________________
૪૬૨
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૪૬૩
નથી. જો, તારી મમ્મીને ને ફાધરને તેં જોયાં ને ! તો એ બેને કોઈ દહાડો મતભેદ પડે કે ના પડે ?
પ્રશ્નકર્તા : મતભેદ તો પડે. દાદાશ્રી : હા, પણ તે ઘડીએ તારી મમ્મી જતી રહે છે કોઈ દહાડો
પ્રશ્નકર્તા : એ કહે છે પણ બધી જ ગમે તો ?
દાદાશ્રી : જે તને ગમે એ ગમે, પણ તું એને ના ગમતો હોય ત્યારે શું થાય ? એક છોકરીને એક છોકરો દેખાડ્યો એના બાપે ત્યારે બાપને કહે છે, આ બબૂચકને ક્યાં તેડી લાવ્યા મારી પાસે ! આ છોકરીઓ ! મહીં આઝાદ હોય એ બોલી જાય.
ય ?
એક તાતતાતાં સરખા સ્વભાવ; પરમાતમાં ન બેસે મેળ સાવ!
પ્રશ્નકર્તા : આપણી નાતમાં જ લગ્ન કરવાના ફાયદા શું ? એ જરા
પ્રશ્નકર્તા : ના, ના.
દાદાશ્રી : અને પેલી તો ‘યુ” કરીને આમ બંદૂક દેખાડે, જતી રહે અને આખી જીંદગી રહે આ. એટલે અમે તમને સમજણ પાડીએ કે ભઈ, આ આવું કરશો નહીં આ બાજુ, પછી પેઠા પછી પસ્તાશો. આ તો ઠેઠ સુધી રહે હં કે, વઢવઢા કરીને સવારમાં પાછું રીપેર.
પ્રશ્નકર્તા : વાત સાચી છે.
દાદાશ્રી : માટે હવે નક્કી કર કે મારે ઇન્ડિયન લેડી જોડે પૈણવું છે, ઇન્ડિયનમાં તું ગમે તે, બ્રાહ્મણ, વાણિયણ, તને જે ફાવે તે વાંધો નથી.
પ્રશ્નકર્તા : જો એને ગમતી હોય તો વિવાહ કરી રાખે, એવું સમજાવો.
દાદાશ્રી : હા, વિવાહ કરી રાખશે. આ એ દેખાડેને, તે પાસ કરી દેજે હવે કે આ ચોઈસ છે, કહીએ. એટલે પછી એને સેટલમેન્ટ થાય પછી પૈણજે. આટલું કરજે તું મારું ! સમજ પડીને ? જયારે ત્યારે પૈણ્યા વગર ચાલે એવું નથી, કંઈ બ્રહ્મચારી રહેવાય એવું છે ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : ત્યાર પછી આપણે પહેલેથી સેટલમેન્ટ લેવામાં વાંધો શો ? પછી આપણે જોઈતી છોકરી ના મળેને પછી ઊંધી બીજી મળે. એનાં કરતાં અત્યારે જ તપાસ કરીએ તો સારી મળી જાય, તો આપણું ચાલ્યું. આજ ને આજ નહીં, છ મહિના-બાર મહિના સુધી જો જો કરતા કરતા.... !
દાદાશ્રી : આપણી કોમ્યુનીટીની વાઈફ હોયને તો આપણા સ્વભાવને મળતું આવે. આપણે કંસાર લીધો હોય અને ઘી વધારે જોઈતું હોય આપણા લોકોને. હવે કોઈ એવા નાતનીને પૈણી લાવ્યો, તો તે મેલે નહીં આમ, નીચું નમાવતા જ એના હાથમાં દુઃખે એટલે એના જુદા જુદા ગુણો જોડે ટકરામણ થાય આખો દહાડો ય અને આ આપણી જાતની જોડે કશું ના થાય. સમજણ પડીને ? ભાષા પેલી બોલેને, તે ય ચીપી ચીપીને બોલે અને આપણો દોષ કાઢે કે તમને બોલતા નથી આવડતું, એવું ત્રાગા કરે. એના કરતાં આપણી સારી કે કંઈ કહે તો નહીં, આપણને વઢે નહીં.
પ્રશ્નકર્તા : આપ કહો છો કે એક જાતિની હોય ત્યાં ઝઘડો ના થાય, પણ એક જાતિની હોય ત્યાં ય ઝઘડો તો થાય છે, એનું શું કારણ?
દાદાશ્રી : ઝઘડો થાય પણ એનો નિકાલ થાય. પણ પેલો આખો દહાડો ગમે એની જોડે અને પેલા જોડે તો ગમે નહીં પછી, એક કલાક ગમે અને પછી કંટાળો આવ્યા કરે. એ આવે ને કંટાળો આવે, એ આવે ને તરત કંટાળો આવે. પોતાની જાતની હોય તો ગમે, નહીં તો ગમે જ નહીં. કંટાળો આવે, ભૂતડી જેવી લાગે. આ બધા જે પસ્તાયેલાને તેના દાખલા કહું છું. આ બધા બહુ ફસાયેલા, આ લોકો વધુ ફસાયેલા.