________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
પ્રશ્નકર્તા : પણ બીજા સંજોગો આપણે જોવા જોઈએ ને દાદા, કુટુંબ કે નાત કે આમ સામાન્ય....
૪૫૪
દાદાશ્રી : એ સંજોગો જ ભેગા ક્યારે થાય કે બનવાનું હોય તે પ્રમાણે જ થાય.
પ્રશ્નકર્તા : બધા ય એવિડન્સીસ ભેગા થાય તો જ લગ્ન થાય.
દાદાશ્રી : તો જ લગ્ન થાય, નહીં તો ના થાય. એટલે એ ગભરામણ નહીં રાખવાની પછી. કુટુંબ ખરાબ આવ્યું. છૂટું થયું, પછી જે તારો હિસાબ તે આવ્યો. બાકી બુદ્ધિ જો ખોળવા બેસેને તો આ ગામમાં એકું ય મોડલ સારું જડે નહીં. બુદ્ધિનું ખોળેલું તો જડે જ
ક્યાંથી ?
પ્રશ્નકર્તા : હવે ધારો કે છોકરાએ એમ કહ્યું હોય મા-બાપને કે તમે જે શોધી આપો એ ખરી. તો પછી મા-બાપની જવાબદારી આવી ગઈ, તો મા-બાપે શું કરવું ત્યારે ?
દાદાશ્રી : પછી આપણે શોધી આપવું. શોધી આપીને પછી આપણે જાણવું કે આ શોધી આપ્યું છે. તો અત્યારે તો બાળક છે, નાની ઉંમરનો છે, મોટી ઉંમરનો થાય એટલે બુદ્ધિ ખીલે. ત્યારે પછી કહેશે, ‘હું તો હા કહું પણ તમારે નહોતું સમજવું ?” તો પછી આપણે ધીમે રહીને ઊકેલ
લાવવો.
પત્ની, કુટુંબ માટે ત દે કરવા; ખાતગીમાં કરી, બેઉ સાચવવો!
ના ગમતું હોય એમ કરવું પડે છે ને ?! હવે પૈણીશ ત્યાર પછી વહુ કહેને એ ય તને ના ગમતું હોય તો કરવું પડે. એટલે છૂટકો જ નહીંને !! ક્યાં જઈએ ?!
પ્રશ્નકર્તા : હું, દાદા, પણ એમાં એવું છે કે નાની નાની બાબતમાં જવા હઉ દઈએ, પણ મોટી બાબતમાં નહીં ખસવું જોઈએ, હું એવું માનું પછી વહુ હોય કે જે હોય એ.
દાદાશ્રી : તો એનો નિકાલ નહીં થાય. આપણે જો છૂટું થવું છે
મા-બાપ છોકરાંનો વ્યવહાર
આ દુનિયાથી, તે ના થવા દે પેલી.
પ્રશ્નકર્તા : ધારો કે મારે કોઈને મદદ કરવી છે. ઘરના માણસને માટે કંઈક કરવું છે અને પત્ની ના પાડે છે, તો મારે કંઈક કરવું કે ના કરવું ?
દાદાશ્રી : કરવું. પણ ખાનગી રીતે કરવું.
પ્રશ્નકર્તા ઃ નહીં, ખાનગી રીતે કેમ કરવું આપણે ?
૪૫૫
દાદાશ્રી : નહીં તો પત્ની જોડે ઝઘડા થાય પછી. આની જોડે
રહેવાનું ને પાછું ઝઘડા થાય. કારણ કે પત્ની શું કહે, કે તમે જે મદદ કરો છો એમાં મારી પાર્ટનરશીપ છે, એવું કહેને ?!
પ્રશ્નકર્તા : પણ પછી તેમાં મારું ને તારું થઈ ગયું કહેવાયને ? દાદાશ્રી : એ મારું-તારું હોય જ, પતિ-પત્નીમાં. પછી મારું-તારું ના હોત તો તો આ દુનિયામાંથી બહાર જવાની જરૂરત જ નથી ! મોક્ષે જવાની જરૂરત જ શી હતી ! અને પતિ પત્નીમાં ય મારું-તારું હોય. પ્રશ્નકર્તા : હું નથી માનતો એવામાં.
દાદાશ્રી : તારે પણ એવું થશે. હજુ પૈણ્યો નથી, પણ પૈણીશ એટલે એવો અનુભવ થશે.
પ્રશ્નકર્તા : એટલે જ હું મારી રીતે કદાચ બોલતો હોઉં.
દાદાશ્રી : ના, તે તો એને ખ્યાલ ના હોય ને !
પ્રશ્નકર્તા : હા, અનુભવ નહીં ને !
દાદાશ્રી : હા, એ તો અનુભવ કરીએ ત્યારે ખબર પડે કે આ કડવું કે મીઠું. નથી કડવું લાગતું કે નથી મીઠું લાગતું. કંઈ જાતનું આ ?! કડવું ય ના લાગે ને મીઠું ય ના લાગે.
તથી પાપ લવમેરેજમાં; પાપ છે દગા તે ફરેબમાં!
પ્રશ્નકર્તા : આ લવમેરેજ એ પાપ ગણાય ?