે, ઓરિસ્સાની આવે તો આપણી એને બોલી ના આવડે અને એની આપણને ના આવડે અને જો અમેરિકાની પૈણતો હોય તો એના કરતાં ઓરિસ્સાની પૈણજે, કહીએ, અમેરિકન લાવતો હોય તેના કરતાં આપણી ઇન્ડિયન સારી, ગમે તેવું હશે તો, ઓરિસ્સાની હશે તો પણ અમેરિકન ના પેસી જાય એટલું જોજો.
પ્રશ્નકર્તા : આપણા હાથમાં ક્યાં છે ? આપણા હાથમાં નથી ને અમેરિકન પેસે કે નહીં એ ?
દાદાશ્રી : હાથમાં નથી તો ય એ કંઈ વહેતું મૂકાય કંઈ ? કહેવું તો પડે ને, એ ય... એ અમેરિકન છોકરી જોડે ફરશો નહીં તમે. આપણું કામ નહીં. એવું તેવું અમથા અમથા ડફળાય ડફળાય કરીએ તો એની મેળે અસર થાય, ઇફેક્ટ થાય. નહીં તો એ જાણે કે આય ફરાય ને આય ફરાય. કહેવામાં શું વાંધો છે અને લત્તો ખરાબ આવે છે ને, લત્તો ખરાબ ઇન્ડિયામાં હોય છે, તો ત્યાં બોર્ડ મારે છે, ‘બિર ઓફ થીસ.” શા માટે એવું કહે છે ? કે જેને ચેતવું હોય તે ચેતે. કામ લાગે કે ના લાગે શબ્દ ? કેમ સમજણ ના પડી તને ?
પ્રશ્નકર્તા : પડી ને, ચોક્કસ.
દાદાશ્રી : આપણા આ ચાર વર્ણો છે ને, એ ય ખંડેર સ્થિતિમાં જ છે અત્યારે. એટલે ખરાબ લાગે છે લોકોને. ‘કાઢી નાખો’ કહ્યું, ‘એનાં ફાઉન્ડેશન સાથે કાઢી નાખો, ફરી આરસીસીનું ફાઉન્ડેશન નાખી દો.’
પ્રશ્નકર્તા : એ કઈ રીતે નીકળશે એ ?
દાદાશ્રી : ફોરેનમાં એ તો નીકળી ગયું હવે. હવે રહ્યું જ નથી. એ તમારાં છોકરાઓને પૂછી જુઓ. ‘ક્યાં પૈણવું છે તારે ?” મેં કહ્યું, ‘અમેરિકન લેડીમાં ?” પછી થોડીવાર પછી ‘ના, અમેરિકન નહિ ?” “તો
ક્યાં ?” ત્યારે કહે, ‘ઇન્ડિયન.’ ત્યારે મેં કહ્યું, ‘પેલી પંજાબી આવે છે તે ?” “ના, ના. પંજાબી નહિ. આપણી ગુજરાતી હોવી જોઈએ.” મેં કહ્યું, ‘બ્રાહ્મણ-વાણીયા?” તો “એ ગમે તે ચાલશે.’ કહે છે. હા, એડજસ્ટેબલ હોય. બધું બ્રાહ્મણ હોય તો ય એડજસ્ટેબલ, વાણીયો હોય તો ય, પટેલ હોય તો ય એડજસ્ટેબલ. ઘાંચી હોય તો ય, વાણીયા-ઘાંચી હોય છે તે ય એડજસ્ટેબલ. એને સમજણ પાડું, એટલે ફરી હાથ ઘાલે નહિ.
- ધોળી અમેરિકન લેડી ગમે નહીં તને ! ધોળી બગલાની પાંખ જેવી ! એ આપણી લેડીઓ તો ચાઈના સિલ્ક જેવી દેખાય.
પ્રશ્નકર્તા : દાદા, ક્યાંથી શીખી લાવ્યા ચાઈના સિલ્ક !
દાદાશ્રી : તે ચાઈના સિલ્ક જેવી જ દેખાય છે ને ! પણ સારી, પવિત્ર, બહુ પવિત્ર, સ્ત્રી જાતિ છે પણ પવિત્ર બહુ. કારણ કે ઇન્ડિયન સંસ્કાર બહુ ઊંચી જાતના ને ! આખી રાત ધણી જોડે લઢી હોય, પણ બહાર કોઈક ધણીની વાત કરે તો એને ખરાબ લાગે.
પ્રશ્નકર્તા : બારણું બંધ કરી દે ફટફટ.
દાદાશ્રી : હા. ‘બારણું બંધ કરી દો, પછી લઢો’ કહેશે. અને અહીં તો મેરીને જો લઢવાડ થયેલી કોઈ જાણે બીજો બહારવાળો, મેરી કહેશે, આ ધણી.. યેસ, યેસ આઈ વીલ ફાયર. ને આ ફાયર-બાયર ના કરે બિચારી.
ધોળાં કરતાં જરા શામળાની કિંમત છે, એક ફેરો ઘઉં લેવા જતા’તા. ત્યારે એક જણ કહે છે, “મારે ત્યાં આ ઘઉ છે.” પેલો કહે છે, ‘મારે ત્યાં આ.’ હું નાનો હતો ત્યારે મેં કહ્યું, ‘આ ઘઉં તો કાળા છે.” ત્યારે કહે છે, “આ ભાલિયા છે, મીઠા બહુ હોય.” અલ્યા કાળા મીઠા હોય? ત્યારે કહે, ‘હા, કાળાં જ મીઠાં હોય.’ ત્યારે ક્યા લેવા આપણે ?
પ્રશ્નકર્તા : મીઠાશવાળા.