________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૪૬૭
દાદાશ્રી : અમારે મંતવ્ય ના હોય. એ તો જ્યાં એનો હિસાબ હોય ત્યાં જ પૈણે છે. પણ આમાં અભિપ્રાય આપવાની જરૂર જ શી હવે રહી ! જેને હિસાબ હોય ત્યાં જ પૈણે છે. એટલે અમને એમાં કંઈ દુઃખ ના થાય. એ અમને નોંધ અવળી ના થાય કે આ ખોટું કર્યું છે એવું. હિસાબ હોય ત્યાં જઈને પૈણે, પછી એનું શું કરવું ?
પણ ખુલ્લું ના કહેવાય. ખુલ્લું તો એમને કહીએ કે ‘ભઈ, છોકરાઓ, તમારી નાતમાં જ પૈણજો.’ પછી પરિણામ આવે ત્યારે વઢીએ નહીં. બીજી નાતમાં પૈણ્યો હોય તો વઢીએ ય નહીં. હિસાબ વગર થતું નથી ને ! આ તો અમે જાણીએ કે શા આધારે થાય છે. એ કરતો નથી બિચારો. એ કર્તા નથી, કર્તા જુદું છે. એટલે અમને એના તરફ એ ના
રહે,
મામા તો ફરી બોલ્યા જ નહિ. પછી મહીં લઈ ગઈ પાછી, ઘી. ‘બીજું વધારે મેલું ?” કહે છે, ફરી જરા. એ પાછું ફરી ટીપું પાડી ગઈ. એટલે પછી એ મહીં ગઈને, ત્યારે મને કહે છે, “આ મારો ભાણો આ બ્રાહ્મણીને કંઈ પૈણ્યો ?” આ પેલું આમ કરીને હલાવે, તે ૭૦ ડીગ્રી સુધી નમાવે. પાટીયું આમ 0 ડીગ્રી સુધી નમાવે. એક ટીપું ય નથી પડવા દેતી. હવે કંસાર આખી રાત ખૂંચશે, કહે છે. જો પડી મેલીએ તો એને ખરાબ લાગે, હતો થોડો થોડો. આવું, પાણીમાં પલાળવાનું ? માટે બને ત્યાં સુધી આપણે નોબલ નાત જોડે નોબલમાં પૈણવું. સહુ સહુની નાતનો હિસાબ સંસ્કાર પ્રમાણે ચાલે.
પણ કળિયુગમાં બધું છિન્ન-ભિન્ન થઈ ગયેલું છે. પહેલાં તો વૈષ્ણવને ત્યાં વૈષ્ણવ જ જન્મ્યા કરે. અત્યારે એવું નથી. અત્યારે તો વૈષ્ણવને ત્યાં જૈન જન્મ્યો હોય, જૈનને ત્યાં વૈષ્ણવ જન્મ્યો હોય એવું બધું. આ છોડીઓ જેમ ભાગાભાગ કરે છે ને એવું.
પ્રશ્નકર્તા : આ જૈન અને બ્રાહ્મણનું જોડું એમ જ થયું ને !
દાદાશ્રી : હા. પહેલાં તો એ બ્રાહ્મણને નાત બહાર મૂકે, અત્યારે નાત બહાર ચાલે નહીં, કોઈનું પણ. કારણ કે નાત બહાર મૂકનારાની છોડી જતી રહેલી હોય ત્યાં ! એટલે મેરી ભી ચુપ ને તેરી ભી ચૂપ ! એમ કરતું કરતું તૂટી ગયું બધું.
ઈન્ટરકાસ્ટ મેરેજ કરવામાં વાંધો નથી હવે. પહેલા કરવામાં જરા વાંધો હતો.
એક પટેલ અમારા ઓળખાણવાળા હતાં, સગાંવહાલાં ય થાય. તે બેરાલીસની સાલમાં અમારું કામ પડ્યું. તે ઘડીએ બોલાવ્યા અમને કે ‘જરા આવજો ને, અમારે આટલું કામ પડ્યું છે.’ એટલે હું ને એમના મામા, બેઉ ત્યાં ગયાં. ત્યારે કહે, ‘મુંબઈ જવાશે તમારાથી ?” મેં કહ્યું, ‘હા, જઈશું.’ ત્યારે કહે, ‘ઘેર ખબર કહેવડાવો.' ત્યારે મેં કહ્યું, ‘કહેવડાવીએ.” ત્યારે કહે, ‘પણ જમીને, અહીં જમી લેવું પડશે.” ત્યારે મેં કહ્યું, ‘અહીં જમીશું.’ તે પટેલ થઈને પૈણેલા ક્યાં ? નાગરબ્રાહ્મણને ત્યાં. મોટાં માણસની, દિવાનની છોડી. તે જાતે કહે છે, ‘તમારે....' કહ્યું, ‘કામ શું છે એ કહો.’ ત્યારે કહે, ‘હજારની નોટો કેન્સલ કરી છે. તે આપણી પાસે હજારની નોટો છે ને, તેનું ગમે તેમ કરીને ફેંકી મારી છેવટે વેચી દેવાની, થોડા થોડા ઓછાં ભાવમાં, મેં કહ્યું, ‘લઈ જઈશું.’ તે અમે બેઉ જણે કેડે બાંધ્યા. બેએક લાખ હતાં ને તે બાંધ્યા. ને પછી એ કહે, “ના, જમીને જવાનું.’ તે જમવા બેઠાં. ત્યારે કહે, ‘કંસાર તો આજ ખાવો પડે, શુકનનો.” તે બ્રાહ્મણીએ શુકન કરેલા. તે કંસાર આટલો આટલો મૂક્યો. ત્યાં સુધી અમને હરકત ના આવી. પછી ખાંડ મૂકી ગઈ. ત્યારે પેલા એનાં મામાએ કહ્યું કે ‘પહેલું ઘી લાવ.' કહે છે. એ ઘી લાવી. એક ટીપું પાડ્યું. અલ્યા મૂઆ, કંસારમાં આ પલળવું ય ના જોઈએ ? પાણીમાં પલાળીએ ? પાણી ચોપડીને...!! એક ટીપું પાડ્યું. પછી એનાં
પરદેશમાં બહુ તાતની તહિ જરૂર; ગુજરાતીમાં જ કરે તો ય શૂરા
પ્રશ્નકર્તા : આ દેશમાં અમેરિકામાં નાત-જાત જેવું કશું રહ્યું નથી. તો ત્યાં શું કરવાનું ?
દાદાશ્રી : અમેરિકામાં નાત-જાતની જરૂર જ શું છે આપણે ? હવે આ ઇન્ડિયન તો ખરાને આપણે અને ઇન્ડિયનમાં ભાષા તો આપણી ગુજરાતી હોય તો આપણે બધા એક જ છીએ ને. ભાષા સામસામી