________________
૪૬૦
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૪૬૧
મા-બાપ છોકરાંનો વ્યવહાર
ફોરેન લેડી પહોંચે છૂટાછેડે છેક; ઈંડીયત રોજ લઢે તો ય એકતા એકા
જ્યારથી સમજણ પડી કે આ ખોટું થઈ રહ્યું છે એટલે બંધ કરી દેવું જોઈએ.
પ્રશ્નકર્તા : પોતાને બંધ કરી દેવાની વાત કરી તમે, પણ પોતાને પછી પાછી ઇચ્છા થયા કરે તો શું કરવું ?
દાદાશ્રી : ઇચ્છા થયા કરે તે મનને ઇચ્છા થયા કરે. મનને કહીએ કે હવે તારે કોઈની બૂમ પાડવાની નથી, બૂમ પાડવી હોય તો પાડ્યા કર એક બાજુ, કહીએ. ગો ટુ યોર રૂમ !!
પ્રશ્નકર્તા : આ સહેલું છે કહેવાનું પણ પેલું અઘરું થઈ પડે છે !
દાદાશ્રી : ના, અઘરું ના થઈ પડે. યુ આર કમ્પ્લીટ જુદો છું. માઈન્ડ ને, યુ આર કમ્પ્લીટ જુદો છું, સેપરેટ.
પ્રશ્નકર્તા: માઈન્ડ સેપરેટ છે. પણ મારી બોડીને જોઈએ તેનું શું ?
દાદાશ્રી : એ બોડીને જોઈતું હોય તો બોડી છે તે એની મેળે માંગી લેશે. તારે શા માટે પડવાની જરૂર ?! એ તો ભૂખે લાગશે ત્યારે બોડીને તો ખાવાનું મળી આવશે. વાઈલ્ડ લાઈફ નહીં હોવી જોઈએ. ઈન્ડિયન લાઈફ હોવી જોઈએ.
પ્રશ્નકર્તા : આપણે અત્યાર સુધી ડેટિંગ કરતા હતા, પછી હવે નક્કી કર્યું કે આપણે હવે નથી કરવું, બંધ કરી દેવું છે, જાગ્યા ત્યારથી સવાર, આપણે બંધ કરી દીધું, પણ તે પેલી સામી વ્યક્તિનું શું ?
દાદાશ્રી : આપણે શું લેવાદેવા ! પ્રશ્નકર્તા : કશું લેવાદેવા નહીં ? દાદાશ્રી : ના, કશું ય લેવાદેવા નહીં. પ્રશ્નકર્તા : હવે એને દુઃખ આપ્યું ના કહેવાય ?
દાદાશ્રી : સામી વ્યક્તિ તો, આપણું મગજ બગડી જાય તો રહે ?! આપણને પછી પૈણે ?
તમે ચોખ્ખા હશો તો તમને વાઈફ પણ ચોખ્ખી મળશે ! એનું નામ જ ‘વ્યવસ્થિત', જે એક્કેક્ટ હોય !
દાદાશ્રી : તારે તો વહેલું પૈણવું છે કે પછી મોડું ? પ્રશ્નકર્તા : મોડું. દાદાશ્રી : એમ ને એમ તારાથી રહેવાશે ? પૈણ્યા વગર રહેવાશે? પ્રશ્નકર્તા : બે વર્ષ પછી. હજુ ભણવાનું બાકી છે. દાદાશ્રી : હા, તે પૂરું કરજે. પણ વિવાહ કરવામાં વાંધો છે ? પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : વિવાહ કરી રાખે તો ચાલે ને ! પૈણવાનું હમણે નહીં, પણ વિવાહ કરી રાખ. અમેરિકન જોડે પૈણવું છે કે ઇન્ડિયન જોડે ?
પ્રશ્નકર્તા : ઇન્ડિયન સાથે. પપ્પાને ખુશ રાખવાના છે એટલે.
દાદાશ્રી : નહીં તો તારે એમને ખુશ ના રાખવાના હોય તો ? તો અમેરિકન જોડે પૈણું ખરું ? તારા માટે તને કઈ ગમે વધારે ? ફર્સ્ટ પ્રેફરન્સ શું છે તારું ?
પ્રશ્નકર્તા : ગમે એ ચાલે, હું કઈ કલર-બલરમાં નથી માનતો. જે સારી છોકરી હોય, અમેરિકન હોય કે ઇન્ડિયન હોય, તો ય વાંધો નહીં.
દાદાશ્રી : પણ એવું છે ને, આ કેરીઓ અમેરિકન અને આપણી કેરીમાં ય ફેર હોય છે એવું તું ના જાણું ?! શું ફેર હોય છે આપણી કેરીમાં ને..!
પ્રશ્નકર્તા: આપણી મીઠી હોય.
દાદાશ્રી : હા, ત્યારે પછી જોજો. એ મીઠી ચાખી તો જો આપણી ઇન્ડિયનની.
પ્રશ્નકર્તા : હજુ ચાખ્યું નથી. દાદાશ્રી : ના. પણ પેસીશ નહીં આમાં અમેરીકનમાં પેસવા જેવું