________________
૪૫૮
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૪૫૯
જે જ્ઞાન મને હતું, એ જ્ઞાન એને થયું, હવે વાંધો નથી. જ્ઞાન થઈ જવું જોઈએ કે લફરું શું છે ? એ પછી નિરંતર છૂટું જ પડતું જાય.
પોતાનો ભઈબંધ ય બહુ ૨૫ વર્ષથી હોય, પણ જ્યારથી પોતાને દગો-ફટકો લાગ્યો, એટલે સમજાય કે આ તો સાલું લફરું છે. પછી ઉપલક, દેખાવથી ના કહે પણ એમ કરતો કરતો છૂટું થઈ જાય. લફરું જાણે ત્યારે લફરાનું જ્ઞાન થવું જોઈએ.
પ્રશ્નકર્તા : તો પછી આ મોહ અને પ્રેમ એની તારવણી કરવી હોય તો કઈ રીતે કરી શકાય ?
દાદાશ્રી : પ્રેમ છે જ નહીં. તો પ્રેમની વાત જ શું કરવા કરો છો? પ્રેમ છે જ નહીં. બધો મોહ જ છે આ તો, મોહ ! મૂર્ણિત થઈ જાય. બેભાનપણે, બિલકુલ ભાન જ નથી !
દાદાશ્રી : એકલો જ મોહ ! ઉપર મોટું રૂપાળું દેખાય છે એટલે પ્રેમ દેખાય. પણ એ પ્રેમ કહેવાય નહીં ને ! હમણે અહીં આગળ ગૂમડું થાય ને, તો પાસે જાય નહીં પછી. આ તો કેરી મહીંથી આખી જુએને તો ખબર પડે. મોઢું બગડી જાય તો બગડી જાય, પણ મહીના સુધી ખાવાનું ના ભાવે. અહીં બાર મહિના સુધી આવડું ગુમડું થાય તો મોટું ના જુએ, મોહ છૂટી જાય ને જ્યારે ખરો પ્રેમ હોય તો એક ગુમડું, અરે બે ગુમડાં થાય તો ય ના છૂટે. તે આવો પ્રેમ ખોળી કાઢજો. નહીં તો શાદી જ ના કરશો. નહીં તો ફસાઈ જશો. પછી એ મોઢું ચઢાવશે ત્યારે કહેશે, ‘આનું મોઢું જોવાનું મને નથી ગમતું.” ત્યારે અલ્યા સારું જોયું હતું તેથી તને ગમ્યું હતું. ને હવે આવું નથી ગમતું ?! આ તો મીઠું બોલતા હોયને, એટલે ગમે અને કડવું બોલતા હોય તો કહે “મને તારા જોડે ગમતું જ નથી ?”
પ્રશ્નકર્તા : એ પણ આસક્તિ જ ને ?
દાદાશ્રી : બધી આસક્તિ. ‘ગમ્યું હતું ને ના ગમ્યું, ગમ્યું હતું ને ના ગમ્યું’ એમ કકળાટ કર્યા કરે, એવા પ્રેમને શું કરવાનો ?!
પ્રશ્નકર્તા : એવી જ કોઈ રીતે પણ મોહ પાછળ જીવન ન્યોછાવર કરવાની શક્તિ લે તો પરિણામે પૂર્ણતા આવે ? તો એ ધ્યેયની પૂર્ણતાને પ્રાપ્ત કરે ?
દાદાશ્રી : મોહની પાછળ ન્યોછાવર કરે તો તો પછી મોહ જ પ્રાપ્ત કરે. ને મોહ જ પ્રાપ્ત કર્યો છે ને લોકોએ !
મોટું રૂપાળું પસંદ કરી લાવ્યો પૈણી; હવે નથી જોવું ગમતું કહે ધણી!
બહુ માર ખાય ત્યારે જે મોહ હતો કે, તે મોહ છૂટી જાય બધો. ખાલી મોહ જ હતો. તેનો જ માર ખા ખા કર્યો !
પ્રશ્નકર્તા : મોહ અને પ્રેમ એ બન્નેની ભેદરેખા શું છે ?
દાદાશ્રી : આ ફૂદું છે ને ! ફૂદું દીવાની પાછળ પડી અને ‘યા હોમ” થઈ જાય છે ને ? એ પોતાની જીંદગી ખલાસ કરી નાખે છે. એ મોહ કહેવાય. જ્યારે પ્રેમ એ ટકે, પ્રેમ ટકાઉ હોય, જો કે એમાં ય થોડી આસક્તિનાં દર્દ હોય. પણ તો ય ટકાઉ હોય એ મોહ ના હોય.
મોહ એટલે ‘યુઝલેસ’ જીવન. એ તો આંધળા થવા બરાબર છે. આંધળો માણસ ફૂદાની પેઠે ફરે અને માર ખાય એના જેવું અને પ્રેમ તો ટકાઉ હોય એમાં તો આખી જીંદગીનું સુખ જોઈતું હોય. એ તાત્કાલીક સુખ ખોળે એવું નહીં ને !
પ્રશ્નકર્તા : આ છોકરા-છોકરીઓ પ્રેમ કરે છે. અત્યારના જમાનામાં, તે મોહથી કરે છે એટલા માટે ફેઈલ થાય છે ?
ત કરાય કદિ ભારતીયથી ડેટિંગ; વર્જીતને મળે વર્જીત કુદરતી સેટીંગ!
પ્રશ્નકર્તા : આ ડેટિંગ ચાલુ થઈ ગયું હોય પછી હવે કેમનું બંધ કરવું એને ? શું કરવું?
દાદાશ્રી : એ બંધ કરી દેવાનું નક્કી કરો અત્યારે કે આ બંધ કરી નાખવું છે. આપણે કહીએ કે અહીં છેતરાઉં , તો છેતરાવાનું પછી બંધ કરી દઈએ. નવેસરથી છેતરાવાનું બંધ. જ્યારથી જાગ્યા ત્યારથી સવાર.