________________
૪૬૪
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૪૬૫
મા-બાપ છોકરાંનો વ્યવહાર રૂપાળી હાકુસ દેખી લાવ્યો ઘેર; એ ચાખે તો ખાટી, સિલેકશત ફેર!
આપણો એક હિન્દુનો છોકરો પારસણ પાછળ પડેલો ! મેં કહ્યું, આ કેરીઓ ઉપરથી રૂપાળી દેખાય પણ કાપીએ ને ત્યારે ખાટી નીકળે ! આ પારસણો બધી હાફુસની કેરી જેવી રૂપાળી દેખાય ને ! પણ ખાટી નીકળે. મોટું બગડી જશે ત્યારે પછી ક્યાં જઈશ ? પછી આખી જિંદગી બફારો જ ને ? સહન ના થાય પછી ! કેરી તો ખાટી નીકળે તો નાખી દઈએ પણ સ્ત્રીને ક્યાં નાખી દઈએ ?
પ્રશ્નકર્તા : એ મતભેદ હોય એ સુધારવા પ્રયત્ન કરવાનો.
દાદાશ્રી : મારું કહેવાનું કે મતભેદનો સવાલ નહીં. આ તો અંડરડેવલપ જોડે લગ્ન કરવું એ ત્યાં બધું ખાટું જ નીકળે ! લગ્ન પોતાના ડેવલપમેન્ટમાં જ હોવું જોઈએ ! એટલે લગ્ન ક્યાં કરવું એની કઈ લિમિટ તો હોવી જોઈએ ને ?! બાકી ગમે તેવી પારસણ તેડી લાવ્યા પછી શું થાય ? દેખાય રૂપાળું પણ ડેવલપમેન્ટ બધું બહુ કાચું !
છેતરાઈશ મૂઆ, જૈન છોકરાને ના કહ્યું પછી લગ્ન બંધ રહ્યું. જૈન છોકરા પારસણ જોડે પૈણે તો તે વેશ થઈ પડે. આને પરણાતું હશે ? એ તો કામની જ ન્હોય અને આપણી નાતમાં જ પરણે એ અંદર મીઠી દરાખ જેવી અને તે પાછી આખી જીંદગી સુધી રહે. પેલી તો છ મહિનામાં પાછી છૂટી કરી નાખે.
પારસી છોકરી જતી હોય તો તું એના તરફ જોતો હોઉં ત્યારે તને યાદ આવે કે આ મેં તો આવું નક્કી કર્યું છે !?
પ્રશ્નકર્તા : હા, તો યાદ આવે.
દાદાશ્રી : તો એના તરફ બિલકુલ જોવું જ નહીં, આ આપણી લાઈન જ હોય. હવે જ્યારે બીજી જગ્યાએ જોઈએ ઇન્ડિયનમાં, તે પણ આપણને હજુ લેવાદેવા નથી અને આ જોઈએ છીએ એ ગુનો કરીએ છીએ, એ આપણને રહેવું જોઈએ. એટલે હું તને દેખાડીશ કે જોયા પછી શું કરવું તારે ? જોયા પછી એના વિચાર ઘેર આવે. પણ પછી શું કરવું એ બતાડીશ. એટલે ભૂંસી નંખાય. ડાઘ પડ્યો તો ખરો, પણ પછી સાબુ રાખીએ, તો ભૂંસી નંખાય. એટલે કપડું ચોખું ને ચોખું રહે. ભૂંસી નાખવાનાં સાધન નહીં હોવાથી પછી તે રૂપ થઈ જાય બિચારા.
પ્રશ્નકર્તા : તે રૂપ થઈ જાય એટલે શું ?
દાદાશ્રી : બહુ ને બહુ એક પ્રકારનો ગુનો થયો એટલે પછી ગુનેગાર જ થઈ જાય. જે ગુનો છેટેથી હતો તે ગુનેગાર થઈ જાય પોતે. ગુનાહિત પ્રવૃત્તિમાં પડી જાય. પેલો આપણે બતાડીએ કે ભઈ આ ભૂંસી નાખજો સાબુથી એટલે પડી ના જાય પછી. વધુ ખેંચાણ બંધ થઈ જાય !
આ બધું આવું શીખવાડવું પડે. કારણ કે આ ઊંધું જ માની બેઠા છે. એને રૂપ કહે છે. અરે, રૂપ કહેવાતું હશે ? આપણા જૂના માણસો આને રૂપ ન્હોતા કહેતા. રૂપ તો કેવું હોય ? એમાં અંગ-ઉપાંગ સરસ હોય. આંખ સારી હોય અને કાળી ભમ્મર જેવી દેખાતી હોય. અને યુરોપિયન લેડીની આંખ કેવી હોય, બીલાડી જેવી. બીલાડીની આંખ તો સારી હોય ! એટલે આવું ના પૈણાય. આવું બધું શીખવાડવું પડેલું. એ તો એમ જ જાણે કે આ ઉપર દેખાય છે એવો જ માલ મહીં હશે !
વર્તજે અહીં નક્કી કર્યા પ્રમાણે; તાતતીતે જ હા, પસંદગી ટાણે!
હવે તે આજે બધું જે યોજના કરી, બોલ્યો, એ યોજના પ્રમાણે વર્તીશ કે યોજનામાં ફેરફાર કરીશ ?
પ્રશ્નકર્તા : ના, એ પ્રમાણે જ વર્તીશ.
દાદાશ્રી : તે કહ્યું કે મારે અમેરિકન કે પારસી એવું તેવું ના જોઈએ અને ઇન્ડિયન જોઈએ. તો પછી હવે એવું કોઈ અમેરિકન કે
જ્ઞાત કહે પૈણ્યો, તે મુજબ કર્મ: વ્યવહારે વાતમાં જ કરે એ ધર્મ!
પ્રશ્નકર્તા ઃ તમારો શું અભિપ્રાય, આ ઇન્ટરકાસ્ટ લગ્નનો ? તમારું મંતવ્ય ?