________________
૪૫ર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૪૫૩
તો આ માર્ગ, મોક્ષનો માર્ગ પૈણેલાને માટે જ છે આ. હું તો એમને કહું છું કે પરણો તો છોકરીઓ ઓછી થાય. અને અહીંયા મોક્ષ, પૈણવાથી અટકે છે એવું નથી !
પણ એમણે શું શોધખોળ કરી છે, કે પૈણવાની ઉપાધિ બહુ હોય છે. કહે છે, અમે અમારા મા-બાપનું સુખ જોયું છે. એટલે એ સુખ અમને ગમતું નથી. એટલે મા-બાપનો પુરાવો આપે છે. મા-બાપનું સુખ (!) જોયું એટલે અમે કંટાળી ગયા છીએ કે ‘પૈણવામાં સુખ નથી’ એવો એમને અનુભવ થઈ ગયો છે એવું એ લોકો બૂમ પાડે છે. હું તો ઘણું સમજાવું છું, કારણ કે આ માર્ગ જે છે ને, તે પૈણેલા માટે જ છે. બ્રહ્મચારી રહેવું હોય તે વાત જુદી છે. બાકી પૈણેલાને બાધક નથી આ અને બીજી જગ્યાએ તો પૈણીશ નહીં એવું શિખવાડે અને હું તો એમ શિખવાડું કે પૈણ. પૈણે એટલે ખરાબ વિચાર આવતા બંધ થઈ જાય, ને એક જગ્યાએ સ્થિર થાય માણસ. ના થાય ? સ્થિર થાય.
બ્રહ્મચર્ય પાળવું સારું છે, એવું હું માનું ? વિલાસી જીવન સારું કે સંયમિત જીવન સારું ?
પ્રશ્નકર્તા : સંયમિત.
દાદાશ્રી : હા. તે એ હું કહેવા માંગું છું તને. બ્રહ્મચર્યનો વિચાર ભલે ના આવ્યો પણ સંયમિતનો વિચાર આવે ને ? વિલાસી ન હોવું જોઈએ ને ?
પૈણશે નહીં તો જગતનું બેલેન્સ કેમ રહેશે ? પૈણને. છો ને પૈણે ! ‘દાદા'ને વાંધો નથી, પણ વાંધો અણસમજણનો છે. આપણે શું કહેવા માંગીએ છીએ કે બધું કરો, પણ વાતને સમજો કે શું હકીકત છે !
દાદાશ્રી : પણ એ બાપાએ આવું નહીં કરવું જોઈએ. અત્યારના ભણેલા છોકરાઓ છે ને, બાપાઓએ છોકરાઓને એમના મતે ચાલવા દેવા જોઈએ. બાપાએ વચ્ચે ડખલ નહીં કરવી જોઈએ. હું તો કહું બાપાને કે, ‘હાથ ના ઘાલીશ.'
છોકરાને દબાણ કરશો નહીં. નહીં તો તારે માથે આવશે કે મારા બાપાએ બગાડ્યું. એને ચલાવતાં ના આવડે તેથી બગડે ને આપણે માથે આવે. ઘોડી તો ત્રણ હજારની હતી. પણ પડી ગયો ત્યારે કહેશે કે મને ઘોડીએ પાડી નાખ્યો. મેર ગાંડીયા ! ઘોડીને વગોવો છો ? ઘોડીની આબરૂ કાઢો છો ? ઘોડી તો ત્રણ હજાર રૂપિયા આપીને લાવ્યો છે, તને બેસતાં ના આવડે એમાં ઘોડીનું નામ દઉં છું ?! પણ આ જગત તો આવું !! વહ્માં અક્કલ નથી, કહેશે અને એ અક્કલનો કોથળો ?!
બોલાવવો એને અને કહેવું, ‘અમને પસંદ પડી હવે, તને પસંદ પડે તો કહે અને નહીં તો રહેવા દઈએ આપણે.’ તો એ કહેશે, ‘મને નથી ગમતી’. તો એને રહેવા દઈએ. સહી તો કરાવી લેવી છોકરાં પાસે, નહીં તો છોકરો ય સામો થાય.
પ્રશ્નકર્તા: ‘વ્યવસ્થિત’માં જે વહુ આવવાની છે, તે આવવાની જ છે એમ કરીને આપણે બેસી રહેવું કે પછી કંઈ આમ તજવીજમાં રહેવું?
દાદાશ્રી : પણ એ બેસી રહેવાનું થશે જ નહીં.
જ વપરાય બુદ્ધિ પસંદગીમાં; સંજોગો, સાચી આપે જિંદગીમાં!
પાત્રની પસંદગીમાં ત ઘાલો હાથ; ન ફાવે તો આવે બાપને માથ!
બુદ્ધિ તો બે જ વસ્તુ જુએ, નફો ને ખોટ ! છોકરાની વહુ ખોળે તો સારી જ ખોળ્યા કરે !
પ્રશ્નકર્તા : બુદ્ધિ દેખાડે, વહુને સીલેક્ટ કરવા માટે સારું સારું, તો તે સમયે શું કરવું જોઈએ આપણે, બુદ્ધિ ન વાપરવી ?
દાદાશ્રી : આપણે તો છોકરાને એ દેખાડી જોવાનું, બીજા સંજોગો ભેગા થાય એટલે આપણે ‘ય’ કહી દેવાનું.
પ્રશ્નકર્તા : પણ ઘણી જગ્યાએ તો લગ્ન દબાણ કરીને બાપા કરાવે છે, પોતે ના કહેતો હોય તો ય.