________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
દાદાશ્રી : ના. ટેમ્પરરી લવમેરેજ એ પાપ ગણાય. પરમેનન્ટ લવમેરેજ હોય તો નહીં. એટલે લાઈફ લવમેરેજ હોય તો વાંધો નહીં. ટેમ્પરરી લવમેરેજ એટલે ફોર વન ય, ફોર ટુ યર. પરણવું હોય તો એકને જ પરણવું જોઈએ. ફ્રેન્ડશીપ બહુ નહીં કરવી જોઈએ. નહીં તો નર્સે જવું પડે.
૪૫૬
પ્રશ્નકર્તા : આ જે બીજા અમેરીકન્સ કહે છે કે જેવી રીતે બીજી છોકરીઓ કેટલાય જણા જોડે સંબંધ રાખે, તો એ લોકોને તો કંઈ વાંધો નથી આવતો. એ લોકોને કંઈ પાપ નથી ને આપણને કેમ એવું છે ?
દાદાશ્રી : એમને છોકરીઓની પડેલી નથી હોતી બહુ, એ તો ના જતો હોય તો વીસ-બાવીસ વર્ષનો છૂટો કરે એને. આપણે ત્યાં નહીં કરે. એ તો એમને એમના કપલ પૂરતી જ પડેલી હોય છે અને આપણા તો ઠેઠ સુધી, તમે પચાસ વર્ષના થાવ તો ય લાગણી રાખે મા-બાપ. તમે પચાસ વર્ષના થાવ તો ય એમને દુઃખ થયા કરે કે આ બિચારીનું શું થતું હશે, શું થતું હશે ?! અને આમને ના થાય.
પ્રશ્નકર્તા : એ લોકોને કેમ એવું હોય ? અને આપણને.
દાદાશ્રી : ડેવલપમેન્ટ કાચું છે. સામાજીક ડેવલપમેન્ટ નથી એમનામાં. સામાજીક ડેવલપમેન્ટ કાચું છે.
પુરાવા ભેગાં થતાં લફરું પેઠું! લફરું જાણતાં જ, પડે એ છૂટું!
તમે નાના હતા ત્યારે આવું લફરું વળગેલું કોઈ જાતનું ? તે પુરાવા ભેગા થાય, બધા એવિડન્સ ભેગા થાય એ એટલે લફરાં વળગી
જાય.
પ્રશ્નકર્તા : લફરું એ શું છે ?
દાદાશ્રી : હા, તે કહું છું. એક નાગર બ્રાહ્મણ હતો, તે ઓફીસર હતો. તે એનાં છોકરાને કહે છે. ‘આ છોકરી સાથે તું ફરતો હતો. તે મેં તને દીઠો, તે લફરા શું કરવા ફેરવે છે !' છોકરો કોલેજમાં ફરતો હતો,
મા-બાપ છોકરાંનો વ્યવહાર
કોઈ ગર્લફ્રેન્ડ જોડે. એનાં બાપે દીઠો હશે. એને લફરું એ લોકો નથી કહેતા, પણ આ જુના જમાનાનાં માણસો એને લફરું કહે છે. કારણ કે ફાધરનાં મનમાં એમ થયું કે ‘આ મૂરખ માણસ સમજતો નથી, પ્રેમ શું
છે એ ? ને માર ખાઈ ખાઈને મરી જશે !' પ્રેમને નીવેડવો એ સહેલો નથી. પ્રેમ કરતાં બધાને આવડે છે, પણ એને નીવેડવો સહેલો નથી. તેથી એનાં ફાધરે કહ્યું કે, ‘આ લફરાં શું કરવા, કરવા માંડ્યાં ?’
તે પેલો છોકરો કહે છે, ‘બાપુજી, શું કહો છો આ તમે ? એ તો મારી ગર્લફ્રેન્ડ છે. તમે આને લફરું બોલો છો આમ ? મારી નાકકટ્ટી થાય એવું બોલો છો ? એવું ના બોલાય.’ ત્યારે બાપ કહે છે, ‘નહીં બોલું હવે.’ એ ગર્લફ્રેન્ડ જોડે બે વર્ષ દોસ્તી ચાલી. પછી એ બીજા કોઈ જોડે સિનેમા જોવા આવી હતી ને આણે જોઈ. એટલે એના મનમાં એમ લાગ્યું કે આ તો પપ્પાજી કહેતા હતા કે ‘આ લફરું વળગાડ્યું છે’ તે એવું આ
લફરું જ છે.
૪૫૭
પહેલાં જ્યારે ફાધરે કહ્યું કે, ‘આ લફરું શું કામ કરવા માંડ્યું છે ?’ ત્યારે આ આડુંઅવળું બોલ્યો એટલે એનાં ફાધરે જાણ્યું કે “એની મેળે મેળે જ અનુભવ થવા દેને ! આપણો અનુભવ લેવા તૈયાર નથી. તો એને પોતાને અનુભવ થવા દો.’ તે આવું બીજા જોડે સિનેમામાં દેખેને, એટલે અનુભવ થાયને ? એટલે પછી પસ્તાય કે ફાધર કહેતા હતા એ સાચી વાત છે. સાલું લફરું જ છે આ તો.
એટલે પુરાવા ભેગા થાયને તો લફરા વળગી જાય. પછી છૂટે નહીં અને બીજાને લઈને ફરે એટલે રાત-દહાડો પેલાને ઊંઘ ના આવે. બને
કે ના બને એવું ? પેલા છોકરાએ જ્યારે જાણ્યું ત્યારથી એ લફરું છૂટવા માંડ્યું. એટલે જ્યાં સુધી ‘ગર્લફ્રેન્ડ’ કહે અને એને લફરું જાણે નહીં ત્યાં સુધી શી રીતે છૂટે ?! આ તો લફરું જ છે ત્યારથી એ છૂટું પડવા માંડે. જ્યારે ત્યારે છૂટું થઈ જાય. મહિને, બે મહિને, ચાર મહિને પણ છૂટું જ થઈ જાય. સાયન્ટિફિક કાયદો આ. એને જ્ઞાનમાં આવવું જોઈએ કે આ લફરું છે. બાપ એવું જાણે કે આ લફરું છે. પણ પેલાને એ જ્ઞાનમાં આવ્યું નથીને. એને તો બાપાનું ઊંધું દેખાય પણ છોકરો લફરું કહેને, પછી આપણે એની માટે કચકચ નહીં કરવાની. આપણે જાણીએ કે જ્ઞાન થયું.